________________
स्याद्वादम जरी
(અનુવાદ). આ પ્રકારના પરના અભિપ્રાયને વિચારીને આચાર્ય મહારાજ કહે છે કે પ્રાણીએના પ્રાણને નાશ કરવાવાળી વેદબાહ્ય હિંસા તો દૂર રહે; પરંતુ વેદમાં કહેલી હિંસા પણ ધર્મનું કારણ બની શકતી નથી. કેમકે જે હિંસા છે તે ધર્મનું કારણ કઈ રીતે થઈ શકે ? અને જે ધર્મનું કારણ છે તે હિંસા કઈ રીતે બની શકે? હિંસા અને ધર્મ, બનેનો પરસ્પર વિરોધ હોવાથી તેઓનાં વચનને સાક્ષાત વિરોધ પ્રગટ થાય છે.
વળી કહ્યું છે કે ધર્મનો સાર સાંભળીને તેને ગ્રહણ કરે જોઈએ. માટે જેમ “માતા વધ્યા હોતી નથી તેમ હિંસા એ ધર્મ રૂપ થઈ શકતી નથી. આથી હિંસા ધર્મનું કારણ છે અને ધર્મ એ હિંસાનું કાર્ય છે, આવા ધર્મનું નિરૂપણ કરવાવાળા મીમાંસકેનો અભિપ્રાય સદોષ છે, કેમકે જેને જેની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ થાય છે, તેને પરસ્પરકાર્યકારણભાવ બની શકે છે, દા. ત. માટીના સદુભાવમાં ઘટને સદુભાવ અને માટીના અભાવમાં ઘટને અભાવ! આ પ્રકારે માટી અને ઘટને અન્વય-વ્યતિરેક સંબંધ હેવાથી તેમાં જેમ પરસ્પરકાર્યકારણભાવ બની શકે છે, તેમ પ્રરતુતમાં હિંસાના સદ્દભાવમાં ધર્મ અને હિંસાના અભાવમાં ધર્મને અભાવ, આ અન્વય વ્યતિરેક સંબંધ નહીં ઘટવાથી પરસ્પર કાર્યકારણ ભાવ બની શક્તા નથી. તેથી હિંસા કોઈ પણ રીતે ધર્મનું કારણ થઈ શક્તી નથી. છતાં પણ જે હિંસાથી ધર્મ થતું હોય તે અહિંસા, તપ, ક્રિયા, દાન અને ધ્યાન આદિ ધર્મનાં કારણરૂપ અનુષ્ઠાને બધાં જ નિષ્ફળ જશે ! અર્થાત તે અકારણ રૂપ બનશે.
(टीका ) अथ न वयं सामान्येन हिंसां धर्महेतुं ब्रूमः, किन्तु विशिष्टामेव । विशिष्टा च सैव या वेदविहिता इति चेत् , ननु तस्या धर्महेतुत्व किं वध्यजीवानां मरणाभावेन, मरणेऽपि तेषामार्तध्यानाभावात् सुगतिलाभेन वा ? नाघः पक्षः । प्राणत्यागस्य तेषां साक्षादवेक्ष्यमाणत्वात् । न द्वितीयः । परचेतोवृत्तीनां दुर्लक्षतयाऽऽर्तध्यानाभावस्य वाङ्मात्रत्वात् । प्रत्युत हा कष्टमस्ति न कोपि कारुणिकः शरणम् , इति स्वभाषया विरसमारसत्सु तेषु वदनदैन्यनयनतरलतादीनां लिङ्गानां दर्शनाद् दुर्ध्यानस्य स्पष्टमेव निष्टयमानत्वात् ॥
(અનુવાદ) શંકા : અમે સામાન્ય હિંસાને ધર્મનું કારણ કહેતા નથી, પરંતુ વિશિષ્ટ હિંસાને જ ધર્મનું કારણ કહીએ છીએ, અને તે વિશિષ્ટ હિંસા તે તે જ છે કે જે વેદમાં કહેલી છે.
સમાધાન : તમે હિંસાને ધર્મનું કારણે ક્યા રૂપે કહે છે ? શું વધ્ય જીવનું મરણ થતું નથી માટે હિંસા ધર્મનું કારણ છે ? કે મરણ થવા છતાં પણ આધ્યાન નહીં થવાથી તે જેને સદ્ગતિની પ્રાપ્તિ થાય છે, તે કારણથી હિંસા ધર્મનું કારણ છે ! એમ ના કહેશે કે વેદમાં કહેલી વિધિપૂર્વક વધ કરવાથી તે જીવોનું મરણ થતું નથી. પ્રથમ પક્ષ ઠીક નથી, કેમકે વધ્ય જીવોનું મરણ તે પ્રત્યક્ષ દેખાય છે. જે કહે