________________
પ્રસ્તાવના
ગુજરાતના સંસ્કારગુરુ, અનેક વિદ્યાઓની ગુજરાતમાં પ્રતિષ્ઠા કરનાર, પિતાના અસામાન્ય વિઘાવૈભવને કારણે કલિકાલસર્વજ્ઞ તરીકે ઓળખાનાર, શિવસ્તતા, વિશાળ હૃદયી, સિદ્ધરાજસમ્માન્ય, કુમારપાલપ્રબોધક, સરસ્વત્યારાધક, ગુજરાતમાં અહિંસા-રસ સિંચનાર, જનમે મોઢ વણિક આચાર્ય હેમચંદ્રની મહાવીર ભગવાનની સ્તુતિરૂપ અન્યચગવ્યવચ્છેદિકા દ્રાવિંશિકામાં આવતાં સૂત્રાત્મક અન્યદર્શનષપ્રદર્શક પદે ઉપર લખાયેલી વિસ્તત ટીકા તે સ્યાદ્વાદમંજરી. આ સ્યાદ્વાદમંજરીની રચના નાગેન્દ્રગછીય શ્રી ઉદયપ્રભસૂરિના પ્રતિભાશાળી વિદ્વાન શિષ્યરન મલ્લિષેણસૂરિએ શક સંવત ૧૨૧૪ (ઈ. સ. ૧૨૯૩)ની દીપાવલીના દિને પૂર્ણ કરી.
વિષય પરિચય . . ૧-૩ માં ભગવાનની સ્તુતિ કરતાં તેમના ચાર અતિશયો અને યથાર્થવાદનું નિરૂપણ કર્યું છે. લો. ૪-૧૦ માં નૈયાયિકો અને વૈશેષિકોના કેટલાક મહત્વના સિદ્ધાંતે ઉપર વિચાર કર્યો છે. તે સિદ્ધાંતો નીચે પ્રમાણે છે. (૧) સામાન્ય અને વિશેષ સ્વતંત્ર પદાર્થો છે. (૨) જગતí ઈશ્વર છે. (૩) ગુણ-ગુણી વચ્ચે અવયવ-અવયવી વચ્ચે સમવાય સમ્બન્ધ છે. આ સમવાય સમ્બન્ધ એક અને નિત્ય છે. (૪) જ્ઞાન આત્માથી તદ્દન ભિન્ન છે. (૫) આત્માના બુદ્ધિ વગેરે વિશેષ ગુણેને અત્યન્ત ચછેદ એ જ મોક્ષ છે, (૬) કેટલીક વસ્તુઓ એકાન્ત નિત્ય છે અને કેટલીક અનિત્ય છે. (૭) છલ, જાતિ, નિગ્રહસ્થાન વગેરે ઉપયોગી છે. (૮) સત્તા સામાન્ય ભિન્ન પદાર્થ છે. આ બધા સિદ્ધાન્તમાં રહેલા દેને સુંદર રીતે દર્શાવ્યા છે. લે. ૧૧-૧૨ માં મીમાંસાના બે મહત્વના સિદ્ધાન્તની ચર્ચા કરી છે. મીમાંસકો વૈદિકી હિંસાને ધર્મ માને છે. કેઈપણ પ્રકારની હિંસા-વૈદિકી- કે અવૈદિકી એ અધર્મ જ છે એ જૈન દૃષ્ટિબિન્દુ અહી રજૂ થયું છે. વળી, મીમાંસક જ્ઞાનને જ્ઞાતતા દ્વારા અનુમેય માને છે. તેઓ જ્ઞાનને સ્વપ્રકાશ માનતા નથી. જ્યારે જૈન દાર્શનિકે સ્વ–પરપ્રકાશક માને છે. લે. ૧૩ માં કેવલાદ્વતીઓના માયાવાદનું ખંડન છે. . ૧૪ માં ચિતિશક્તિ જ્ઞાનશૂન્ય છે, બુદ્ધિ જડ છે, પંચ મહાભૂત તન્માત્રાઓમાંથી ઉત્પન્ન થાય છે, બંધ-મેક્ષ પુરુષને નહિ,
नागेन्द्रगच्छगोविन्दवक्षोऽलंकारकौस्तुभाः । ते विश्ववन्या नन्यामुरुदयप्रभसूरयः ।। श्रीमल्लिषेणमूरिभिरकारि तत्पदगगनदिनमणिभिः । वृत्तिरियं मनुरविमितशाकाब्दे दीपमहसि शनौ ॥ श्रीजिनप्रभसूहिणां साहाय्योद्भिन्नसौरभा । श्रुतायुतंसतु सतां पत्तिः स्याद्वादमंजरी ॥