________________
૧૦.
છે અને જેમાંનું ઉદ્ધરણ કીજિનભદ્વગણિની વિશેષાવશ્યકની પટીકામાં પણ લેવામાં આવ્યું છે. બીજા અગવ્યવચ્છેદઢાવિંશિકા અને પ્રસ્તુત અન્યગવ્યવચ્છેદત્રિશિકારૂપ વીરસ્તુતિહાવિંશિકાયુગલ તેમ જ વીતરાગોત્ર, મહાદેવસ્તુત્ર આદિના પ્રણેતા કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર સૂરિ છે! અને ત્રીજા વિકમની સત્તરમી અઢારમી શતાબ્દીમાં થઈ ગયેલા વીરસ્તુતિ આદિ અનેકાનેક સ્તુતિ-સ્તોત્રેના કર્તા મહેપાધ્યાય શ્રીયશવિજયજી છે. આ ત્રણેય તિકાર મહાપુરૂષોએ પોતાની ગંભીરાર્થક સ્તુતિઓમાં જૈનદર્શનમાન્ય વિશિટ વિવિધ તત્વધારાનો અર્થગંભીર વાણીમાં કુશળતા પૂર્વક સમાવેશ કર્યો છે.
ગીતાર્થ જૈનસ્થવિરો અને વિદ્વાન જૈન આચાર્યોએ જૈન આગમિક કાર્યક્રશ્વિક, દાર્શનિક અને સાહિત્યને લગતાં વિવિધ ક્ષેત્રને પિતાની આગવી રીતે વિકસાવ્યાં છે અને સ્વૈર વિહાર કર્યો છે, જેના વિવેચનનું આ સ્થાન નથી.
ટૂંકમાં અહીં એટલું જ જણાવવાનું છે કે પ્રાચીન કે અર્વાચીન, કેઈ પણ યુગમાં લોકમાન્ય કે લેકપ્રચલિત ભાષામાં લખાએલું શાસ્ત્ર જ લેકકલ્યાણકર થાય છે એટલે આજે વિદુષી સાધ્વીજી શ્રીસુચનાશ્રીજીએ સ્યાદ્વાદમંજરી શાસ્ત્રને ગૂર્જર અનુવાદ આપણને અર્પણ કર્યો છે, તે બદલ તેમને આપણું સૌને હાર્દિક અભિનંદન અને ધન્યવાદ ઘટે છે.
મુનિ પુણ્યવિજય વડોદરા સં. ૨૦૨૪ શ્રાવણ વદિ ૧૦