________________
કન્યાક્ય. દા. બાર છે. કેમકે શરીર તે અવયવસહિત છે, તેથી પ્રત્યેક અવયવમાં પ્રવેશ કરતે આત્મા પણ સાવયવ થઈ જશે અને પટાદિની જેમ સાવયવ થવાથી કાર્યરૂપ બનશે! આ રીતે આત્મા કાર્યરૂપ થવાથી પ્રશ્ન થાય છે કે આત્માની ઉત્પત્તિ સજાતીય કારણ વડે થાય છે કે વિજાતીય કારણ વડે? વિજાતીય કારણ વડે તે આત્માની ઉત્પત્તિ થશે જ નહીં, કારણ કે વિજાતીય કારણ વડે કઈ પણ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. જેમ વિજાતીય એવા તંતુઓ વડે ઘરની ઉત્પત્તિ થઈ શકતી નથી, તેમ આત્માની પણ વિજાતીય કારણ વડે ઉત્પત્તિ થઈ શકતી નથી. સજાતીય કારણ વડે પણ આત્માની ઉત્પત્તિ થશે નહીં. કેમકે પાર્થિવાદિ પરમાણુઓ તે આત્માની અપેક્ષાએ વિજાતીય છે, તેથી આત્માનું સજાતીય કારણ તે આત્મા સિવાય અન્ય કોઈ નથી. વળી, આત્માથી આત્માની ઉત્પત્તિ તે માન્ય નથી; કેમકે એક શરીરમાં અનેક આત્માઓથી એક આત્માની ઉત્પત્તિ સંભવતી નથી. જે એક શરીરમાં એક આત્માના ઉત્પાદક અનેક આત્માઓ હોય તે સ્મરણાત્મક (સ્મૃતિ) જ્ઞાન થશે નહીં. કારણ કે એક આત્માએ દેખેલા પદાર્થોનું અન્ય આત્માને
સ્મરણ થઈ શકતું નથી. જે આત્મારૂપ સજાતીય કારણથી આત્માની ઉત્પત્તિ થતી હોય તે જેમ ઘટ રૂપ કાર્યના અવયવને ક્રિયાથી વિભાગ અને વિભાગથી અવયના સંગને નાશ તથા અવયના સંગને નાશ થવાથી જેમ ઘરરૂપ કાર્યને નાશ થાય છે તેમ આત્મા પણ સાવયવ હાઈને આત્માના અવયવને ક્રિયાથી વિભાગ અને વિભાગથી અવયવ સંગને નાશ તથા અવયવ સંગને નાશ થવાથી આત્માને પણ નાશ થશે! માટે આત્માને શરીર પ્રમાણે માનવાથી ઉક્તદોષને સદ્ભાવ થાય છે, તેથી આત્માનું સર્વવ્યાપકપણું જ એગ્ય છે.
સમાધાનઃ એ પણ તમારું કથન ઠીક નથી, કેમકે અમે (જૈન) અપેક્ષાએ આત્માનું સાયવપણું અને કાર્ય પણું સ્વીકારીએ છીએ, આત્મા અસંખ્ય પ્રદેશી હોવાથી તેમાં સાવયવપણું ઘટી શકે છે. તેમ જ દ્રવ્યાલંકારના કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય અને ગુણભદ્ર કહે છે કે “આકાશ પણ સપ્રદેશ છે. કેમકે એકજ સમયમાં આકાશમાં સર્વે મૂર્ત પદાર્થોને સંબંધ રહે છે. જો કે ગંધહસ્તી આદિ જૈન શાસ્ત્રોમાં અવયવ અને પ્રદેશમાં ભેદ બતાવ્યો છે, પરંતુ અહિં તે સૂમ ચર્ચાને અવકાશ નથી, પ્રદેશોમાં પણ અવયવોનો વ્યવહાર થાય છે માટે આત્માનું અસંખ્ય પ્રદેશીપણું હોવાથી કથંચિત સાવયવપણું સિદ્ધ છે, આત્માના કાર્યપણાનું તે નિરૂપણ કરવામાં આવશે.
(टीका) नन्वात्मनां कार्यत्वे घटादिवत्प्राक्प्रसिद्धसमानजातीयावयवारभ्यत्वप्रसक्तिः । अवयवा ह्यवयविनमारभन्ते, यथा तन्तबः पटमिति चेत् । न वाच्यम् । न खलु घटादावपि कार्ये प्राक्प्रसिद्धसमानजातीयकपालसंयोगारभ्यत्व दृष्टम् । कुम्भकारादि व्यापारान्त्रिताद् मृत्पिण्डात् प्रथममेव पृथुबुध्नोदरायाकारस्योत्पत्तिप्रतीतेः । द्रव्यस्य हि पूर्वाकारपरित्यागेनोत्तराकारपरिणामः कार्यत्वम् । तच्च बहिरिवान्तरप्यनुभूयत एव ततश्चात्मापि स्यात् कार्यः । न च पटादौ स्वावयवसंयोगपूर्वककार्यत्वोपलम्भात् सर्वत्र तथाभावो युक्तः । काष्ठे लोहलेख्यत्वोपलम्भाद् वोऽपि तथाभावप्रसङ्गात् प्रमाणबाधनमुभयत्रापि तुल्यम् । न चोक्तलक्षणकार्य