________________
स्याद्वादमंजरी
(અનુવાદ). તેમજ પંડિત પુરુષ ઉપાધિસહિત, મર્યાદાયુક્ત, અને પરિમિત આનંદનાં ઝરણારૂપ સ્વર્ગથી પણ અધિક અને તેનાથી વિપરીત નિરુપાધિક, અવધિ (મર્યાદા) રહિત, અને અપરિમિત આનંદ અને નિર્મલ જ્ઞાનસ્વરૂપ જ મોક્ષ કહે છે. વળી મોક્ષમાં પાષણની જેમ આત્મા જડ રૂપ રહેતું હોય તે એવા મોક્ષથી સયું ? તેના કરતાં સંસાર જ શ્રેષ્ઠ છે, કે જે સંસારમાં ભલે દુઃખ મિશ્રિત એવા પણ સુખને અનુભવ થાય છે. આથી વિચારો કે અ૫૫ણ સુખના સ્વાદરૂપ સંસાર સારો કે અત્યંત (સર્વથા) સુખના નાશવરૂપ મેક્ષ સારે? ___ (टीका) अथास्ति तथाभूते मोक्षे लाभातिरेकः प्रेक्षादक्षाणाम् । ते ह्येवं विवेचयन्ति । संसारे तावद् दुःखास्पृष्टं सुखं न सम्भवति, दुःख चावश्यं हेयम् , विवेकहानं चानयोरेकभाजनपतितविषमधुनोरिव दुःशक्यम् , अत एव द्वे अपि त्यज्यते । ततश्च संसाराद् मोक्षः श्रेयान् । यतोऽत्र दुःखं सर्वथा न स्यात् । वरमियती कादाचित्कमुखमात्रापि त्यक्ता, न तु तस्याः दुःखभार इयान् व्यूढ इति ॥
(અનુવાદ) વૈશેષિકઃ સાંસારિક સુખની અપેક્ષાએ મોક્ષમાં જરૂર અધિક્તા છે. તેથી બુદ્ધિશાળી પુરૂષોને મોક્ષ ગ્રાહ્ય છે. કેમ કે સંસારમાં દુઃખથી રહિત એવા સુખને સંભવ જ નથી. અને દુઃખ તે અવશ્ય ત્યાગ કરવા યંગ્ય છે. તેથી જેમ એક પાત્રમાં રહેલા વિષ અને મધનું પૃથકરણ(અલગ પાડવું) દુશ હોવાથી વિષ અને મધ, ઉભયનો ત્યાગ કરવો જેમ રોગ્ય છે; તેમ સાંસારિક સુખ અને દુ:ખ તે બને ત્યાગ કરવો એજ શ્રેયસ્કર છે. માટે સંસારની અપેક્ષાએ મોક્ષ જ લાભદાયી છે. મેક્ષમાં દુઃખને સર્વથા અભાવ છે, માટે પરિણામે ઘણું દુઃખથી યુક્ત એવા ક્ષણિક સુખનો ત્યાગ કરવો શ્રેષ્ઠ છે; અલ્પ સુખની ઇચછાથી ઘણું દુઃખને ભાર વહન કરે એ કઈ રીતે હિતાવહ નથી.
(टीका) तदेतत्सत्यम् । सांसारिकसुखस्य मधुदिग्धधाराकरालमण्डलायग्रासवद् दुःखरूपत्वादेव युक्तैव मुमुक्षणां तज्जिहासा। किन्त्वात्यन्तिकसुखविशेषलिप्सूनामेव । इहापि विषयनिवृत्ति मुखमनुभवसिद्धमेव, तद् यदि मोक्षे विशिष्ट नास्ति, ततो मोक्षो दुःखरूप एवाद्यत इत्यर्थः । ये अपि विषमधुनी एकत्र सम्पृक्ते त्यज्येते, ते अपि सुखविशेषलप्सयैव । किञ्च, यथा प्राणिनां संसारावस्थायां सुखमिष्टं दुःख चानिष्टम् , तथा मोक्षावस्थायां दुःखनिवृत्तिरिष्टा, सुखनिवृत्तिस्त्वनिष्टैव । ततो यदि स्वदभिमतो मोक्षः स्यात् , तदा न प्रेक्षावतामत्र प्रवृत्तिः स्यात् । भवति चेयम् । ततः सिद्धो मोक्षः सुखसंवेदनस्वभाकः प्रेक्षावत्प्रवृत्तेरन्यथानुपपत्तेः॥
(અનુવાદ). જૈન તમારી એ વાત સાચી છે કે સાંસારિક સુખ એ મધથી લિસ એવી અસિ (તલવાર)ની ધારાના આસ્વાદન (ચાટવા) રૂપ હેવાથી પરિણામે દખદાયી છે,