________________
૮૪
अन्ययोगव्य. द्वा. श्लोक : ८ શરીર છે અને મુક્ત દશામાં શરીરને અભાવ હોવાથી ત્યાં કેવલ સુખજ હોય છે કેમ કે તેઓ (મુતાત્માઓ) સ્વસ્વરૂપમાં જ સ્થિત હોય છે. તેથી તેઓને સુખમાત્ર હોય છે. સ્વિસ્વરૂપમાં સ્થિત થવું તેજ મોક્ષ છે. એટલા માટે જ મુક્ત દશામાં જીવને અશરીરી કહ્યા છે. આ પ્રમાણે ઉપર્યુક્ત આગમના અર્થનું સમર્થન કરવું જોઈએ. તેમ જ તે જ અર્થને પુષ્ટ કરવા વાળી સ્મૃતિ પણ કહે છે કેઃ “જે અવસ્થામાં ઈદ્રિયેથી અગોચર અને કેવલ બુદ્ધિથી ગ્રાહ્ય એવું આત્યંતિક સુખ વિદ્યમાન હોય છે તે જ મેક્ષ કહેવાય છે. અહિં સુખ શબ્દ છે તે દુ:ખાભાવ રૂપ અર્થને સૂચક નથી પરંતુ મુખ્યતયા સુખ અર્થને જ કહે છે. આ અર્થમાં કોઈપણ જાતને બાધ નથી. જે સુખ શબ્દને અર્થ દુખાભાવ થતો હોય તો “આ રેગી રોગ રહિત થવાથી સુખી થયો.” ઇત્યાદિ વાકામાં સુખી શબ્દને પ્રવેશ કરવામાં આવે છે, તેમાં પુનરુક્તિ(એના એ શબ્દને ફરીથી કહેવ) દેાષ આવશે; કેમ કે અરેગાભાવથી સુખી થયો,” આ પ્રમાણે સંપૂર્ણ વાક્ય બેલવાની કંઈ જરૂર નથી; કારણ કે “રેવાભાવ” આટલું જ કહેવાથી ચાલશે ! પછી સુખ શબ્દના પ્રયોગની કંઈ જરૂર નથી. પરંતુ લૌકિક વાકામાં પણ આ પ્રમાણે મુખ્યતયા સુખી શબ્દને પ્રવેગ કરવામાં આવે છે. તેથી મુક્તાવસ્થામાં દુઃખાભાવ રૂપ સુખ નથી. પરંતુ રિસ્વરૂપમાં જ મગ્ન રહેવું તે રૂપ અનિર્વચનીય સુખ છે.
____ (टीका) न च भवदुदीरितो मोक्षः पुंसामुपादेयतया संमतः । को हि नाम शिलाकल्पमपगतसकलसुखसंवेदनमात्मानमुपपादयितु यतेत । दुःखसंवेदनरूपत्वादस्य सुखदुःखयोरेकस्याभावेऽपरस्यावश्यम्भावात् । अत एव त्वदुपहासः श्रयते ।
"वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवान्छितम् । न तु वैशेषिकी मुक्ति गौतमो गन्तुमिच्छति ॥"
| (અનુવાદ) વળી સંપૂર્ણ સુખથી રહિત એ મોક્ષ બુદ્ધિશાળી પુરૂષને ગ્રહણ કરવા ગ્ય નથી. કેમ કે તદ્દન પત્થર સમાન અને સુખનો અનુભવ વિનાને આત્મા જે અવસ્થામાં હોય તેવી અવસ્થાને પ્રાપ્ત કરવા કહ્યું પ્રયત્ન કરે? અર્થાત્ સુખેછુ એ કે ઈપણ જીવાત્મા વિશેષિકેએ માનેલી મુક્તિની ઈચ્છા કદાપિ ન કરે ! તેમજ મેક્ષમાં જે સુખને અભાવ હોય તે દુઃખ અવશ્ય હોવું જોઈએ. કારણ કે સુખ અને દુઃખ પરસ્પર વિરોધી હેઈને સુખના અભાવમાં દુખને સદ્ભાવ અને દુઃખના અભાવમાં સુખને સદ્ભાવ અવશ્ય હોય છે. તેથી સુખાભાવ સ્વરૂપ મોક્ષમાં દુઃખ અવશ્ય હોવું જોઈએ. તેમજ ગૌતમ ઋષિ ઉપહાસ કરતાં કહે છે વૈશેષિકે એ માનેલી મુક્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરવા કરતાં મને હર એવા વૃંદાવનમાં શિયાળ થવાની ઈચ્છા કરવી શ્રેષ્ઠ છે.
(टीका) सोपाधिकसावधिकपरिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकं तद्विप रीतानन्दमम्लानज्ञानं च मोक्षमाचक्षते विचक्षणाः । यदि तु जडः पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत् , तदलमपवर्गेण । संसार एव वरमस्तु । यत्र तावदन्तरान्तरापि दुःखकलुषितमपि कियदपि सुखमनुभुज्यते, चिन्त्यतां तावत् किमल्पमुखानुभवो भव्य उत सर्वसुखोच्छेद एव ।