________________
પ્રમાણમીમાંસા /૧/૧/૨૩-૨૪
૭૯
६ ८७. स्वार्थप्रकाशने व्यापृतस्य संवेदनस्योपयोगत्वे फलत्वादिन्द्रियत्वानुपपत्तिरिति चेत्, न, कारणधर्मस्य कार्येऽनुवृत्तेः । नहि पावकस्य प्रकाशकत्वे तत्कार्यस्य प्रदीपस्य प्रकाशकत्वं विरुध्यते । न च येनैव स्वभावेनोपयोगस्येन्द्रियत्वम्, तेनैव फलत्वमिष्यते येन विरोधः स्यात् । साधकतमस्वभावेन हि तस्येन्द्रियत्वं क्रियारूपतया च फलत्वम् । यथैव हि प्रदीपः प्रकाशात्मना प्रकाशयतीत्यत्र साधकतमः प्रकाशात्मा करणम्, क्रियात्मा फलम्, स्वतन्त्रत्वाच्च कर्तेति सर्वमिदमनेकान्तवादे न दुर्लभमित्यलं પ્રસન પારરૂપ ૭ ૮૮. “મનોનિમિત્તઃ' ન્યુમિતિ મન નક્ષત્તિ
सर्वार्थग्रहणं मनः ॥२४॥ ६८९. सर्वे न तु स्पर्शनादीनां स्पर्शादिवत् प्रतिनियता एवार्था गृह्यन्तेऽनेनेति 'सर्वार्थग्रहणं मनः' 'अनिन्द्रियम्' इति 'नोइन्द्रियम्' इति चोच्यते । सर्वार्थ मन इत्युच्यमाने आत्मन्यपि प्रसङ्ग इति करणत्वप्रतिपादनार्थं 'ग्रहणम्' इत्युक्तम् ।
૮૭. શંકાકાર : જો સ્વપરને પ્રકાશિત કરવામાં વ્યાકૃત સંવેદનને ઉપયોગ માનશો તો તે ફળસ્વરૂપ હોવાથી તેને ઈદ્રિય રૂપે માની ન શકાય.
સમાધાન - આવું કહેવું યોગ્ય નથી. કારણનો ધર્મ કાર્યમાં ઉતરી આવે છે. અગ્નિ પ્રકાશક રૂપ છે, તો તેના કાર્યરૂપ દીવો પ્રકાશક બને એમાં કોઈ વિરોધ હોય નહીં.
જે સ્વભાવને લીધે ઉપયોગને ઇન્દ્રિય માનવામાં આવે છે તે જ સ્વભાવને આગળ કરીને તેને ફળ માનવામાં આવતું નથી, કે જેથી કરી વિરોધ આવે. જ્ઞાન કરવામાં ઉપયોગ સાધકતમ હોવાથી તેને ઇન્દ્રિય કહેવાય છે, અને “જાણવું” આવી ક્રિયારૂપ હોવાથી ફળ પણ કહેવાય છે. જેમ દીવો પ્રકાશ સ્વભાવથી પ્રકાશે છે, તેમાં પ્રકાશ સ્વભાવ સાધકતમ હોવાથી કરણ છે, અને પ્રકાશવું એ ક્રિયા હોવાથી ફળ કહેવાય છે. વળી સ્વતંત્ર હોવાથી દીવાને–ઉપયોગાત્માને કર્યા પણ કહેવાય છે. આવી યોજના અનેકાંતવાદમાં દુર્લભ નથી. બસ આ વાતને અહીં જ અટકાવીએ ર૩ ૮૮. સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં મનને નિમિત્તરૂપ કહેવામાં આવેલ છે, એથી મનનું સ્વરૂપ બતાવે છે.”
બધા પદાર્થ જેનાથી ગ્રહણ જાય તે મન પર ૮૯ સ્પર્શનેન્દ્રિયથી માત્ર સ્પર્શ, કર્ણથી માત્ર શબ્દ ઈત્યાદિની જેમ પ્રતિનિયત અર્થને જ ગ્રહણ કરનાર ને હોય, પરંતુ તમામ પદાર્થ એટલે કે ઈદ્રિયનાં વિષય બનનારા તેમજ ઇન્દ્રિયનો વિષય નહિ બનનારા એવાં પદાર્થને પણ ગ્રહણ કરે તે મન. તેને અનિક્રિય અને “નો-ઇન્દ્રિય કહેવાય છે. “સર્વાર્થ મન” આટલું જ