________________
પ્રમાણમીમાંસા
भावशब्दोऽनुपसर्जनार्थः यथैवेन्दनधर्म योगित्वेनानुपचरितेन्द्रत्वो भावेन्द्र उच्यते तथैवेन्द्र लिङ्गत्वादिधर्मयोगेनानुपचरितेन्द्र लिङ्गत्वादिधर्मयोगि 'भावेन्द्रियम्' ।
૭૮ |૧|૧/૨૩
$ ८६. तत्र लब्धिस्वभावं तावदिन्द्रियं स्वार्थसंवित्तावात्मनो योग्यतामादधद्भावेन्द्रियतां प्रतिपद्यते । नहि तत्रायोग्यस्य तदुत्पत्तिराकाशवदुपपद्यते स्वार्थसंविद्योग्यतैव च लब्धिरिति । उपयोगस्वभावं पुनः स्वार्थसंविदि व्यापारात्मकम् । नह्यव्यापृतं स्पर्शना दिसंवेदनं स्पर्शादि प्रकाशयितुं शक्तम्, सुषुप्तादीनामपि तत्प्रकाशकत्वप्राप्तेः ।
ભાવશબ્દ અનુપચરિત = ઉપચાર વગરનું પ્રધાનતા વાચક છે. જેમ ઐશ્વર્ય કે ભોગધર્મના યોગે જેમાં વાસ્તવિક ઈંદ્રપણું છે, તે સૌધર્માધિપતિને ભાવેન્દ્ર કહેવાય છે, તે પ્રમાણે ઇંદ્રના લક્ષણો હોવા રૂપ ધર્મનાં યોગે જેમાં વાસ્તવિક ઇન્દ્રલિંગત્વ લક્ષણયુક્ત હોવા પણું તે ભાવેન્દ્રિય કહેવાય છે. ઇંદ્ર એટલે આત્મા તેનું લિંગ અથવા લક્ષણ તે ઇન્દ્રલિંગ આ વ્યુત્પત્તિ મુખ્ય રીતે જ્ઞાનમાં ઘટે છે, માટે તેજ ભાવેન્દ્રિય છે. મૃત શરીરમાં ઇન્દ્રિય તો હોય છે છતાં જ્ઞાન ન હોવાથી તેઓ આત્માની ઓળખ કરાવી શકતી નથી. માટે તેમને દ્રવ્યેન્દ્રિય કહેવાય પણ ભારેન્દ્રિય નહિં.
૮૬. તેમાં લબ્ધિસ્વરૂપ ઇંદ્રિય આત્માને સ્વ પર અર્થાત્ બાહ્ય-પદાર્થ અને જ્ઞાનને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રદાન કરતી હોવાથી ભાવેન્દ્રિય કહેવાય છે. જે તત્ર = સ્વપર સંવેદન કરવાને/માં અયોગ્ય છે, તેમાં આકાશ કુસુમની જેમ સ્વપર સંવેદનની ઉત્પત્તિ અસંભવિત છે, એટલે કે સ્વપર સંવેદનની યોગ્યતાનું નામ જ લબ્ધિ (ઇન્દ્રિય). ઉપયોગ સ્વરૂપ ભાવેન્દ્રિય સ્વપરનું સંવેદન કરવામાં વ્યાપાર રૂપ છે. સ્પર્શ વગેરનાં સંવેદનનો વ્યાપાર શરૂ ન થાય ત્યાં સુધી સ્પર્ધાદિના બોધને પ્રગટ કરવા સ્પર્શનાદિ ઇંદ્રિયો સમર્થ બનતી નથી, નહિતર ભરઉંઘમાં સૂતેલા માણસને પણ સ્પર્ધાદિનું જ્ઞાન થાત. (અત્યંતર નિવૃત્તિમાં જે વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે તે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. એટલે દ્રવ્યેન્દ્રિયના બે ભેદ (૧) નિવૃત્તિ (૨) ઉપકરણ.) તલવારની ધાર જેમાં છેદવાની શક્તિ તે ઉપકરણ, પુરુષમાં ચલાવવાની ચાલાકી તે લબ્ધિ, ચલાવવી તે ઉપયોગ.
१ प्राधान्यार्थः । २ स्पर्शादि० ता० ।
૧ જેના દ્વારા આત્મા ઓળખી શકાય તે આત્માનું લિંગ કહેવાય છે.’’
૨ દ્રવ્યઇંદ્રિય ક્ષયોપશમ અને વિષય આ બધું પ્રાપ્ત થવા છતાં જ્યાં સુધી આત્મા તેનો વ્યાપાંર-ઉપયોગ કરતો નથી ત્યાં સુધી એક પણ વિષયનું જ્ઞાન શક્ય નથી, માટે ઉપયોગ એ જાણવાની-જ્ઞાન ક્રિયામાં પ્રકૃષ્ટ કારણ છે તેથી તેને સાધકતમ કહેવાય છે. નૈયાયિક એવું માને છે કે ઉંઘમાં મન પુરિતત નાડીમાં જવાથી આત્મા સાથે સંયોગ નથી રહેતો, તેથી નાકની પાસેથી ગંધકણ પસાર થવા છતાં અનુભવમાં આવતા નથી. જ્યારે આપણે (જૈન) એમ કહીએ કે ત્યારે નિદ્રા-દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન લબ્ધિ-શક્તિ અવરોધ પામી જતી હોવાથી આત્મા લબ્ધિ ઇંદ્રિયનો ઉપયોગ કરી શકતો નથી માટે બોધ-અનુભવ થતો નથી. પણ (ક્ષયોપશમની વિચિત્રતાના કારણે) તથા સ્વભાવથી ઉંઘમા મનોવ્યાપારરૂપ સ્વપ્ન આવે છે, જેને મતિજ્ઞાન રૂપે મનાય છે, તેનો અનુભવ થાય છે. માટે મન આત્માથી છુટુ પડી ક્યાંય જતુ નથી.
પરંતુ મનના ઉપયોગનો અને તેતે લબ્ધિ ભાનેંદ્રિયના ઉપયોગનો રોધ થાય છે તેથી તેનો અનુભવ થતો નથી. સ્વતંત્ર આંતર મનનો ઉપયોગ સહેજ ખુલ્લો રહેવાથી સ્વપ્ન વિ. અનુભવાય છે. માટે ઉપયોગ સાધકતમ છે. જેમ કેવલજ્ઞાનવરણીય સર્વઘાતી છે છતાં મતિજ્ઞાનાદિરૂપે થોડીક પ્રભા જોવા મળે છે, તેમ નિદ્રા સર્વઘાતી છે ખરી, પણ અલ્પનિદ્રા વખતે તથાસ્વભાવથી આંતરમનનો વ્યાપાર સંભવી શકે છે.