________________
પ્રમાણમીમાંસા /૧/૧/૨ ૧
आत्मना करणानामभेदैकान्ते कर्तृत्वप्रसङ्गः, आत्मनो वा करणत्वप्रसङ्गः, उभयोरुभयात्मकत्वप्रसङ्गो वा, विशेषाभावात् । ततस्तेषां भेदैकान्ते चात्मनः करणत्वाभावः सन्तानान्तरकरणवद्विपर्ययो वेति प्रतीतिसिद्धत्वाद्वाधकाभावाच्चानेकान्त एवाश्रयणीयः।
અભેદનો નિરાસ થઈ જાય છે. આત્મા સાથે કરણો- ઇંદ્રિયોનો એકાત્તે અભેદ માનીએ તો આત્માની જેમ ઈદ્રિય પણ કર્તા બની જશે, અથવા આત્મા કરણ બની જશે. અથવા ઈદ્રિય અને આત્મા બન્નેને કરણ પણ અને કર્તા પણ માનવા પડશે. બને અભિન્ન હોવાથી એકને કરણ અને બીજાને કર્તા કહેવા માટે વિશેષ- ફેરફાર= તફાવત (-વિશેષતા) હાથમાં જડી શકતો નથી. આત્માને કર્તા કહેવા માટે જે યુક્તિ લગાડશો કે “આત્મા અધિષ્ઠાતા છે,” તે વાત ઈદ્રિયમાં પણ સ્વીકારવી જ પડશે, કારણ કે તેનાથી આત્મા સર્વથા અભિન્ન છે. તતત્તેષાં તેથી તેઓનો આત્મા સાથે એકાત્ત ભેદ પણ માની ન શકાય, નહીતર તે વિવક્ષિત આત્માની પણ કરણ નહીં બની શકે. જેમ શેષ પુરૂષની ઈદ્રિયો તેનાથી ભિન્ન હોવાથી કરણ નથી બનતી, તેમ આ ઈદ્રિયો પણ સર્વથા પોતાનાથી (આત્માથી) ભિન્ન જ છે. અથવા ઉંધુ થઈ જશે એટલે કે અન્ય પુરૂષની ઈદ્રિયો વિવક્ષિત આત્માની કરણ બની જશે. અને પોતાની ઇન્દ્રિયો કરણ ન બને. કા. કે. આત્મા સાથે ઈદ્રિયો સર્વથા ભિન્ન હોવાથી પોતાનું કે પારકું તો કશું રહેતું નથી, પોતાની પારકી ઇન્દ્રિયોમાં કાંઈ વિશેષતા રહેતી નથી. એથી ભેદભેદનાં વિષયમાં અનેકાન્તનો જ આશ્રય લેવો જોઈએ. વિષયગ્રાહકત્વ પર્યાયની અપેક્ષાએ ભેદ અને એક આત્મદ્રવ્યાશ્રયત્વ રૂપ દ્રવ્યની અપેક્ષાએ અભેદ માનવો ઉચિત છે. કારણ કે આવી જ પ્રતીતિ થાય છે. તેમજ આવું માનવામાં કાંઈ બાધા પણ નથી.
[ (ઉપસમાધાનકાર) - મનનો ઈન્દ્રિય સાથે સંબંધ થાય તો સહાયક બની શકે, જે આત્મામાં મન છે તે જ આત્મામાં ઇન્દ્રિયો રહી હોય તો તેમનાં વિષયોનું સંકલન કરી શકે. એ વાત સાચી, પણ આત્મા અને ઈન્દ્રિયો ભિન્ન ભિન્ન હોય તો બિચારું મન સંબંધ વિના તેમની સહાયતા કેવી રીતે લઈ શકે? જેમ તમે પણ માનો છો ને અન્ય આત્માની ઇન્દ્રિયો સાથે મનનો કોઈ સંબંધ ન થવાથી તેમનું સંકલન મન ન કરી શકે. તો પછી અહીં પણ ઈદ્રિયો એક જ આત્મામાં ન રહી હોય તો (એક આત્મામાં અભેદથી રહી હોય તો પરસ્પર અભેદ આવી જાય જેથી જુદુ અસ્તિત્વ નામશેષ બની જાય અને ભેદ માનશો તો ભિન્ન આત્મામાં જ રહેવા જેવું થયું ને) મન કેવી રીતે સંકલન કરી શકશે.
શંકાકાર - રાજા ગુપ્તચરોને ભિન્ન ભિન્ન દિશામાં મોકલી ગુપ્ત વાતો જાણે છે, એટલે તો બધાની પાસે વાત સાંભળી બધી વાતોનું સંકલન કરી આગળની પ્રવૃત્તિનો પણ નિર્ણય કરે છે. તેમ મન ભિન્ન ભિન્ન ઇજિયોએ જે જ્ઞાન મેળવ્યું છે, તેમની પાસેથી પોતે બધી જાતનું જ્ઞાન મેળવી સંકલન કરી લેશે.