________________
૭૨ /૧/૧/૨૧
પ્રમાણમીમાંસા
मनस्तस्य जनकमिति चेत्, न, तस्येन्द्रियनिरपेक्षस्य तज्जनकत्वाभावात् । इन्द्रियापेक्षं मनोऽनुसन्धानस्य जनकमिति चेत्, सन्तानान्तरेन्द्रियापेक्षस्य कुतो न जनकत्वमिति वाच्यम् ? प्रत्यासत्तेरभावादिति चेत्, अत्र का प्रत्यासत्तिरन्यत्रैकद्रव्यतादात्म्यात् ? प्रत्यासत्त्यन्तरस्य च व्यभिचारादिति । एतेन तेषामात्मना भेदाभेदैकान्तौ प्रतिव्यूढौ।
જેમ ભિન્ન ભિન પુરૂષોએ એક કેરી સંબંધી ભિન્ન-ભિન્ન ઇદ્રિયોથી જ્ઞાન કર્યું. એકે જોઇ બીજાએ સુંઘી, ત્રીજાએ ચાખી, ઈત્યાદિ તો તેનું સંકલન એક પુરૂષ કરી શકતો નથી. જો એક જ પુરૂષે પોતાની ઈદ્રિયોથી આવું જ્ઞાન કર્યું હોત તો “મેં કેરી જોઈ છે, તે પીળી અને ખાટી છે.” આવું સંકલન કરી શકત. પણ હવે જો ઈદ્રિયોને સર્વથા ભિન માનશું તો ભિન્ન પુરૂષની ઈદ્રિયની જેમ એક પુરૂષમાં આવું સંકલનાત્મક જ્ઞાન ઉત્પન થવું અશક્ય બની જાય. (કા.કે. જેમ ચૈત્રની ઇન્દ્રિયથી મૈત્રની ઇન્દ્રિય સર્વથા અલગ છે, તેમ ચૈત્રની પોતાની પાંચે ઈદ્રિય પણ સર્વથા જુદી છે. એટલે બન્નેમાં ભેદ તો સરખો જ છે એટલે કે એક બીજાની ઇન્દ્રિયો સાથે કોઈ જાતનો સંબંધ નથી માટે ભિનપુરુષથી સંકલન ન થાય, તેમ એક આત્માની ઈદ્રિયો વચ્ચે પણ કોઈ સંબંધ હોય જ નહીં તો ત્યાંમેં સંકલન ન થઈ શકે. • શંકાકાર – મનથી સંકલન જ્ઞાન થઈ જશેને? સમાધાન ઈદ્રિય નિરપેક્ષ મને આવું જ્ઞાન કરવાં સમર્થ નથી. • શંકાકાર - ઈદ્રિયોની અપેક્ષાએ તો મને આવું અનુસંધાન કરી લેશેને? • સમધાન – તમારી વાત સાચી, પણ બીજા પુરૂષની ઈદ્રિયોની સહાયતાથી અન્ય પુરૂષમાં પણ મને આવું અનુસંધાન કેમ પેદા નથી કરતું.? • શંકાકાર – બીજા પુરૂષ સાથે ઈદ્રિયોનો સંબંધ (પ્રયાસત્તિ) નથી માટે. • સમાધાન કે અમે તમને પૂછીએ છીએ કે એક દ્રવ્યતાદાભ્યને છોડી બીજો કયો સંબંધ એક પુરૂષની ઈદ્રિયો વચ્ચે છે.? સંયોગ સંબંધનો પ્રત્યક્ષ બાધ છે. કારણ કે આંખ આગળના ભાગમાં છે, કાન બાજુમાં છે. સમવાય પણ માની ન શકાય ઇન્દ્રિયો પરસ્પર અવયવ-અવયવી ગુણ-ગુણી ઇત્યાદિ કોઈ પણ રૂપે જોવામાં આવતી નથી. એમ અન્ય સંબંધનો બાધ હોવાથી ઈન્દ્રિયો વચ્ચે એકદ્રવ્યતાદાભ્ય સંબંધ જ માનવો જરુરી છે, આનું નામ જ દ્રવ્યનયની અપેક્ષાએ અભિન્નતા, આનાથી ઇન્દ્રિય અને આત્મા સાથેના સર્વથા ભેદ અને સર્વથા
૨- ૦ધ્યo-તo |