________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧૬
૫૧
यत्कुमारिल:
“મથ ચેહત્યાન્ રહાવિન પાન कामं भवन्तु सर्वज्ञाः सार्वइयं मानुषस्यै का
"
इति, आः ! सर्वज्ञापलापपातकिन् ! दुर्वदवादिन् ! मानुषत्वनिन्दार्थवादापदेशेन देवाधिदेवानधिक्षिपसि ? ये हि जन्मान्तराजितोर्जितपुण्यप्राग्भाराः सुरभवभवमनुपमं सुखमनुभूय दुःखपङ्कमग्नमखिलं जीवलोकमुहिधीर्षवो नरकेष्वपि क्षणं क्षिप्तसुखासिकामृतवृष्टयो मनुष्यलोकमवतेरुः, जन्मसमयसमकालचलितासनसकलसुरेन्दवृन्दविहितजन्मोत्सवाः किकरायमाणसुरसमूहाहमहमिकारब्धसेवाविधयः स्वयमुपनतामतिप्राज्यसाम्राज्यश्रियं तृणवदवधूय समतृणमणिशत्रुमित्रवृत्तयो निजप्रभावप्रशमितेति'मर'कादिजगदुपदवाः शुक्लध्यानानलनिर्दग्धघातिकर्माण आविर्भूतनिखिलभावाभावस्वभावावमासिकेवलबलदलितसकलजीवलोकमोहप्रसराः सुरासुरविनिर्मितां समवसरणभुवमधिष्ठाय
[એમ દરેક પદાર્થમાટેની આ વ્યવસ્થા આગમમાં (પ્રભુએ) દશવી છે, આવું આગમ આ વ્યવસ્થાને દર્શાવે ત્યારે સાથોસાથ તેના કતની પણ જાણ થઈ જાય છે કે જેને આ સર્વપદાર્થનું જ્ઞાન હતું જેથીજ આવું આગમ રચાઈ શકયું].
૫૮. શંકાકાર-મીમાંસક: જે જગત્પતિનું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ અપ્રતિહત છે. અને આ ચારે સ્વભાવ સિદ્ધ છે. (તે જ સર્વજ્ઞ-ઈશ્વર છે). આ વચનથી સર્વજ્ઞ ઈશ્વર વગેરે હોય. પણ મનુષ્ય સર્વજ્ઞ ન હોઈ શકે. ભલે ના ! તે કેટલોય વિદ્યાવાનુ-ચારિત્રવાનું હોય. - કુમારિલ ભટ્ટ કહ્યું છે કે વેદ જ્ઞાનમય શરીરવાળા હોવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર ભલે સર્વજ્ઞ હોય! પરંતુ મનુષ્યમાં વળી સર્વજ્ઞતા કેવી?
(આને જવાબમાં) જૈનો કહે છે > અરે ! સર્વશને ખોટા ઠરાવનાર પાપી ! અરે દુર્વચન બોલનારા! મનુષ્યપણાની નિંદા કરવાના બહાને દેવાધિદેવ ઉપર તું આક્ષેપ કરે છે. જેમણે પૂર્વ જન્મમાં જોરદાર પુણ્ય સમૂહ ઉપાર્જન કર્યો છે. દેવભવનાં નિરૂપમ સુખને અનુભવી દુખ રૂપી કાદવમાં ફસાયેલ સંપૂર્ણ જીવ લોકનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી નરકમાં પણ પળવાર સુખની સુધાવૃષ્ટિ કરીને મનુષ્ય લોકમાં અવતાર લીધો. એમના જન્મની સાથે પોતપોતાના આસનો ચલાયમાન થતાં ચોસઠ ઈન્દ્રોએ ભેગાં મળીને તેમનો જન્મ મહોત્સવ માંડયો, જેમની આગળ સેવકભાવ ધારણ કરતો એવો દેવસમુદાય “પહેલા હું પહેલા હું સેવા કરૂં” એવી હરિફાઈ કરતા ઉત્સાહપૂર્વક સેવા કરે છે, પોતાના મેળે પ્રાપ્ત થયેલ ઉત્કૃષ્ટ કોટિની રાજ્ય સમૃદ્ધિને તણખલાની જેમ છોડીને ઘાસ અને મણિ તથા શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવ રાખનારા પોતાનાં પ્રભાવથી જગતના કુદરતી ઈતિ- આફતો તથા મારિ આદિ રોગચાળો વિગેરે ઉપદ્રવો જેમણે શાંત કરી દીધા છે. શુક્લ ધ્યાન રૂપી અગ્નિ વડે ઘાતિ કર્મોને જેમણે બાળીને ખાક કરી દીધા છે, સર્વપદાર્થના ભાવ અને અભાવ સ્વરૂપને પ્રકાશિત કરનાર એવા પ્રગટ થયેલા કેવલજ્ઞાનના બલથી સમસ્ત જગતના જીવોના મોહ અને ? અતિકિનાવી : : ચા પણ પા : : In - - ૨ કરો નહિ