________________
૮ /૧/૧/૨
પ્રમાણમીમાંસા
उपेक्षणीय एव च मूर्द्धाभिषिक्तोऽर्थः, योगिभिस्तस्यैवार्यमाणत्वात् । अस्मदादीनामपि हेयोपादेयाभ्यां भूयानेवोपेक्षणीयोऽर्थः, तन्नायमुपेक्षितुं क्षम': । अर्थस्य निर्णय इति कर्मणि षष्ठी, निर्णीयमानत्वेन व्याप्यत्वादर्थस्य । अर्थग्रहणं च स्वनिर्णयव्यवच्छेदार्थं तस्य सतोऽप्यलक्षणत्वादिति वक्ष्यामः।
११. सम्यग्-इत्यविपरीतार्थमव्ययं समञ्चतेर्वा रूपम् । तच्च निर्णयस्य विशेषणम्, तस्यैव
सम्यक्त्वयोगेन विशेष्टमुचितत्वात्, अर्थ स्तु स्वतो न सम्यग् नाप्यसम्यगिति सम्भवव्यभिचारयोरभावान्न विशेषणीयः । तेन सम्यग् योऽर्थनिर्णय इति विशेषणाद्विपर्ययनिरासः । ततोऽतिव्याप्त्यव्याप्त्यसम्भवदोषविकलमिदं प्रमाणसामान्यलक्षणम् ॥ २ ॥
શંકા : અહીં કોઈ શંકા ઉઠાવે કે ઉપેક્ષણીય પદાર્થ ઉપાદેય ન હોવાથી તેનો હેયમાં સમાવેશ થઈ જશે, તો પછી “ઉપેક્ષણીય” ભેદ પાડવાની શી જરૂર છે?
૦ સમાધાનઃ આમ તો ઉપેક્ષણીય હેય ન હોવાથી ઉપાદેયમાં જ સમાવેશ થઈ જવાની આપત્તિ આવશે. હકીકતમાં તે હેય કે ઉપાદેય ન હોવાથી તેને ઉપેક્ષણીય કહેવું જ યોગ્ય છે, અને તે જ પદાર્થ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે યોગીઓ એની જ ઝંખના રાખે છે. આપણા જેવા માટે પણ હેય ઉપાદેયથી ઉપેક્ષણીય પદાર્થ વધારે છે. સાપ કાંટા વગેરે હેય છે, પુષ્પ અન્નાદિ ઉપાદેય છે, એમાં પણ દૂર અજ્ઞાત દેશમાં રહેલા સર્વ પદાર્થ સમૂહ આપણી ઉપેક્ષાનો જ વિષય બને છે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો ઉપર તો હેય ઉપાદેય ભાવ હોતો નથી માટે તે પણ ઉપેક્ષણીય જ બને છે. તેથી આ ઉપેક્ષણીય પદાર્થની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. એટલે અર્થનો ત્રીજો ભેદ માનવો જોઈએ. “અર્થનો નિર્ણય” એમ કર્મમાં ષષ્ઠી છે. કારણ કે નિર્ણય નામની ક્રિયાથી કર્તા અર્થને વિશેષ પ્રાપ્ત કરવાને ઇચ્છે છે “કર્મણિકૃત ૨-૨-૮૩ સિદ્ધહેમ ઈતિ અને ષષ્ઠી.” (કર્તા દ્વારા વિશેષ પ્રાપ્ત કરવાને ઇચ્છાય તે કર્મ = વ્યાપ્ય કહેવાય છે.) (કર્તા સ્વનિષ્ઠ જ્ઞાન દ્વારા વિષયતા સંથી અર્થ સાથે સંપર્ક સાધે છે.) સૂત્રમાં અર્થ પદનું ગ્રહણ સ્વ=જ્ઞાનના નિર્ણયનો વ્યવચ્છેદ કરવા માટે છે. એટલે જ્ઞાન પણ નિર્ણયનો વિષય બને તો છે, પણ “જ્ઞાન-પ્રમાણનો સમ્યગુનિર્ણય કરવો” આ પ્રમાણનું લક્ષણ નથી. લક્ષણ કેમ નથી તે આગળ કહીશુ.
૧૧. સમ્યગુ એ અવિપરીત અર્થવાળો અવ્યય છે. અથવા સ+અ ધાતુનું ક્વિબંત રૂપ જાણવું. તે નિર્ણયનું વિશેષણ જાણવું/નિર્ણય જ સમ્યક અને અસમ્યક સંભવી શકે છે. માટે તેને જ વિશેષણથી વિશિષ્ટ કરવો યોગ્ય છે.
અર્થ - વસ્તુ તો પોતે કાંઈ સમ્યફ કે અસમ્યફ હોતી નથી. (જડ હોવાથી વસ્તુ તો જેવી છે, તેવી જ રહે છે, પણ આપણી દૃષ્ટિ પ્રમાણે આપણે વસ્તુ માટેનો સાચો ખોટો નિર્ણય લઇએ છીએ) એટલે અર્થમાં “સમ્યગુ” વિશેષણનો સંભવ કે વ્યભિચાર ન હોવાથી તેને અર્થનું વિશેષણ ન બનાવી શકાય. કારણ કે સંભવ १ अर्थ्यमानत्वात् । २ "शकघृष..." [ हैमश० ५. ४. ९० ] इति तुम् । ३ योग्यः । ४ तत्तु निर्ण०-ता० । ५ जडत्वात् । ६ सम्भवे व्यभिचारे च विशेषणमर्थवद् भवति । ૧ “લાલઘોડો’ અહીં લાલ એ વિશેષણ સાર્થક કહેવાય છે, કારણ કે ઘોડામાં લાલવર્ણ સંભવે છે, તેમજ અમુક ઘોડા બીજા વર્ણના પણ હોય છે, માટે ઘોડામાં લાલવર્ણનો વ્યભિચાર પણ છે, તેથી વિવક્ષિત ઘોડાને અન્યવર્ણના ઘોડાથી વ્યવચ્છેદ-છૂટો પાડવા માટે આ લાલપદ ઉપયોગી બને છે, માટે તે વિશેષણ કહેવાય છે. - “વ્યવચ્છેદ કરાવે તે વિશેષણ આ તેનો અર્થ છે, તે અહીં સાર્થક બને છે.