________________
પ્રમાણમીમાંસા /૧/૧/૧
लक्षितस्य 'इदमित्थं भवति नेत्थम्' इति न्यायतः परीक्षणं परीक्षा, यथा तृतीय सूत्रम् ।
६६. पूजितविचारवचनश्च मीमांसा-शब्दः । तेन न प्रमाणमात्रस्यैव विचारोऽत्राधिकृतः, किन्तु तदेकदेशभूतानां दुर्नयनिराकरणद्वारेण परिशोधितमार्गाणां नयानामपि- "प्रमाणनयैरधिगम:"[तत्त्वा० १.६.] इति हि वाचकमुख्यः, सकलपुरुषार्थेषु मूर्द्धाभिषिक्तस्य सोपाय"स्य सप्रतिपक्षस्य मोक्षस्य च । एवं हि पूजितो विचारो भवति । प्रमाणमात्रविचारस्तु प्रतिपक्षनिराकरणपर्यवसायी वाक्कलहमानं स्यात् । तद्विवक्षाकं तु “अथ प्रमाणपरीक्षा" [ प्रमाणपरी० पृ० १] इत्येव क्रियेत । तत् स्थितमेतत् - प्रमाणनयपरिशोधितप्रमेय मार्ग सोपायं सप्रतिपक्षं मोक्षं विवक्षितुं मीमांसाग्रहणमकार्याचाऽऽर्येणेति ॥१॥ કરવામાં આવે છે. જેમકે આ આદ્ય સૂત્ર તે ઉદ્દેશ રૂપે છે. સામાન્ય લક્ષણ, અને વિશેષ લક્ષણ એમ બે પ્રકારે લક્ષણ છે. ત્યાં આ તરતનું સૂત્ર તે પ્રમાણનું સામાન્ય લક્ષણ છે. કારણ કે એ બંને પ્રમાણમાં ઘટે છે. અને “વિશદઃ પ્રત્યક્ષ” એ વિશેષ લક્ષણ છે, કારણ કે તે પ્રત્યક્ષ નામના વિશેષ પ્રમાણનું લક્ષણ છે. અને ત્રીજું સૂત્ર પરીક્ષા સ્વરૂપ છે. કા.કે. “સ્વ”ની અતિવ્યાપિની વિચારણા કરી આચાર્યશ્રીએ સ્વને લક્ષણમાંથી બાકાત કર્યું તેનું સ્પષ્ટીકરણ આ સૂત્રમાં દર્શાવ્યું છે. પરંતુ વિભાગ વિશેષ લક્ષણનો જ અવયવ -કારણ હોવાથી તેને અલગ કહેવામાં નથી આવ્યો. (તેતે વિશેષપદાર્થના વિશેષ-જુદા જુદા લક્ષણ (સ્વરૂ૫) દર્શાવવા એજ વિભાગ છે ને.) કોઈ પણ ભાવ–પદાર્થના ભેદ પડતા હોય તો જ તે ભાવનું સમાન્ય લક્ષણ બનાવ્યા પછી વિશેષ લક્ષણ બનાવવું પડે, જેમ જ્ઞાનનું સામાન્ય લક્ષણ બતાવી, તેના મતિજ્ઞાનાદિ ભેદો-વિભાગ પડતા હોવાથી તેના વિશેષ લક્ષણ બનાવ્યા. કેવલજ્ઞાનમાં વિભાગ પડતો નથી માટે ત્યાં એક જ સામાન્ય લક્ષણ છે.
૦ ૬ - મીમાંસાનો અર્થ પ્રશસ્ત વિચાર અને પૂજિત વચન છે. તે એ સૂચવે છે કે આ ગ્રંથ માત્ર પ્રમાણના વિચાર પૂરતો નથી, પણ સાથોસાથ પ્રમાણના એક અંશ સ્વરૂપ તેમજ દુર્નયને નિરૂત્તર કરવા દ્વારા માર્ગને = વસ્તુના સ્વરૂપને ઓળખવાની અનેકાંતાત્મક પદ્ધતિને પરિશુદ્ધ બનાવનારા નયોનો પણ વિચાર કરવામાં આવશે.
(નય હમેશા વસ્તુનાં બીજા પાસાને જોવાની તક-પ્રેરણા આપે છે, તેમજ સુનય હોવાથી અન્ય નય દ્વારા દર્શાવેલી હકીકતનો અપલાપ પણ કરતો ન હોવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે.)
વાચકમુખે પણ તત્ત્વાર્થમાં કહ્યું છે કે પ્રમાણ અને નય દ્વારા તત્ત્વનું જ્ઞાન-ઓળખ થાય છે. ચારે પુરૂષાર્થમાં શિરોમણિ એવાં મોક્ષનો, તેનાં ઉપાય જ્ઞાનદર્શનચારિત્ર સ્વરૂપ સંવર' નિર્જરા તેમજ તેનાં વિરોધી આશ્રવ/બંધનો સાથોસાથ વિચાર કરવામાં આવશે. આવી ઉત્તમોત્તમ વસ્તુનાં આગળ-પાછળનો વિચાર જ પૂજિત પ્રશસ્ત બને/કહેવાય છે.
માત્ર પ્રમાણનો વિચાર તો સામેના પક્ષનાં (અપ્રમાણના) (અન્યમતમાન્ય પ્રમાણના) નિરાકરણ કરવા પૂરતો હોવાથી કજીયારૂપે જ છે. જો માત્ર પ્રમાણનું જ નિરૂપણ કરવું ઈષ્ટ હોય તો “અથ પ્રમાણ પરીક્ષા' એવું १ -०तीयसू०-डे० । २ परिशोधितः प्रमाणानां मार्गोऽनेकान्तात्मकं वस्तु यः । ३ अधिगमाय शास्त्रस्य प्रवृत्तिनवाकलहाय । ४ ज्ञानदर्शनचारित्ररूपोपायसहितस्य । ५ प्रतिपक्षः संसारः । ६ यथा अकलकेन (?) [इये टिप्पणकारस्य भ्रान्तिः मूलादायाता भाति । वस्तुतः प्रमाणपरीक्षा न अकलकता किन्तु विद्यानन्दकृता-सम्या०] । ७ अनेकान्तात्मकवस्तुरूपो मागों यस्य मोक्षस्य ।
૧ જાનાદિની સાધના અશુભકર્મને આવતા રોકે છે અને જૂના પડેલાનો નાશ કરે માટે.