________________
પુજ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૫૧ “પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન... લલના. પરમ પદારથ પરમેષ્ઠિ, પરમ દેવ પરમાન... લલના. શ્રી સુપાર્શ્વ જિન વંદીએ રે.”
- શ્રી આનંદઘનજી શાન ચિત જાતિ માત્ર પરમાર્થ આત્મા : “પરમાર્થનો પરમાર્થ અર્થાત આ જ્ઞાન એ જ સકલ કર્માદિ જાત્યંતરથી વિવિક્ત - જૂદો ચિત્ જાતિ માત્ર પરમાર્થ છે - આત્મા છે ઈતિ યાવ. જ્ઞાન એટલે જાણવું અને ચિત્ એટલે પણ સામાન્યથી કે વિશેષથી જાણવું, એટલે જ્ઞાન એ ચિત્ - જાતિમાત્ર છે. આ ચિત્ જાતિમાત્ર સકલ કર્માદિ “જાત્યંતરથી જૂદી જાતિથી) ધમસ્તિકાય - અધર્માસ્તિકાય આદિ અજીવ ચિતથી - ચેતન આત્માથી જૂદી જતિ છે - જાત્યંતર છે. જીવ-આત્મા એ જૂદી ચેતન જાતિ છે, અજીવ પુદ્ગલાદિ એ જૂદી અચેતન જાતિ છે. એટલે કર્માદિ સકલ અજીવ અચેતન જયંતરથી જીવ સચેતન “ચિત્ જાતિમાત્ર આત્માની જાતિ જુદી છે. આમ જ્ઞાન
જ્યાં માત્ર કેવલ ચિત સિવાય બીજું કાંઈ નથી એવો “ચિત જાતિમાત્ર' પરમાર્થ આત્મા ઈ. છે અને નિશ્ચયનો લક્ષ્ય - સાધ્ય પણ આ પરમાર્થ જ - આત્મા જ છે, એટલે નિશ્ચય એ જ તત્ત્વ છે, પરમાર્થ છે. આ પરમાર્થમાં “પરમાર્થ - પરમ અર્થ એ જ સાધ્ય છે. પરમ અર્થ એટલે પરમ પદાર્થ, પરમ તત્ત્વ - જેનાથી પર કોઈ પદાર્થ - તત્ત્વ નથી અને જે બીજા બધાં કરતાં પર છે એવો પદાર્થ વિશેષ - તત્ત્વ વિશેષ અને તેવો પરમ તત્ત્વ રૂપ પરમ પદાર્થ - પરમાર્થ કયો છે ? તો કે - આત્મા. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્મા જેવો ચમત્કારિક પદાર્થ જગતમાં નથી. જ્યાં ચૈતન્યના અદભુત છે એવો ‘ચિત ચમત્કાર માત્ર’ આત્મા જ સર્વ આશ્ચર્યનું અને સર્વ ઐશ્વર્યનું એક ધામ છે. સર્વ પર પદાર્થથી પરપણે - ભિન્નપણે પ્રત્યક્ષ જુદો તરી આવતો આ પરમ તત્ત્વ વૈજ્ઞાનિક પદાર્થ - પરમાર્થ. શુદ્ધ આત્મા “સમયસાર' એના શુદ્ધ સહજ સ્વયંભૂ અસલ મૂળ સ્વરૂપે – સહજાત્મ સ્વરૂપે પ્રગટ કરવો - પ્રગટાવવો એ જ પરમાર્થ છે, એ જ નિશ્ચય છે, એજ ધ્યેય છે, એ જ સાધ્ય છે, એ જ લક્ષ્ય છે, એ જ ઉપાસ્ય છે. એજ આરાધ્ય છે. વર્તમાનમાં વિભાવ દશાને લઈ અનાદિ અવિઘારૂપ પરશાસનના મહાભાર તળે દબાઈ ગયેલો આ આત્મા જે અન્ય સંયોગજન્ય કર્મ પાતંત્ર્યથી અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પામી રહ્યો છે, તેને કર્મ પરતંત્ર્યથી મુક્ત કરી આત્મ સ્વાતંત્ર્ય પમાડવો, વિભાવ દશા મૂકાવી આત્મસ્વભાવમાં આણવો, દુઃખધામ ભવબંધન છોડાવી સુખધામ મોક્ષનો યોગ કરાવવો, “ઈચ્છે છે જે જોગીજન” એવું “મૂળ શુદ્ધ તે આત્મપદ' - પરમાત્મપદ પમાડવો, “આનંદઘન રસપૂર’થી છલકાતો શુદ્ધ સિદ્ધ મુક્ત આત્મા રૂપ “પરમાર્થ પ્રગટાવવો, એજ પરમાર્થ છે અને એજ મતદર્શનના ભેદ વિના સર્વ આત્માર્થી મુમુક્ષ સાધકનું એક માત્ર સાધ્ય છે. આવો પરમાર્થ આ “પરમાર્થ' શબ્દ પરથી ફલિત થાય છે. કેવલ જ્ઞાનમય આ પરમાર્થ આત્મા એ જ વિવિધ પરમાર્થગર્ભ અન્વયાર્થી શબ્દથી ઓળખાય છે. જેમકે - (૧) સમય - યુગપતુ - એકી સાથે એકીભાવ પ્રવૃત્ત - એકરૂપ ભાવથી પ્રવૃત્ત જ્ઞાન-ગમન
મયતાએ કરીને તે “સમય” છે. (સં - gીમાવેન યુપતુ, = to go to અન્વયાર્થથી સમયાદિનો know - જવું, જાણવું) અર્થાત્ એકી સાથે જેનું જાણવું અને જવું એકરૂપ નામ ભેદ છતાં વસ્તુ અભેદ ભાવથી થયા કરે છે, જાણવું એ જ જવું (પરિણામથી પરિણામાંતર પામવું).
અને જવું એ જ જ્યાં જાણવું છે, અર્થાત્ ભવન-પરિણમન એ જ જ્યાં જ્ઞાન છે - જ્ઞાન એ જ જ્યાં ભવન - પરિણમન છે એટલે કે જ્યાં જ્ઞાન પરિણમન “જ્ઞાનભવન થયા કરે છે - તે સમય, (૨) શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાર્થ આત્મા “સકલ નયપક્ષથી અસંકીર્ણ એકજ્ઞાનતાએ કરીને શુદ્ધ છે.” નયપક્ષ વસ્તુના એક અંશને – એક દેશને ગ્રહે છે, વિકલ્પ રૂપ છે અને આત્મા તો સકલ
“ગાત્મા તરસંગો સંસારી તકરાતઃ | a pવ મુવર પ્રતી ૨ તત્વ માથાનો તથા ” - હરિભદ્રાચાર્યજી કૃત “યોગબિંદુ
૪૧