________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કલશ ૨૭૮: ‘અમૃત જ્યોતિ’ દાસ ભગવાન” એ નામ ધારીએ, ધાડ એમાં શી મારી ? સાગર અંજલિ સાગર દીધી, બુધ લ્યો સ્વયં વિચારી... સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું. ૧૮ ઉત્તમોત્તમ શબ્દ અર્થ પ્રયોજી, ઉત્તમોત્તમ કવિ ભાવ, અમૃતચંદ્ર મહાકવિ બ્રહ્મ સર્યો, શબ્દ બ્રહ્મ મહપ્રભાવ.. સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૧૯ મહા અધ્યાત્મ નાટ્યકાર આ, મહાકવિ અમૃતચંદ્ર, યથેચ્છ ભારતી અત્ર નટાવી, અમૃત કળશ સુરંગે.. સ્વરૂપગુખ અમૃતચંદ્રસૂરિનું. ૨૦ સર્વ સર્પ તેણે મમત્વ વર્ષે! કાંઈ ન બાંધ્યું ગાંઠે ! કાંઈ ન સર્ષે દાસ ભગવાન તે, મમ બાંધે કઈ ગાંઠે ?... સ્વરૂપગુમ અમૃતચંદ્રસૂરિનું. ૨૧ તેથી રાખ્યું નિજ વિવેચનાનું, “અમૃત જ્યોતિ સુનામ, કળશ ભાવ ઝીલતા પદનું, “અમૃતપદ' એ નામ... સ્વરૂપગુમ અમૃતચંદ્રસૂરિનું. ૨૨ દોષ અહિ તે દાસ ભગવાનના, ગુણ ભગવાન અમૃતના, દોષ ત્યજી ગુણ હંસો ચરો ! સુણી ભગવાન વિજ્ઞાપના... સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું. ૨૩ દાસ ભગવાને મુંબઈ પુરીમાં, જ્ઞાનયજ્ઞ આ કીધો, તન મન ધન આહુતિ આપી, આત્મ અમૃતફળ લીધો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૨૪ જ્ઞાનસત્ર સંપૂર્ણ થયું આ, દ્વિસહસ્ત્ર સત્તર વર્ષે, મહા સ્વાધ્યાય તપનો લઈ લ્હાવો, ભગવાન ઉલ્લસ્યો હર્ષે... સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું. ૨૫
અર્થાતુ - સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું કિંચિત્' - કંઈ પણ કર્તવ્ય જ છે નહિ, અથવા સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું ‘કિંચિત્' કર્તવ્ય જ છે નહિ ? શું ચિત્ કર્તવ્ય જ છે નહિ? આત્માની શુદ્ધ ચિત પરિણતિ - શુદ્ધ ચૈતન્ય પરિણતિ એ કર્તવ્ય જ શું નથી ? તો પછી આ “આત્મખ્યાતિ’ કૃતિ કોની છે ? સ્વશક્તિ જ સત - વસ્તુ તત્ત્વની સૂચના જેનાથી કરાઈ છે એવા શબ્દોથી આ “સમયની” - આ સમયસાર શાસ્ત્રની અથવા શુદ્ધ આત્મારૂપ સમયસારની આ “આત્મખ્યાતિ' વ્યાખ્યા કરાઈ. આ વ્યાખ્યા કરાઈ તે કાંઈ સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું ‘કિંચિત્' - કંઈ પણ કર્તવ્ય જ છે નહિ, અથવા સ્વરૂપગુપ્ત ચિત્ - અમૃતચંદ્રસૂરિનું “કિંચિત્' કર્તવ્ય જ છે નહિ? આત્માની ભાવભાષા રૂપ પરિણતિ તે શું ચિત કર્તવ્ય જ નથી? એટલે કે છે જ.
સ્વરૂપ ગુપ્ત' - સ્વરૂપથી વા સ્વરૂપમાં “ગુપ્ત' - સુરક્ષિત અમૃતચંદ્રસૂરિ સ્વરૂપ તેજે “પ્રતપતા' - પ્રતાપી રહેલા “સૂરિ' છે - ગ્રહમંડલમાં સૂર્યની જેમ સૂરિમંડલમાં - આચાર્ય મંડલમાં “સૂરિ' - સૂર્ય છે, આત્મખ્યાતિથી - પોતાના આત્માની ખ્યાતિથી અથવા “આત્મખ્યાતિ’ ટીકા ખ્યાતિથી ખ્યાત એવા તે વ્યાખ્યાતા ભલે સ્વરૂપથી ગુમ રહ્યા હો, તો પણ અમૃત (Immortal) એવા તે અમૃત (nectarlike) કળશના સંગાતા - સંગીત કરનારા સ્વરૂપથી તો જગતમાં પ્રગટ - પ્રસિદ્ધ છે ! સ્વરૂપગુપ્ત એવા તે અમૃતચંદ્રનું સ્વરૂપ “છાનું - છુપાયેલું - ગુપ્ત કેમ રહે? અમૃતવર્ષી ચંદ્રનું તેજ અહીં ઘનથી - મેઘથી શાને છછું રહે ? વિજ્ઞાનના “ઘન - મેઘ વષતા તે વિજ્ઞાનઘન સ્વરૂપી અમૃતચંદ્ર તો પર પરમાણ પણ ન પ્રવેશે એવા અનુપમ “ઘન' - નક્કર વિજ્ઞાન છે. સર્વ આત્મપ્રદેશે વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય એવા “વિજ્ઞાનઘન” છે.
આમ ભગવાનનો દાસ દલીલ કરે છે, ત્યાં તો સ્વરૂપગુણ પરબ્રહ્મ અમૃતચંદ્રજી જાણે બોલી ઊઠે છે - શબ્દો તે તો પુદગલમયા પરમાણુના ખેલા છે, તેઓ વાચક શક્તિ વડે કરીને વાચ્ય અર્થના મેળા વાચે છે - કહે છે, એવા તે શબ્દોએ આમ વાચ્ય - વાચક સંબંધે આ સમયની આ વ્યાખ્યા કરી, એમાં અમે કાંઈ પણ કર્યું નથી. એટલે અમારું “ચિત” ત્યાં કેમ પ્રતિબંધ પામે ? ત્યારે ભગવાનનો દાસ જવાબ આપે છે - વ્યાપ્ય - વ્યાપક ભાવે તે શબ્દોએ ભલે આ વ્યાખ્યા કરી હો. પણ તે જડ શબ્દોને
૮૫