________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૭૮
“શ્રી સીમંધર જિનવર સ્વામી - એ રાગ સ્વરૂપ ગુણ અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના, સ્વરૂપગુણ” અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૧ સ્વશક્તિથી જ સત્ વસ્તુતત્ત્વની, સૂચના જેથી ધરાઈ, એવા શબ્દોથી સમય તણી આ, વ્યાખ્યા એહ કરાઈ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૨ સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું, કિં ચિતું કર્તવ્ય જ છે ના?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિ. ૩ “સ્વરૂપ ગુપ્ત' અમૃતચંદ્રસૂરિ તે, સ્વરૂપ તેજે જ પ્રતપતા, ગ્રહમંડલમાં “સૂરિ' સમા જે, સૂરિમંડલમાં તપતા... સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું. ૪ ભલે સ્વરૂપથી ગુમ રહ્યા તે, “આત્મખ્યાતિ વ્યાખ્યાતા, ભલે સ્વરૂપથી પ્રગટ જગતમાં, અમૃતકળશ સંગાતા... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૫ સ્વરૂપ ગુપ્ત તે અમૃતચંદ્રનું, સ્વરૂપ રહે ક્યમ છાનું? ઘનથી અમૃતવર્ષી ચંદ્રનું, તેજ છુપે અહિં શાનું?... સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું. ૬ વિજ્ઞાનના ઘન વર્ષના તે, “વિજ્ઞાન ઘન” સ્વરૂપી, પર પરમાણુ પ્રવેશે ન એવા, “ઘન વિજ્ઞાન અનૂપી... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૭ શબ્દો તે તો પુદ્ગલમયા છે, પરમાણુના છે ખેલા, વાચક શક્તિથી તે વાચે, વાચ્ય અર્થના મેળા... સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું. ૮ તે શબ્દ આ વ્યાખ્યા કીધી, વાચ્ય – વાચક સંબંધે, અમે એમાં કાંઈ પણ ન કર્યું છે, અમ ચિત ત્યાં કેમ બંધે ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૯ વ્યાપ્ય-વ્યાપક ભાવે તે શબ્દ, વ્યાખ્યા ભલે આ કીધી, જડ શબ્દોને જોડાવાની, શક્તિ અહિં કોણે દીધી ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૧૦ અમૃતચંદ્ર નિમિત્ત વિણ શબ્દો, જેડાત જડ તે ક્યાંથી ? પરબ્રહ્મવાચી શબ્દ બ્રહ્મ આ, અહિં સર્જત જ શ્યાથી?.. સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૧૧ પ્રજ્ઞાસમજણ કાંઈ ન જડમાં તે, તો અચેતન બિચારો, પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્ર કળાનો, આ તો ચિત્ ચમત્કારો. સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૧૨ ન કિંચિત્ કર્તવ્ય જ અમારૂં, નિર્મમ મુનિ ભલે ભાખે, – કિંચિત્ કર્તવ્ય જ તમારૂં, ચિત્ ચમત્કાર આ દાખે?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૧૩ શબ્દ પુગલ પરિગ્રહ ત્યાગીનો, ભલે “ને કિંચિત્' કારો, પદે પદે આત્મખ્યાતિમાં તેનો, “ન કિં ચિત્' ચમત્કારો ?... સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું. ૧૪ ગ્રંથ સકલની ગ્રંથિ વિચ્છેદી, એવા મહા નિગ્રંથ, શુદ્ધોપયોગી શ્રમણ કયે છેડે, બાંધે ગ્રંથનો ગ્રંથ ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૧૫ અહો નિસ્પૃહતા ! અહો નિર્મમતા ! અહો પરિગ્રહ લોપ ! ભગવાન અમૃતચંદ્ર દાખ્યો, અહો અહત્વ વિલોપ.. સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું. ૧૬ અમૃતચંદ્ર મુનીંદ્ર જેનું, છાંડ્યું મમત્વ તે શબ્દો, આલંબી આ દાસ ભગવાને, ગોઠવિયા તે શબ્દો... સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું. ૧૭
૮૯૪