________________
સમયસાર : આત્મખ્યાતિ અલંધ્ય જૈન શાસન અનેકાંત વ્યવસ્થિત –
अनुष्टुप् एवं तत्त्वव्यवस्थित्या, स्वं व्यवस्थापयन् स्वयं । अलंध्यं शासनं जैनमनेकांतो व्यवस्थितः ॥२६३॥ એમ તત્ત્વ વ્યવસ્થિત્યા, સ્વ સ્વયં વ્યવસ્થાપતો; --- અલંધ્ય શાસન જૈન, અનેકાંત વ્યવસ્થિતો. ૨૬૩
અમૃત પદ - ૨૬૩
(“ધાર તરવારની એ રાગ ચાલુ) તત્ત્વ અનેકાંતની એમ વ્યવસ્થા થકી, સ્વને સ્વયં વ્યવસ્થાપનારો; શાસન જૈન અલંધ્ય વ્યવસ્થિત છે, આ અનેકાંત સિદ્ધાંત સારો. ૧ આ અનેકાંતની, જયપતાકા મહા, અત્ર ફરકાવી આ વિશ્વરંગે; જૈન શાસન તણો, ડંકો વગાડાવિયો, એમ ભગવાન અમૃતચંદ્ર... ૨ ચૌદ પૂર્વે તણો, સાર સંપૂર્ણ આ, ચૌદ આ અમૃત કળશે સમાવ્યો;
તત્ત્વચિંતામણિ “વિજ્ઞાનઘન” “અમૃત', નામનો સુજશ જગમાં જમાવ્યો.. ૩ અર્થ - એમ તત્ત્વ વ્યવસ્થિતિથી સ્વને સ્વયં વ્યવસ્થાપતો અનેકાંત “અલંધ્ય શાસન જૈન' - એવો અનેકાંત વ્યવસ્થિત થયો.
“અમૃત જ્યોતિ મહાભાષ્ય “સ્યાત્ મુદ્રા એ સ્વરૂપ સ્થિત આત્માની શિક્ષા છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ વિનતિ એ માનજો શક્તિ મુજ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે.” - શ્રી દેવચંદ્રજી
અનેકાંત સિદ્ધાંતની મહાપ્રતિષ્ઠા ઉદ્ઘોષતા આ કળશ કાવ્યમાં અનેકાંતના અનન્ય પરિજ્ઞાતા અને અદ્વિતીય વ્યાખ્યાતા અમૃતચંદ્રજી પૂર્ણ આત્માનુભવ નિશ્ચયથી ગર્જના કરે છે - તત્ત્વવ્યવસ્થિત્યા, હં વ્યવસ્થાપનું સ્વયં - એમ ઉક્ત પ્રકારે “તત્ત્વ વ્યવસ્થિતિથી” - તત્ત્વની વ્યવસ્થિતિથી – વિશેષે કરીને “અવસ્થિતિથી’ - “અવ' - સ્વ સમયની સ્વરૂપ મર્યાદાથી જેમ છે તેમ “સ્થિતિથી- નિશ્ચિત વૃત્તિથી “સ્વ” , પોતાને વ્યવસ્થાપતો - “અલંધ્ય શાસન જૈન” આ અનેકાંત આપોઆપ જ વ્યવસ્થિત' છે - ‘વિ” - વિશેષે કરીને “અવસ્થિત' છે, “અવ' - જેમ છે તેમ સ્વરૂપ મર્યાદાથી ‘સ્થિત” છે, “કર્તથ્ય શાસને તૈનમનેતો વ્યવસ્થિતઃ ' અર્થાત્ – એમ તત્ત્વની વ્યવસ્થા કરતા જિન ભગવાનને અલંધ્ય શાસન - એવા અનેકાંત પોતે જ વ્યવસ્થિત થયો, પોતે જ સ્વરૂપથી સુપ્રતિષ્ઠિત થયો. રતિ સિદ્ધ |
८४४