________________
સ્યાદ્વાદ અધિકારઃ સમયસાર કળશ ૨૨ : “અમૃત જ્યોતિ’
अनुष्टुप् इत्यज्ञानविमूढानां, ज्ञानमात्रं प्रसाधयन् । आत्मतत्त्वमनेकांतः, स्वयमेवानुभूयते ॥२६२॥ અજ્ઞાન મૂઢને એમ, જ્ઞાનમાત્ર પ્રસાધતો, આત્મતત્ત્વ અનેકાંત, અનુભૂત સ્વયં થતો. ૨૬૨
અમૃત પદ - ૨૬૨
(“ધાર તરવારની એ રાગ ચાલુ) અજ્ઞાન મૂઢો પ્રતિ, જ્ઞાનમાત્ર જ અતિ, આત્મનું તત્ત્વ તો આ પ્રસાધે, એવો અનેકાંત આ, અનુભવાયે સ્વય, જેને એકાંત કો ના જ બાધે... અજ્ઞાન મૂઢો પ્રતિ. ૧ તત્ અતત્ સત્ અસત્, નિત્ય અનિત્યવત્, એક અનેક અનેકાંત એવું, વિશુદ્ધ બે શક્તિનું, જ્યાં પ્રકાશન ઘણું, વસ્તુનું તત્ત્વ તે જાણી લેવું.. અજ્ઞાન મૂઢો પ્રતિ. ૨ શેય ને જ્ઞાનનો, એક છે અંત ના, એમ એકાંત વિધ્વંસનારી, નીતિ અનેકાંત આ, જ્ઞાનમાત્ર આત્મની, શુદ્ધ અનુભૂતિની અર્ધનારી... અજ્ઞાન મૂઢો પ્રતિ. ૩
અર્થ - એવા પ્રકારે અજ્ઞાન વિમૂઢો પ્રત્યે જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસાધતો એવી અનેકાંત સ્વયમેવ અનુભવાય છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩
ભાવ સાદ્વાદતા શુદ્ધ પ્રગટ કરી, નીપનો પરમ પદ જગવદિતો.” - શ્રી દેવચંદ્ર
એમ ચૌદ પૂર્વ સમા આ અપૂર્વ ચૌદ દિવ્ય “અમૃત કળશ કાવ્યોથી સમસ્ત એકાંતનું આત્યંતિક ખંડન અને અનેકાંતનું આત્યંતિક મંડન કરી, તેના ઉપસંહાર રૂપે આ કળશ કાવ્યમાં દિવ્યદૃષ્ટા અમૃતચંદ્રજી મહામુનિ વીર ગર્જના કરે છે - રૂત્યજ્ઞાનવિમૂઢાનાં જ્ઞાનમાત્ર પ્રસાધન માત્મતત્વમનેફ્રાંત: - એમ એવા પ્રકારે અજ્ઞાન વિમૂઢો પ્રત્યે જ્ઞાનમાત્ર આત્મતત્વ પ્રસાધતો અનેકાંત “સ્વયમેવ’ - આપોઆપ જ અનુભવાય છે - “સ્વયમેવાનુમૂયતે', અર્થાત્ એમ ચતુર્દશ પ્રકારોથી ઉક્ત પ્રકારે અજ્ઞાનથી “વિમૂઢ’ - વિશેષે કરીને અત્યંત મૂઢ – મોહમૂઢ જનો પ્રત્યે “માત્ર” - કેવલ જ્ઞાન સિવાય બીજું કંઈ પણ નથી એવું “જ્ઞાનમાત્ર’ - કેવલ જ્ઞાનમય આત્મતત્ત્વ “પ્રસાધતો' - પ્રકૃષ્ટપણે સાધતો એવો આ અનેકાંત “સ્વયમેવ’ - આપોઆપ જ પ્રત્યક્ષ આત્માનુભવથી અનુભવાય છે. આ અનેકાંત આત્મતત્ત્વ છે એવો આ અનેકાંત અનુભવ પ્રમાણ છે, આત્મનુભવ પ્રમાણથી સિદ્ધ છે.
G
૮૪૩