________________
સમયસાર : આત્મખ્યાતિ
स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितार्थोज्झनात्, तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान्सहार्थैर्वमन् । स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदनास्तितां, त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परात् ॥२५५॥ સ્વક્ષેત્રે સ્થિતિ અર્થ પૃથગ પરક્ષેત્રસ્થ અર્થો ત્યજી, નાશે તુચ્છ પશુ સાર્થ વમતો અત્રે ચિદાકારને;- - સ્યાદ્વાદી વસતો સ્વધામ જ પરક્ષેત્રે લહી નાસ્તિતા, અર્થો ત્યક્ત છતાં ન તુચ્છ પરથી કષત આકારને. ૨૫૫
અમૃત પદ - (૨૫૫)
(“ધાર તરવારની એ રાગ ચાલુ) સ્થિતિ કરવા સ્વ - ક્ષેત્રે પૃથવિધ પર - ક્ષેત્ર સ્થિત અર્થનો ત્યાગ કરતો, તુચ્છ થઈને પશુ, નાશને પામતો, ચિદાકારો સઅર્થો જ વમતો... ૧ સ્યાદ્વાદી તો પર – ક્ષેત્રમાં નાસ્તિતા, જાણતો તે વસંતો સ્વધામે,
અર્થો ત્યાગ્યા છતાં, ન અનુભવે તુચ્છતા, પરથી આકાર કષત રામે... ૨ અર્થ - સ્વક્ષેત્રે સ્થિતિને અર્થે પૃથવિધ ક્ષેત્રમાં સ્થિત અર્થોના ત્યાગ થકી તુચ્છ થઈને પશુ અર્થો સાથે ચિદાકારોને વમતો પ્રણાશ પામે છે, પણ સ્યાદ્વાદી તો સ્વ ધામમાં (સ્વ ક્ષેત્રમાં) વસતો, પરક્ષેત્રે નાસ્તિતા જાણતો, અર્થો ત્યક્ત (છોડી દીધેલ) છતાં પરમાંથી આકારકર્ષી (આકાર કર્જનારો - ખેંચનારો) સતો, તુચ્છતા નથી અનુભવતો.
, “અમૃત જ્યોતિ' મહાભાષ્ય ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે, પણ કિંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩
“અહો શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય રામી, એકતા નિત્યતા અસ્તિતા ઈતર યુત, ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી.” - શ્રી દેવચંદ્રજી
આગલા કળશ કાવ્યમાં કથેલ સાતમા પ્રકારથી વિરુદ્ધ - “રક્ષેત્રે સતત્ત્વ - “પારક્ષેત્રથી અસત્ત્વ - એ આઠમો પ્રકાર અત્ર કળશ કાવ્યમાં વર્ણિત કર્યો છે - ક્ષેત્રસ્થિત પૃથવિઘારક્ષેત્રસ્થિતીન્સનાતુ - “સ્વ ક્ષેત્રમાં' - પોતાના ક્ષેત્રમાં સ્થિતિને અર્થે “પૃથવિધ” - પૃથક પ્રકારના - જૂદા પ્રકારના પરક્ષેત્રમાં સ્થિત અર્થના “ઉઝનથી' - ત્યાગથી તુચ્છ થઈને પશુ અર્થો સાથે ચિદાકારોને વમતો’ - વમન કરતો “પ્રણશે છે' - પ્રણાશ - સર્વનાશ પામે છે - “તુચ્છીમાં g: પ્રશ્યતિ વિવાવારીનું સ્વાર્થે ઉમ, પણ “સ્વ ધામમાં - સ્વક્ષેત્રમાં વસતો સ્યાદ્વાદી તો પારક્ષેત્રમાં
નાસ્તિતા' - નાસ્તિત્વ - નહિ હોવાપણું જાણતો સતો, “ત્યક્તાર્થ' - અર્થો ત્યક્ત - ત્યજી દીધેલા છે એવો છતાં, પરમાંથી “આકારકર્ષી' - આકારને કષનારો - ખેંચનારો હોઈ તુચ્છતા નથી અનુભવતો –
તાર્થો ન તુચ્છતાનુમવત્યારર્થી પરાતું ! કારણકે ય આકારે જ્ઞાનમાં પ્રતિભાસે છે, નહિ કે શેય અર્થ.
અર્થાત્ - અજ્ઞાની પશુ છે તે સ્વ ક્ષેત્રે સ્થિતિ કરવાને તો ઈચ્છે છે, પણ તે અર્થે તે “પૃથ વિધી
૮૩૦