________________
સ્યાદવાદ અધિકાર: “આત્મખ્યાતિ’ : “અમૃત જ્યોતિ
तदतत्त्वमेकानेकत्वं सदसत्त्वं नित्यानित्यत्वं च प्रकाशत एव । -
આ અનેકાંત, તત્ત્વનો અવિસંવાદી અસંદિગ્ધ વિનિશ્ચય દઢ કરાવનારી પરમ સુંદર યુક્તિ છે. દાખલા તરીકે - તે આત્મા પર ઉતારીએ તો તે સ્વરૂપથી તત્ છે, પણ પરરૂપથી અતત્ છે, સ્વદ્રવ્ય ક્ષેત્ર - કાલ - ભાવથી તે સતુ - હોવા રૂપ અતિરૂપ છે, પણ પરદ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી અસતુ - નહિ હોવારૂપ નાસ્તિરૂપ છે. ધર્મારૂપ એવા દ્રવ્યની અપેક્ષાએ તે એક અખંડ પિડ રૂપ અભેદ છે, પણ ધર્મ – ગુણ પર્યાયની અપેક્ષાએ અનેક ખંડ ખંડ ભેદરૂપ છે. ધ્રુવ એવા દ્રવ્યની દૃષ્ટિએ તે નિત્ય છે, પણ પર્યાયની દૃષ્ટિએ અનિત્ય છે. આમ પદ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી આત્મા ભિન્ન છે, એવું તત્ત્વ નિશ્ચય રૂપ ભેદજ્ઞાન આથી વજલેપ દઢ થાય છે અને આમ અસ્તિનાસ્તિ રૂપ એવી પ્રત્યેક વસ્તુ એકાનેક, નિત્યાનિત્ય ને ભેદભેદ રૂપ સુપ્રતીત થાય છે. એક જ પુરુષ બાલ - યુવા - વૃદ્ધ એ ત્રણે અવસ્થાનો અનુભવ કરે છે, પણ પુરુષ તો તેનો તે જ છે. સમુદ્રના મોજાં પલટાય છે, પણ સમુદ્ર પલટાતો નથી, તેમ પૂર્વ પર્યાયનો નાશ થઈ, ઉત્તર પર્યાયની ઉત્પત્તિ થાય છે, પણ આત્મ - દ્રવ્ય તો ધ્રુવ જ રહે છે. ઘડાનો નાશ થઈ મુકુટ બનાવ્યો, પણ સોનું તો તેનું તે જ છે. આમ અનેકાંત એવી પ્રત્યેક વસ્તુનું ઉત્પાદ – વ્યય - ધ્રૌવ્ય યુક્ત એવું “સત્” સ્વરૂપ છે. આવા એકાક્ષરી “સ” સ્વરૂપમાં જ આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન શકાય છે. આ ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય એ જ ગણધરોને દ્વાદશાંગીનું રહસ્ય પમાડનારી સુપ્રસિદ્ધ ‘ત્રિપદી' છે અને એ જ અપેક્ષાવિશેષે રૂપક રૂપે ઘટાવીએ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ત્રિમૂર્તિ છે.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ-૨૩ (સ્વરચિત)
- -3
૮૦૯