________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૫
આ એક જગતું ચક્ષુ અક્ષય પૂર્ણતા પામે છે એવા ભાવનો સમયસાર કળશ (૫૩) સંગીત કરે છે -
अनुष्टुप् इदमेकं जगचक्षुरक्षयं याति पूर्णतां । विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत् ॥२४५॥ એહ એક જગ ચક્ષુ, અક્ષય પૂર્ણતા લહે;
વિજ્ઞાનઘન આનંદ-મય, સાક્ષાત્ પમાડતું. ૨૪૫ અર્થ - આનંદમય વિજ્ઞાનઘનને અધ્યક્ષતા (પ્રત્યક્ષતા) પમાડતું એવું આ એક અક્ષય જગતચક્ષુ પૂર્ણતા પામે છે – ૨૪૫
અમૃત જ્યોતિ' મહાભાષ્ય કેવળ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન... કેવળ જ્ઞાન છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૮), ૭૧૦ આ એક અક્ષય જગતુચક્ષુ પૂર્ણ થાય છે એવા પરમ પરમાર્થગંભીર શબ્દોમાં આ સમયસાર શાસ્ત્રને પરમ ભવ્ય અંજલિ અર્પતા આ ઉત્થાનિકા કળશમાં આચાર્યચૂડામણિ અમૃતચંદ્રાચાર્યજીએ આ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરતી અંતિમ ગાથાના ભાવનું સૂચન કર્યું છે - મેવ ની સુરક્ષય યાંતિ પૂર્ણતાં - આ એક અક્ષય એવું જગચક્ષુ પૂર્ણતા પામે છે. આ એક - અદ્વિતીય જેનો ક્ષય નથી એવું અક્ષય જગતુચક્ષુ વિશ્વનું દર્શન કરાવનારું ચક્ષુ - વિશ્વનેત્ર પૂર્ણતા - પૂર્ણપણે પામે છે. કેવું છે આ જગતુચક્ષુ? આનંદમય એવા વિજ્ઞાનઘનને અધ્યક્ષતા - પ્રત્યક્ષતા પમાડતું એવું, આનંદમય વિજ્ઞાનઘન આત્માનું પ્રત્યક્ષ – સાક્ષાત્ દર્શન કરાવતું એવું - “વિજ્ઞાનધનમાનંદમયમધ્યક્ષતાં નયતું !'
અમૃત પદ – (૨૪૫) એક એહ જગચક્ષુ અક્ષય, અત્ર પૂર્ણતા પામે, વિજ્ઞાનઘન આનંદમય અધ્યક્ષ, દેખાડતું જે સામે... એક એહ જગચક્ષુ અક્ષય. ૧
સમયસાર' જગચક્ષુ વિના તો, જગમાં બધે અંધારું, જગમાં વસ્તુ કાંઈ ન દીસે, ગોથાં ખાય બિચારું... એક એહ જગચક્ષુ અક્ષય. ૨ “સમયસાર' જગચક્ષુ વિના જગ, અંધમાર્ગમાં ચાલે, ઉત્પથ કુપથે ઠેબાં ખાતું, અંધ શું કાંઈ ન ભાળે... એક એહ જગચક્ષુ અક્ષય. ૩ સમયસાર' જગચક્ષુ આ તો, જગત સકલ દેખાડે, જ્ઞાન પ્રકાશ રેલાવી, જગમાં સર્વ પ્રકાશ પમાડે.. એક એહ જગચક્ષુ અક્ષય. ૪ સમયસાર” જગચક્ષુ જગમાં, સાચો માર્ગ બતાવે, જગને સાક્ષાત્ દષ્ટા કરતું, સન્માર્ગે જ ચલાવે... એક એહ જગચક્ષુ અક્ષય. ૫ “સમયસાર જગચક્ષુ આ તો, દિવ્ય ચક્ષુ જગ અપ્યું, કુંદકુંદ દિવ્ય દષ્ટાએ, આત્મ સર્વસ્વ સમપ્યું... એક એહ જગચક્ષુ અક્ષય. ૬ આ જગચક્ષુના સર્જનમાં, આત્મ વિભવ સહુ અર્પ, “એકત્વ વિભક્ત આત્મ દર્શાવું, પ્રતિજ્ઞા જેણે “તÍ'... એક એહ જગચક્ષુ અક્ષય. ૭
૭૯૩