________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપ, નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૧
પણ આથી ઉલટું વ્યવહારપથને આશ્રી જેઓ દ્રવ્યલિંગનું મમત્વ ધરે છે તેઓ સમયસારને દેખતા નથી એમ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ શાર્દૂલવિક્રીડિત ઉત્થાનિકા કળશમાં પુરુષશાર્દૂલ અમૃતચંદ્રજી વીરગર્જના કરે છે - જે નૈન રિહૃત્ય . પણ - ઉપરમાં કહ્યું તેથી ઉલટા પ્રકારે જે “આને' - આ પરમાર્થ મોક્ષમાર્ગને પરિહરીને - છોડી દઈને, સંવૃતિ પથે પ્રસ્થાપિત આત્માથી - સંવૃતિપથપ્રસ્થાપિતેનાત્મના - વ્યવહાર માર્ગમાં પ્રસ્થાપન કરેલ આત્માએ કરી તત્ત્વાવબોધથી શ્રુત ભ્રષ્ટ થયેલાઓ - તત્ત્વવવવવુતી: - દ્રવ્યમય લિંગમાં મમતા વહે છે - ધારણ કરે છે, સિફે દ્રવ્યમયે વતિ મમતા - તેઓ નિત્યોદ્યોત – નિત્ય ઉદ્યોત – જ્ઞાન પ્રકાશવાળો, અખંડ, એક, અતુલ - આલોક - પ્રકાશવાળા એ સ્વભાવ પ્રભા પ્રાગુભારવાળો - સ્વભાવની પ્રભાના - પ્રકૃષ્ટ તેજના પ્રાગુભાર - મહાભારવાળો અમલ - પરભાવ વિભાવમલ રહિત શુદ્ધ સમયનો સાર સમયસાર અદ્યાપિ - હજુ સુધી દેખતા નથી – નિત્યોથીત મહંમેવમતુલાનો સ્વભાવ-પ્રારમાર સમયસ્થ સારમત્તિ નાથાપિ જયંતિ તે !
અર્થાત્ - ઉપરમાં “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં તેમજ તેના સારસમુચ્ચયરૂપ છેલ્લા કળશમાં અન્વયથી પરમાર્થ મોક્ષમાર્ગનું વિધાન કર્યું, તે જ અત્ર વ્યતિરેકથી કર્યું છે - જેઓ આ ઉપરોક્ત રત્નત્રયીમય એક આત્મારૂપ જ પરમાર્થ મોક્ષમાર્ગને છોડી દઈને, વ્યવહાર પથમાં આત્માને પ્રસ્થાપિત કરી, “તત્ત્વાવબોધથી’ ચુત થઈ - જે પ્રકારે વસ્તુનું સ્વરૂપ છે તે પ્રકારે જે તપણું - તત્ત્વ, તેના “અવબોધ' - “અવ’ - જેમ છે તેમ વસ્તુ મર્યાદા પ્રમાણે “બોધ' - જ્ઞાન જ્યાં છે એવા તત્ત્વાવબોધથી
ત' - ભ્રષ્ટ - પ્રમત્ત થઈ, દ્રવ્યમય લિગમાં - દેહાશ્રિત દ્રવ્યલિંગમાં - બાહ્ય વેષ ચિહ્નમાં “મમતા” - મમકાર વહે છે - ધારણ કરે છે, તેઓ “અમલ” - મલ રહિત - શુદ્ધ એવો સમયનો સાર - સમયસાર” - શુદ્ધ આત્મા “અદ્યાપિ’ - હજુ સુધી દેખતા નથી.
કેવો છે સમયસાર ? “નિત્યોદ્યોત' - નિત્ય - સદાય “ઉદ્યોત' - જ્ઞાન પ્રકાશવાળો, સદાય જ્ઞાન પ્રકાશથી ઝળહળતો, “અખંડ' - કદી પણ ખંડિત ન થતો, ‘એક’ - શુદ્ધ શાયક ભાવ સિવાય બીજો કોઈ ભાવ જ્યાં નથી એવો “અદ્વૈત', “અતુલાલોક' - જેની તુલ્ય - સમાન બીજો કોઈ નથી એવો અતુલ આલોક – પ્રકાશવાળો, “સ્વભાવ પ્રભા પ્રાગુભારવંત’ - સ્વભાવની પ્રજાનો - ઝળહળતી કાંતિનો - ‘પ્રાગુભાર” - મહાભાર જ્યાં છે એવો, આવા અમલ - શુદ્ધ સમયસારને તે વ્યવહારમાર્ગના આશ્રયે કરી તત્ત્વાવબોધથી યુત થયેલાઓ “અદ્યાપિ' - અનાદિથી આ વ્યવહાર માર્ગ કર્યા કરતાં છતાં હજુ સુધી દેખતા નથી. તે જ સ્વયં એમ સૂચવે છે કે અનાદિ વ્યવહારમાર્ગનો આશ્રય કર્યાથી જેમ તેમને શુદ્ધ આત્માનું દર્શન થયું નથી, તેમ હજુ પણ જ્યાં લગી તેઓ વ્યવહારમાર્ગનો આશ્રય કરી, દ્રવ્યલિંગનું મમત્વ વહ્યા કરશે ત્યાં લગી ભગવાન સમયસારનું દર્શન પામે એવો સંભવ નથી. માટે વ્યવહારમાર્ગનો આગ્રહ છોડી અને તેના અંગભૂત દ્રવ્યલિંગનો મમકાર છોડી, એક પરમાર્થ મોક્ષમાર્ગનો જ આશ્રય મુમુક્ષુએ કર્તવ્ય છે.
૭૮૩ .