________________
સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૩૬
અને આ ત્યાગ-આદાન શૂન્ય અવસ્થિત જ્ઞાન એ જ પૂર્ણ આત્માનું આત્મામાં સંધારણ છે – એવા ભાવનો અમૃત સમયસાર કળશ (૪૪) અમૃતચંદ્રજી લલકારે છે
उपजाति
उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् तथात्तमादेयमशेषतोस्तत् । यदात्मनः संहृतसर्वशक्तेः,
पूर्णस्य संधारणमात्मनीह ॥ २३६ ॥
-
ત્યાગી દીધું ત્યાજ્ય અશેષથી તે, ગ્રહી લીધું ગ્રાહ્ય અશેષથી તે;
જે પૂર્ણ સૌ સંહત શક્તિ આંહિ, આત્માનું સંધારણ આત્મમાંહિ. ૨૩૬ અમૃત પદ ૨૩૬
જ્ઞાનને ઉપાસીએ...' એ રાગ
-
આત્મસંધારણ પૂર્ણ આત્માનું, એમ આત્મામાં કીધું......
કૃતકૃત્ય ભગવાન્ આત્માએ, અનુભવ અમૃત પીવું... આત્મ સંધારણ. ૧ મૂકવા યોગ્ય તે મૂકી દીધું, શેષ રહેવા ન કંઈ દીધું,
ગ્રહવા યોગ્ય તે ગ્રહી લીધું બધું, શેષ રહેવા ન કંઈ દીધું... આત્મ સંધારણ. ૨ આત્મશક્તિ દળ આત્મ વ્હારે જતું, સંહત તે કરી લીધું,
આત્માને પૂર્ણ જ આત્મામાં ધારી, આત્મ સંધારણ કીધું... આત્મ સંધારણ. ૩ જ્ઞાન તણો રત્નાકર ભરિયો, જ્ઞેય ઉલેચી જાતો !
આંધળો સીંદરી વણતો જાયે ને, પાડો તે જાયે ખાતો... આત્મ સંધારણ. ૪
અનંત શક્તિનો સ્વામી આ આતમા, શક્તિ ન અંગ સમાતી,
આત્માથી બ્હારમાં શક્તિ આત્માની, જાતી'તી જે વેડફાતી... આત્મ સંધારણ. ૫
તે સર્વ સંહૃત કરી આત્મામાં, સંભૃત સર્વ તે કીધી,
આત્માની શક્તિ પાછી ખેંચી તે, આત્મામાં સકલ સમાવી દીધી... આત્મ સંધારણ. ૬ પરભાવ નિમિત્તે ભજતો વિભાવને, આત્મા સ્વભાવ સ્વ છોડી,
તે પરભાવને દીધી તિલાંજલિ, દીધા વિભાવ જ જોડી... આત્મ સંધારણ. ૭
સ્વભાવમાં ધારણ કરી, આત્મ પૂર્ણ પ્રગટ તે કીધો,
આત્મામાં અમૃતચંદ્ર ભગવાન, અનુભવ અમૃત પીધો... આત્મ સંધારણ. ૮ આત્મ સંધારણ પૂર્ણ આત્માનું, એમ આત્મામાં કીધું,
કૃતકૃત્ય ભગવાન આત્માએ, અનુભવ અમૃત પીધું... આત્મ સંધારણ પૂર્ણ. ૯
અર્થ - ઉન્મોચ્ય (સર્વથા મૂકવા યોગ્ય) હતું, તે અશેષથી ઉન્મુક્ત થયું, તથા જે આદેય (ગ્રહવા યોગ્ય) હતું તે અશેષથી આત્ત થયું (ગૃહી લેવાયું), કે જેથી સર્વ શક્તિ જેની સંદ્ભુત છે એવા પૂર્ણ આત્માનું અહીં આત્મામાં સંધારણ થયું. ૨૩૬
૭૬૩