________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૩૪
અહીંથી સમસ્ત વસ્તુ વ્યતિરેક નિશ્ચય થકી જ્ઞાન અવતિષ્ઠ છે, એવા ભાવનો સમયસાર કળશ (૪૨) સંગીત કરે છે -
वंशस्थवृत्त इतः पदार्थप्रथनावगुंठनाद्, विना कृतेरेकमनाकुलं ज्वलत् । समस्तवस्तुव्यतिरेकनिश्चयात्, विवेचितं ज्ञानमिहावतिष्ठते ॥२३४॥ ઈતઃ પદાર્થ પ્રથના અવગુંઠને, વિના કૃતિ એક અનાકુલ જ્વલંતુ; સમસ્ત વસ્તુ વ્યતિરેક નિશ્ચયે, વિચિત જ્ઞાન અવતિષ્ઠતું અહીં. ૨૩૪
અમૃત પદ - ૨૩૪
(પ્રશમરસ પીઓ સંત રે... ધ્રુવ પદ) પદાર્થ પ્રગટ જ્ઞાન સ્વરૂપના, પ્રખ્યાપન તણું સંત રે ! અહીંથી પદાર્થ વિસ્તારના અવગુંઠને પ્રકાશિત રે... પ્રશમરસ પીઓ સંત રે ! ૧ વિના કૃતિએ એક સર્વથા, અનાકુલ જ ઉજ્વલંત રે, સમસ્ત વસ્તુ વ્યતિરેકનાં, નિશ્ચયથી અત્યંત રે... પ્રશમરસ પીઓ ! ૨ વિવેચિત એવું જ્ઞાન આ, આંહી અવતિષ્ઠત રે,
વિજ્ઞાનઘન ભગવાન આ, અમૃત વૃષ્ટિ વરવંત રે... પ્રશમરસ પીઓ ! ૩ અર્થ - અહીંથી પદાર્થ પ્રથના - વિસ્તારના અવગુંઠનથી વિના કૃતિએ એક અનાકુલ જ્વલંત એવું સમસ્ત વસ્તુના વ્યતિરેક નિશ્ચયથી વિવેચિત જ્ઞાન અહીં અવતિષ્ઠ છે. ૨૩૪
અમૃત જ્યોતિ મહાભાષ્ય હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૫૪), હાથનોંધ પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત કરવો એમ નિગ્રંથ કહે છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ-૧-૧ જ્ઞાનથી અતિરિક્ત સમસ્ત ભાવનું હવે પછીની ગાથાઓમાં પ્રસ્પષ્ટ વિવિક્તપણું કહેવામાં આવે છે, તેનું આ ઉત્થાનિકા કળશમાં સૂચન કર્યુ છે - હવે અહીંથી પદાર્થ પ્રથનના - વિસ્તારના - અવગુંઠન થકી વિના કૃતિએ એક અનાકુલ જ્વલંત - ઝળહળતું એવું સમસ્ત વસ્તુના વ્યતિરેકના - ભિન્નપણાના નિશ્ચયથી સમસ્તવસ્તુવ્યતિરેકનિશ્ચયાત, વિવેચિત - વિવેક કરાયેલું જ્ઞાન અહીં અવતિષ્ઠ છે - જેમ છે તેમ ત્રિકાળ સ્થિતિ કરે છે - વિતિ જ્ઞાનામાવતિwતે |
આ સામાન્ય કથનની વિશેષ વિચારણાથી કરીએ – “તઃ' - અત્ર અજ્ઞાનચેતનાના વિધ્વંસ પછી કેવલ જ્ઞાનચેતનામાં વિહરતા વર્તતા જ્ઞાનની આચાર્યજી મુક્તકંઠે પ્રસ્તુતિ કરે છે - ‘રૂ - આ લોકને વિષે આગામી ભવિષ્યત્ કાલમાં જ્ઞાન “અવતિષ્ક છે' - સ્થિતિ કરે છે. તે આ પ્રકારે
૭૪૯