________________
સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંક ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) કળશ ૨૩૩ કર્મફળ સં. ભાવના કાવ્યમાં જ્ઞાનાવતાર અમૃતચંદ્રજીએ આ અદ્ભુત ઓર જ્ઞાનદશા પ્રત્યેનો પોતાનો સ્વાનુભવજન્ય પરમ પ્રેમ પ્રવ્યક્ત કર્યો છે – ૫: પૂર્વમાવેતર્મવિષકુમાણ, કુંવત્તે તાનિ ન હતુ સ્વત વ તૃR: - પૂર્વભાવથી - પૂર્વના - આગળના અજ્ઞાન ભાવથી કરેલા કર્મ - વિષદ્રમોના - કર્મ૩પ ઝેરી છોડવાઓના કળો જે નિશ્ચયે કરીને સ્વત એવ - આપોઆપ જ - પોતે જ તૃપ્ત થયેલો ભોગવતો નથી, તે આ આપાતકાલ રમણીય - આપાત કાલથી - આવી પડવાના શરૂઆતના સમયથી માંડીને રમણીય - સુંદર એવું અત્યંત રમ્ય નિષ્કર્મ શર્મમય - નિષ્કર્મ સુખમય દશાંતરને પામે છે - કદી પણ પૂર્વે નહિ અનુભવેલી એવી અપૂર્વ અભુત ઓર દશાને પામે છે, નિષ્કર્મશfમયતિ સુશાંતાં સઃ |
અહીંથી કર્મ-કર્મફલ એ બે પ્રકારની અજ્ઞાનચેતના નટાવીને જ્ઞાનસંચેતના સાનંદ નટાવી પ્રશમરસ સર્વકાલ પીઓ એવા ભાવનો સમયસાર કળશ (૪૧) લલકારે છે –
स्रग्धरा अत्यंतं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच, प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः । पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां, सानंदं नाटयंतः प्रशमरसमितः सर्वकालं पिबंतु ॥२३३॥ કર્મોથી તત્ ફલોથી વિરતિ અવિરત એમ અત્યંત ભાવી, અજ્ઞાન ચેતનાનું પ્રલયન સહુનું સ્પષ્ટસ્પષ્ટ નટાવી; પૂર્ણ સ્વભાવ સ્વરસ પરિગતો કરીને જ્ઞાનસંચેતના સ્વા, સાનંદે નાટયતા પ્રશમરસ પીઓ સર્વકાળે જ હાવાં. ૨૩૩
અમૃત પદ - ૨૩૩. ધન્ય રે દિવસ આ અહો !' - એ રાગ (અથવા “શાંતિ જિન એક મુજ વિનતિ' - એ રાગ) પ્રશમરસ પીઓ સંત રે ! અહીંથી કાળ અનંત રે, જ્ઞાન ચેતના સ્વ આત્મની, સાનંદ નટાવંત રે... પ્રશમરસ પીઓ સંત રે ! ૧ વિરતિ કર્મથી કર્મફલથી, અવિરત ભાવી અત્યંત રે, અખિલ અજ્ઞાન ચેતનાતણું, નટાવી પ્રલયન સંત રે... પ્રશમરસ. ૨ સ્વરસ પરિગત સ્વભાવને, પૂર્ણ કરી અત્યંત રે, જ્ઞાન ચેતના સ્વ આત્મની, સાનંદ નટાવંત રે... પ્રશમરસ. ૩ પ્રશમ રસ પીઓ સંત રે ! અહીંથી કાળ અનંત રે, ભગવાન અમૃતચંદ્ર એ, પ્રશમામૃત વરષત રે... પ્રશમરસ. ૪
૭૪૭