________________
સમયસાર : આત્મખ્યાતિ
अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति
હવે સકલ કર્મફલ સંન્યાસ ભાવના આ સમયસાર કળશમાં (૩૮) નટાવે છે
-
आर्या
विगलंतु कर्मविषतरुफलानि मम भुक्तिमंतरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानं ॥ २३०॥
-
=
ભુક્તિ વિના જ અહીં મ્હારી, કર્મ વિષતરુ ફલો ગળી જજો !
સંચેતું છું હું અચલ ભોગવટા વિણ જ મ્હારા, ચૈતન્યાત્મ આત્મને આ જો ! ૨૩૦
અમૃત પદ ૨૩૦
(ઢાળ - એ જ)
કર્મ વિષતરુ ફળો ગળો રે, ભોગવ્યા વિણ મ્હારા જ,
સંચેતું છું હું અચલ આ રે, ચૈતન્યાત્મ આત્મા જ... વત્તું ચૈતન્યાત્મ આત્મમાં રે.
અર્થ હવે સકલ કર્મફલ સંન્યાસ ભાવના નટાવે છે કર્મ વિષતરુના ફલો મ્હારી ભુક્તિ
(ભોગવટા) વિના જ વિગળી જાઓ ! હું અચલ એવા ચૈતન્યાત્મ આત્માને સંચેતું છું. ૨૩૦
-
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘જગત્માંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે, તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું, એ જ તેની (રાજચંદ્રની પોતાની) સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૮), ૩૭
આમ સકલ કર્મ સંન્યાસભાવનાનું નાટક કરાવી, પરમ અધ્યાત્મ નાટ્યકાર પરમ ભાવિતાત્મા મહાત્મા અમૃતચંદ્રજી સકલ કર્મફલ સંન્યાસ ભાવનાનું નાટક કરાવવાનો ઉપક્રમ કરતાં, તે ભાવનાના બીજમંત્ર રૂપ આ કળશ કાવ્ય પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - વિાતંતુવિષતતાનિ - કર્મ વિષતરુના ફલો વિગલી જાઓ ! આ જ વિસ્તારથી વર્ણવવામાં આવે છે તે કર્મ વિષવૃક્ષના - કર્મરૂપ ઝેરી ઝાડના ઉદય વિપાક રૂપ ફળો વિગલો - વિશેષે કરીને સર્વથા ગળી જાઓ ! ખરી પડો ! નિર્જરી જાઓ ! કેવી રીતે ? મમ મુક્તિમંતરેૌવ - મ્હારી ભુક્તિ - ભોગવટા વિના જ, આ કર્મફલો હું છું એમ વેદવા - ચેતવા વિના જ - વગર ભોગવ્યે જ આ કર્મ વિષવૃક્ષના ફળો ગળી જાઓ ! પોતપોતાનો ઉદય વિપાક ભાવ ભજવી નિર્જરી જાઓ ! મ્હારી તેમાં આત્મબુદ્ધિ છે જ નહિ, એટલે હું તેને ચેતતો જ નથી, પણ હું તો કોઈ પણ પરભાવથી ચલાયમાન ન થાય એવા અચલ ચૈતન્ય છે આત્મા જેનો એવા ચૈતન્યાત્મ આત્માને સંચેતું છું સમ્યપણે ચેતું છું संचेतयेहमचलं અનુભવું છું चैतन्यात्मानमात्मानं ।
અને તથા પ્રકારે પ્રત્યેક કર્મ પ્રકાર અંગે ચૈતન્યાત્મા આત્માને જ હું સંચેતું છું' - એવી ‘ધૂન’ અમૃતચંદ્રજીએ ગજાવી છે
-
नाहं मतिज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥१॥ नाहं श्रुतज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥२॥ नाहमवधिज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥३॥ नाहं मनःपर्ययज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥४॥ नाहं केवलज्ञानावरणीयकर्मफलं भुंजे चैतन्यात्मानमात्मानमेव संचेतये ॥५॥
૭૩૨