________________
સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ઃ કળશ ૨૨૯ પ્રત્યેકે પ્રત્યેક પરભાવ - વિભાવને આલોચવો - વીણી વીણીને લુંચી નાંખવોને માત્ર આલોચવું - અવલોકવું - જોયા કરવું એ જ “આલોચના'નો અર્થ છે, સમસ્ત કર્તુત્વ ભાવ છોડી માત્ર સાક્ષી રૂપે કેવલી દૃષ્ટા-જ્ઞાતા ભાવે આલોચ્યા કરવું - જોયા કરવું એ જ આલોચનાનો ઉદ્દેશ છે અને એવી આલોચના જે કરે તે આત્મા જ પોતે કેવલ સાક્ષી રૂપ દેશ જ્ઞાતાભાવે આલોચનારો સાક્ષાત મૂર્તિમાનું આલોચના' બની આત્મામાં ચરનારો - રમણ કરનારો સાક્ષાત ચારિત્રમૂર્તિ હોય છે. એટલે આ આલોચનાને પણ “કલ્પ” – જ્ઞાની પુરુષોનો આચાર વિધિ - ચારિત્ર પ્રકાર કહ્યો તે પણ યથાર્થ જ છે.
કારણકે આ અંગે શ્રી નિયમસારમાં આલોચનાધિકારે પ્રકાશ્ય છે તેમ - “નોકર્મ અને કર્મથી રહિત, વિભાવ ગુણ પર્યાયથી વ્યતિરિક્ત (જૂદા) એવા આત્માને જે ધ્યાવે છે, તે શ્રમણને “આલોયણ' - આલોચન હોય છે. આલોયણ (આલોચન) આલુંછન, વિકટીકરણ અને ભાવશુદ્ધિ એમ અહીં ચતુર્વિધ - ચાર પ્રકારનું આલોયણ લક્ષણ સમયમાં - શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે - (૧) જે પરિણામને સમભાવમાં સંસ્થાપીને આત્માને દેખે છે (આલોચે છે - અવલોકે છે) તેને “આલોયણ” (આલોચન) જાણો એમ પરમ જિનેન્દ્રનો ઉપદેશ છે. (૨) કર્મમહીરૂહના - કર્મવૃક્ષના મૂલચ્છેદમાં સમર્થ એવો સ્વકીય પરિણામ રૂ૫ સ્વાધીન સમભાવ તે “આલુંછન એમ સમુદિષ્ટ છે. (આલુંછન = સર્વથા લૂંછી નાંખવું - ભૂંસી નાંખવું. મૂળથી છેદી નાંખવી. (૩) વિમલગુણ નિલય - વિમલ ગુણના નિવાસ ધામ એવા આત્માને મધ્યસ્થ ભાવનાએ કરી કર્મથી ભિન્ન ભાવે તે “વિકટીકરણ એમ જાણવું. (૪) મદ-માન-માયા-લોભથી વિવર્જિત - સર્વથા રહિત એવો ભાવ તે “ભાવશુદ્ધિ’ એમ લોકાલોક પ્રદર્શીઓએ ભવ્યોને પરિકથિત કર્યું છે – સર્વથા કથન કર્યું છે.
આમ આલોચના પરમાર્થ પ્રમાણે જે સમભાવભાવી આત્મપરિણામમાં સ્થિત આત્મા આત્માને આલોચવા - દેખવા રૂપ “આલોચન' કરે છે, કર્મ વૃક્ષનું મૂળ લૂંછી - છેદી નાંખવા રૂપ “આલુંછના કરે છે. આત્માને કર્મથી ભિન્ન ભાવવા રૂ૫ “વિકટીકરણ” કરે છે અને મદ-માનાદિ વિભાવથી વિરહિત એવો શુદ્ધ આત્મભાવ ધરવા રૂપ “ભાવશુદ્ધિ કરે છે - એવો ચતુર્વિધ આલોચના કલ્પ - આચાર વિધિ જે આચરે છે, તે આલોચના આચરનારો સાક્ષાત્ આલોચના સ્વરૂપ આત્મા સાક્ષાતુ શુદ્ધ આત્મામાં ચરનારો - રમણ કરનારો સાક્ષાત્ ચારિત્રમૂર્તિ હોય છે, તે જ સાક્ષીરૂપ કેવલ દેશ જ્ઞાતા ભેદ વિજ્ઞાની જ્ઞાનદશાને પામેલો શુદ્ધોપયોગ દશાસંપન્ન સાચો “શ્રમણ’ હોય છે, તે જ શુદ્ધ આત્માનુભૂતિ રૂપ જ્ઞાન ચેતના સંચેતનારો ચેતયિતા શુદ્ધ ચૈતન્યમૂર્તિ હોય છે અને તે જ સર્વ પરભાવ - વિભાવથી વિરહિત સહજ સ્વભાવભૂત આત્મ સ્વરૂપનો સ્વામી સાક્ષાત્ “સહજાત્મ સ્વરૂપ” હોય છે.
"णोकम्मकम्मरहियं विहावगुणपज्जएहिं विदिरित्तं । अप्पाणं जो प्रायदि समणस्सालोयणं होदि ॥ आलोयणमालुछण वियडीकरणं च भावसुद्धी य । चउविहमिह परिकहियं आलोयण लक्खणं समए ॥ जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणाम । आलोयणमिदि जाणह परमजिणंदस्स उबएसं ॥ कम्ममहीरुहमूलच्छेदसमत्थो सकीय परिणामो । साहीणो समभावो आलुछणमिदि समुद्दिढें ॥ कम्मादो अप्पाणं भिण्णं भावइ विमलगुणणिलयं । मज्झत्य भावणाए वियडीकरणं ति विष्णेयं ॥ मदमाण माय लोह विवजित भावो दु भावसुद्धि ति ।
દિઈ મવાળ તોરાનોરથરિલિર્દિ ” - શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત શ્રી નિયમસાર”
૭૩૧