________________
સમયસાર : આત્મખ્યાતિ
તે દુઃખ એમ સુખ દુઃખનું લક્ષણ છે. શ્રી હરિભદ્રાચાર્યજીએ શ્રી યોગદષ્ટિસમુચ્ચય' શ્લોક ૧૭૨માં કહ્યું છે તેમ - “પરવશ” એવું સર્વ દુઃખ છે, આત્મવશ એવું સર્વ સુખ છે, આ સમાસથી - સંક્ષેપથી સુખ-દુઃખનું લક્ષણ કહ્યું છે.” અર્થાત્ આ વિવેચતાં આ વિવેચન લેખકે (ડૉ. ભગવાનદાસ) ત્યાં કહ્યું છે તેમ - જે કાંઈ પરવશ - પરાધીન છે, તે બધુંય દુઃખ છે અને જે સ્વવશ - આત્મવશ છે તે બધુંય સુખ છે, કારણકે તેમાં સુખ-દુઃખના લક્ષણનો યોગ છે. આ સંક્ષેપમાં સુખ-દુઃખનું લક્ષણ સ્વરૂપ મુનિએ કહ્યું છે. સામાન્ય લોક વ્યવહારમાં પણ કહેવાય છે કે “પારકી આશ સદા નિરાશ'. પરાધીનતા - પરતંત્રતા જેવું કોઈ દુઃખ નથી ને સ્વાધીનતા - સ્વતંત્રતા જેવું કોઈ સુખ નથી. કોઈ પારકી આશે ઓશીયાળો થઈને પડ્યો હોય, તેનું દુઃખ તે પોતે જ જાણે છે. પરાધીન - પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુઃખ ભોગવવું પડે છે, તે હાલના જમાનામાં સર્વ કોઈ જાણે છે. આમ જેમ વ્યવહારમાં તેમ પરમાર્થમાં પણ પરાધીનતા - પરતંત્રતા એ દુઃખ છે, સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાર્થથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત - જૂદી એવી પરવસ્તુને આધીનપણું - પરતંત્રપણું, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપણું - સ્વતંત્રપણું. જેમાં પર વસ્તરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે સુખ નથી, પણ દુઃખ જ છે, અથવા કેવલ સુખાભાસ જ, એમ આપણે પૂર્વે વિસ્તારથી વિચારી ગયા. જેમાં એક શુદ્ધ આત્મવસ્તુનું જ અવલંબન છે, એવું નિરપેક્ષ આત્મસુખ એ જ વાસ્તવિક સુખ છે, કારણકે “સાપેક્ષ અસમર્થ, નિરપેક્ષે સમર્થ' સાપેક્ષ તે અસમર્થ છે, નિરપેક્ષ તે સમર્થ છે, આમ પરમાર્થ પરિભાષા છે. તેમજ - ત્યાં યોગદષ્ટિ સમુચ્ચયમાં ગ્લો. ૧૭૩ માં કહ્યું છે તેમ “એમ પુણ્યની અપેક્ષાવાળું સુખ
પણ પરવશ સ્થિત છે અને તેથી કરીને આ તેના લક્ષણના નિયોગથી દુઃખ પુયાપેલી સુખ જ છે.” અર્થાત્ ઉપરમાં જે સામાન્ય નિયમથી કહ્યું કે જેટલું પરવશ છે. તે પણ દુઃખ તેટલું બધું ય દુઃખ છે અને સ્વવશ છે તેટલું બધું ય સુખ છે, તે નિયમની
નીતિ પ્રમાણે જે સુખમાં પુણ્યની અપેક્ષા રહે છે, એટલે કે પુણ્યોદય થકી જે જે સુખ પ્રાપ્તિ થાય છે, તે પણ દુઃખ જ છે, કારણકે તે પુણ્ય પણ પરવસ્તુ છે, એટલે તેને પરાધીન એવું સુખ તે તો દુ:ખ જ છે, એ દુઃખનું લક્ષણ અત્ર પ્રાપ્ત થાય છે. પુણ્યને પરવસ્તુ કહેવાનું કારણ એ છે કે – પુણ્ય એ શુભ કર્મ છે અને શુભ કર્મ એ આત્માથી અતિરિક્ત - જૂદી એવી પરવસ્તુ છે. આમ પર વસ્તુ રૂપ પુણ્યના ઉદયથી દેવેંદ્ર - મનરેંદ્ર આદિના જે જે સુખ સાંપડે છે, તે પરમાર્થથી દુઃખ જ છે. અથવા સુખાભાસ જ છે. ઈદ્ર-ચક્રવર્તી આદિની અઢળક ઋદ્ધિ અને તેથી પ્રાપ્ત થતા પંચ વિષય સંબંધી કહેવાતા સુખ તે દુઃખ જ છે. અત્રે શ્રી ઉપમિતિભવ પ્રપંચ કથામાં કહેલ નિપુણ્યક રંકનું તાદેશ્ય ચિતાર ખડો કરતું પ્રસ્તુત દર્શાત યાદ આવે છે. તેમાં પૂયોદયથી ચક્રવર્તીની ઋદ્ધિ પામેલા પણ પરમાર્થથી “નિપુણ્યક' રંક અર્થાત્ ધર્મ ધનથી રહિત એવો નિર્ધનીઓ મહા દરિદ્રી ને દુઃખી કહ્યો છે. તે સમસ્ત અદ્ભુત રૂપક વર્ણન (Allegory) મહાત્મા સિદ્ધર્ષિની જેમ પોતાના આત્મા ઉપર ઘટાવી આત્માર્થી મુમુક્ષુ જીવે પુનઃ પુનઃ મનન કરવા યોગ્ય છે. જો કદી બંધનને સુખ માની શકાય તો પુણ્યને સુખ માની શકાય, પણ તેમ તો મૂર્ખ ગમાર પણ માને નહિ. કારણકે પુણ્ય એ સોનાની બેડી ને પાપ એ લોઢાની બેડી છે. પણ બન્ને બંધન તો છે જ છે. એટલે જે પર્યાબંધથી સંસાર બંધન ચાલુ રહે વિષય તૃષ્ણા ઉદીર્ણ રહે છે, તેને જ અંગભૂત પુણ્ય અને પાપ (શુભ અશુભ કર્મ) બન્ને પરવસ્તુ રૂપ છે, તેની સાથેનો રાગ-સંસર્ગ મુમુક્ષુએ પ્રયત્નથી વર્જવો યોગ્ય છે.
“सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् ।। પતલુવત્ત સમાન સુતુહયોઃ ” - શ્રી યોગદેષ્ટિ સમુચ્ચય', ૧૭૨ “સઘળું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દષ્ટ આતમગુણ પ્રગટે, તે વિણ સુખ કુણ કહીએ ?...' - શ્રી યશોવિજયજી કૃત “યોગદષ્ટિ સક્ઝાય”
૨૨