________________
સમયસાર : આત્મખ્યાતિ
નીચેની ગાથાનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૩૨) સંગીત કરે છે -
उपजाति ज्ञानस्य संचेतनयैव नित्यं, प्रकाशते ज्ञानमतीव शुद्धं । अज्ञानसंचेतनया तु धावन,
बोधस्य शुद्धिं निरुणद्धि बंधः ॥२२४॥ સંચેતનાથી નિત જ્ઞાનની જ, પ્રકાશનું જ્ઞાન અતીવ શુદ્ધ; અજ્ઞાન સંચેતનથી જ બંધ, દોડંત નિધત બોધ શુદ્ધિ. ૨૨૪
અમૃત પદ - ૨૨૪ જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો !... ધ્રુવ પદ. ૧ જ્ઞાન ચેતના ચેતતાં નિત્ય, જ્ઞાન અતિ શુદ્ધ શોધ; અજ્ઞાન ચેતનાથી દોડતો, બંધ નિરુધ બોધ રે ચેતન ! જ્ઞાન સંચેતના. ૨ જ્ઞાન ચેતન અમૃત રસ એવો, ભગવાન અમૃતચંદ્ર; અમૃત કળશે પદ પદ ભરિયો, અનુભવ અમૃત એ પી પી ભવ્ય આનંદે.. રે ચેતન !
જ્ઞાન સંચેતના. ૩ અર્થ - જ્ઞાનની નિત્ય સંચેતનાથી જ નિત્ય જ્ઞાન અતીવ - અત્યંત શુદ્ધ પ્રકાશે છે, પણ અજ્ઞાન સંચેતનાએ કરી દોડતો બંધ તો બોધની શુદ્ધિને નિસંધે છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજે સાંભરી આવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૬૩), ૩૧૩
જ્ઞાન ચેતનાથી શુદ્ધ જ્ઞાન અને અજ્ઞાન ચેતનાથી બંધ થાય છે એમ નીચેની ગાથાના ભાવનું આ ઉત્થાનિકા કળશમાં સૂચન કર્યું છે – જ્ઞાનસ્ય સંવેતનવ નિત્યં - જ્ઞાન સંચેતનાથી જ - સમ્યક ચેતનાથી - સંવેદનાથી નિત્ય જ્ઞાન - અતીવ અત્યંત શુદ્ધ પ્રકાશે છે, પણ અજ્ઞાન સંચેતનાએ કરીને દોડતો બંધ તો બોધની - જ્ઞાનની શદ્ધિ નિસંધે છે - નિતાંતપણે સંધે છે - રોકે છે.
૭૦૮