________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૩-૩૮
શુભાશુભ સમસ્ત કર્મદોષથી આત્માને પાછો વાળી - નિવર્તાવી, તેનો આત્મા પોતે સાક્ષાત પ્રતિક્રમણ થાય છે, ભવિષ્ય કાળના સમસ્ત કર્મદોષથી આત્મા પોતે નિવૃત્ત થઈ - નિવર્સી - પાછો વળી તેનો આત્મા પોતે સાક્ષાત પ્રત્યાખ્યાન થાય છે, વર્તમાન કાળના સમસ્ત ઉદય દોષને દૃષ્ટપણે દેખતો રહી - તેમાં આત્મભાવ છોડી આલોચતો રહી, તેનો આત્મા સાક્ષાત આલોચના થાય છે. આમ નિત્ય પ્રત્યાખ્યાન કરતો, નિત્ય પ્રતિક્રમણ કરતો, નિત્ય આલોચના કરતો તેનો આત્મા પોતે સાક્ષાતુ. મૂર્તિમાનું ચારિત્ર બને છે - સ્વમાં જ જ્ઞાન સ્વભાવમાં નિરંતર ચરણને લીધે ચારિત્ર મૂર્તિ બને છે. એટલે કે જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વનું સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે પ્રવર્તન રૂપ - આચરણ રૂપ, ચારિત્ર રૂપ આત્મસ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણ હોય છે. અર્થાતુ આત્માનો સ્વભાવ જ્ઞાન - દર્શનરૂપ છે, તે સ્વભાવમાં નિયત ચરિત હોવું, આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ અત્ર પ્રગટે છે. આમ આ પ્રવૃત્તિ સાત્મીરૂપ – આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણરૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે, આત્માકાર થઈ જાય છે. આત્મા સ્વયં ચારિત્રમૂર્તિ બને છે, આત્માના પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થાય છે અને આમ સ્વમાં જ - જ્ઞાન સ્વભાવમાં જ નિરંતર ચરણરૂપ ચારિત્ર જ્યારે વર્તે છે, ત્યારે જ્ઞાનમાત્રનું જ - કેવલ જ્ઞાનનું જ ચેતન - સંવેદન - અનુભવન હોય છે, એટલે તથારૂપ ચારિત્રદશાને પામેલા જ્ઞાનીને જ્ઞાનચેતના રૂપ કેવલ જ્ઞાનદશા જ હોય છે. પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ અનુભવ સિદ્ધ વચનામૃત છે કે –
“ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ જ ધ્યાન.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૩૫
સર્વ
વિશુદ્ધ
જ્ઞાન,
૭૦૭