________________
સમયસાર : આત્મખ્યાતિ
નીચેની ગાથાનું સૂચન કરતો ઉત્થાનિકા રૂપ સમયસાર કળશ (૩૧) પ્રકાશે છે –
- શાર્દૂતવિક્રીડિત रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः, पूर्वागामिसमस्तकर्मविकला भित्रास्तदात्वोदयात् । दूरारूढचरित्रवैभवबलाचंचचिदचिर्मयों, विंदन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य संचेतनां ॥२२३॥ રાગ દ્વેષ વિભાવ મુક્ત મહા, જે સ્વભાવ સ્પર્શી સદા, જે ભાવી ભૂત કર્યહીન, ઉદયે વર્તત ભિન્ના તદા; દૂરારૂઢ ચરિત્ર વૈભવ બલે તે જ્ઞાનની ચેતના, વિંદે ચિત ચમકંત અર્ચિ સ્વરસે સિંચંતી આ ભુવના. ૨૨૩
અમૃત પદ - ૨૨૩
સેવક કેમ અવગણિએ ? - એ રાગ જ્ઞાન સંચેતના ચેતન ! ચેતો ! જ્ઞાન સંચેતના ચેતો ! ચિત્ જ્યોતે ચમકતી રે ! ચેતન જ્ઞાન સંચેતના ચેતો ! ૧ રાગ ને દ્વેષ વિભાવથી જેનું, મુક્ત થયું મહા તેજ, સ્વભાવ નિત્ય સ્પર્શન સુએ જે, સહજ સ્વરૂપની સેજ... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો! ૨ ભૂત-ભાવિના કર્મ સકલથી, થયા વિકલ જે સંતા, વર્તમાન સમય કર્મ ઉદયથી, ભિન્ન સદા વર્તતા... રે ચેતન ! ૩ એમ ત્રિકાળ સંબંધી સર્વે, કર્મતણા “સંન્યાસી', નષ્કર્મ પામી જે ધર્મ સ્વામી, સાચા થયા “સંન્યાસી'. રે ચેતન ! જ્ઞાન સચેતના ચેતો ! ૪ એમ ચારિત્ર ગિરિના શૃંગે, થયેલા આરૂઢ દૂરે, ચારિત્ર વૈભવના બલથી જે, ઝીલતા ચૈતન્ય પૂરે... રે ચેતન ! ૫ શાનની સંચેતના તે ચેતે, ચિત્ અર્ચિષથી ચમકતી, ચેતનના સ્વરસથી આ ભુવનો, જે અભિષેક કરતી... રે ચેતન ! ૬ શુદ્ધચૈતન્યમૂર્તિ જે સાક્ષાત, સહાત્મસ્વરૂપ સ્વામી,
ભગવાન અમૃત ભાખી ગયા એ, વાણી અમૃત ધામી... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો ! ૭ અર્થ - રાગ-દ્વેષ વિભાવથી મુક્ત મહસુ સર્વકાળ નિત્ય સ્વભાવ સ્પર્શી પૂર્વ - આગામી સમસ્ત કર્મથી વિકલ, તદાત્વ (તત્કાલીન) ઉદયથી ભિન્ન એવાએ દુરારૂઢ ચરિત્ર વૈભવ બળ થકી ચંચદુ (ચમકતી) ચિટ્ઠ અર્ચિષ્મયી એવી સ્વરસથી ભુવનને અભિષિક્ત કરતી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે સર્વ પ્રકારે રાગ દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૨૦૧), ૨૩૧
પણ જ્ઞાની છે તે તો રાગ - દ્વેષ વિભાવને મૂકી, શુદ્ધ સ્વભાવ સ્થિત રહી, ત્રણે કાળના દોષથી પર એવી શુદ્ધ ચારિત્ર દશારૂપ શુદ્ધ જ્ઞાનદશાને પામે છે, એમ નીચેની ગાથાથી આવતા ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ શાર્દૂલવિક્રીડિતથી લલકારતાં, પુરુષશાર્દૂલ શુદ્ધજ્ઞાનદશા સંપન્ન અમૃતચંદ્રજી પરમ
૭૦૨