________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૨૧
કરી જનારી “મોહવાહિની'ના - મોહનદીના પ્રવાહમાં વહ્યા જતા. મોહવાહિનીને પાર ઉતરવા કદી પણ સમર્થ નથી થતા - ૩ત્તાંતિ ન હિ મોહવાહિની | કારણકે અત્રે ત્રણ કાળમાં ન ફરે એવી નિશ્ચયરૂપ વસ્તુસ્થિતિ આ પ્રકારે છે - જે ઉપાદાન વસ્તુ છે, તેના થકી જ વસ્તુભાવો વસ્તુમાં જ જન્મે છે - ભલે પછી તે ભાવો સહજસ્વભાવી ભાવો હો, કે અસહજ કૃત્રિમ વિકૃત વિભાવો હો. હવે રાગ જોકે આત્માનો સહજ સ્વભાવભૂત ભાવ નથી, અનેરો વિભાવ જ છે, તો પણ વિકત એવો તે વિભાવ પણ. ચેતનનો જ ભાવ છે. આત્મભાવ જ છે. તેમાં અન્ય દ્રવ્ય કદાપિ ભલે નિમિત્ત માત્ર જ હો, તો પણ ઉપાદાન આત્મા પોતે જ તથાભાવે પરિણમી વ્યાપ્યવ્યાપક ભાવથી તે વિભાવ જન્માવે છે, તેથી રાગ છે તે જીવભાવ જ છે - આત્મભાવ જ છે, પણ તે ઔપાધિક ભાવ પર નિમિત્તે’ - પર પ્રત્યયથી ઉપજેલો વિભાવભાવ હોઈ જીવનો સ્વભાવભાવ નથી. અજ્ઞાની આ ભેદવિજ્ઞાન જાણતો નથી એટલે પર નિમિત્તને જ મુખ્ય માને છે અને ઉપાદાનને ગૌણ ગણીને મોહ – અજ્ઞાનમાં ડૂબે છે, સાપેક્ષ એવો નયભેદ મૂઢ જાણતો નથી એટલે પરને જ નિમિત્ત ઠઠાડી દઈ, પોતાનો જ દોષ ઉડાડી દઈ એ દોષ પરને જ ઓઢાડી દીએ છે ! આમ પરને જ જે જોખમદાર ગણે છે તે રાગ દ્વેષ કેમ મૂકે ? પોતે જોખમદાર નથી ગણતો તે વસ્તુસ્થિતિ કેમ ન ચૂકે ? એટલે એમ મોહતરંગિણીમાં તણાતાં - મોહમાં ગળકા ખાતાં આ અજ્ઞાની બિચારા મોહમૂઢ જનો મોહ નદીનો પાર કેમ પામે ? માટે રાગાદિ દુષ્ટ વિભાવો રૂ૫ વિકૃતિ ઉપાદાન આત્માની જ કૃતિ હોઈ આત્માની જ અંતરગત અશુદ્ધિ છે, અશુદ્ધ ચૈતન્ય વિકાર જ છે, તેને દૂર કરી - આત્મામાંથી વિસર્જન કરી આત્માનો મૂળ શુદ્ધ સહજ વસ્તુ સ્વભાવ પ્રગટાવો ! સહજાત્મસ્વરૂપ “મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ શુદ્ધ ઉપાદાન પ્રગટ કરો ! એમ દિવ્યદૃષ્ટા અમૃતચંદ્રાચાર્યજીના આ ઉત્થાનિકા કળશનો તાત્પર્ય૩૫ “ધ્વનિ' છે.
૬૯૧