________________
પુણ્યપાપ પ્રરૂપક તૃતીય અંકઃ સમયસાર ગાથા ૧૪૬ આ અંગે સ્પષ્ટ વિવેચન કરતાં “અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ કર્યું છે કે - જ્યારે આ આત્મા ધર્મપરિણત સ્વભાવવાળો સતો શુદ્ધોપયોગ પરિણતિ ઉદૃવહે છે (ધારે છે), ત્યારે નિઃપ્રત્યનીક (નિર્વિરોધી) શક્તિતાએ કરી સ્વકાર્યકરણ સમર્થ ચારિત્રવાળો સતો સાક્ષાત્ મોક્ષ પામે છે, પણ જ્યારે ધર્મપરિણત સ્વભાવવાળો છતાં શુભોપયોગ પરિણતિથી સંગત હોય છે, ત્યારે પ્રત્યેનીક (સવિરોધી) શક્તિતાએ કરી સ્વીકાર્યકરણમાં અસમર્થ તે કથંચિત્ વિરુદ્ધ કાર્યકારિ ચારિત્રવાળો સતો, અગ્નિતમ ધૃતથી ઉપસિક્ત પુરુષ જેમ દાહદુઃખને, સ્વર્ગસુખ બન્ધ પામે છે. જેથી કરીને શુદ્ધોપયોગ ઉપાદેય છે, શુભોપયોગ હેય છે. જ્યારે આ આત્મા જરા પણ ધર્મપરિણતિને નહિ પામતો અશુભોપયોગ પરિણતિને આલંબે છે, ત્યારે કુમનુષ્ય-તિર્યંચ-નારક ભ્રમણ રૂપ દુઃખ સહસ્ત્રબન્ધ અનુભવે છે, તેથી ચારિત્રલવના પણ (અંશ માત્રના પણ) અભાવને લીધે આ અશુભોપયોગ અત્યંત ોય જ છે.' આ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે - મુમુક્ષુને પરમ ઉપાદેય શુદ્ધોપયોગની અપેક્ષાએ સરખામણીમાં પ્રશસ્ત રાગ આદિ રૂપ શભોપયોગ જરૂર હેય જ છે, પણ અત્યંત હેય એવા મોહ-દ્વેષ-પ્રમાદ-કષાય-વિષય-આર્ત રૌદ્ર દુર્ગાન આદિ રૂપ અશુભોપયોગની અપેક્ષાએ સરખામણીમાં તો તે ઓછો હેય વા કથંચિત ઉપાદેય છે.
શુભ
ક
કર્મ અશુભ
अथ चारित्रपरिणामसंपर्कसंभवतोः शुद्धशुभपरिणामयोरुपादानहानाय फलमालोचयति यदायमात्मा - धर्मपरिणतस्वभावः शुद्धोपयोगपरिणतिमुद्वहति तदा निप्रत्यनीकशक्तितया स्वकार्यकरणसमर्थचारित्रः साक्षान्मोक्षमवाप्नोति । यदा तु धर्मपरिणतस्वभावोपि शुभोपयोगपरिणत्यासंगच्छते तदा सप्रत्यनीकशक्तितया स्वकार्यकरणासमर्थ कथंचिद्विरुद्धकार्यकारिचारित्रः शिखितप्तघृतोपसिक्तपुरुषो दाहदुःखमिव स्वर्गसुखबन्धमवाप्नोति । अतः शुद्धोपयोग उपादेयः शुभोपयोगो हेयः । अथ चारित्रपरिणामसंपर्कासंभवादत्यन्तहेयस्याशुभपरिणामस्य फलमालोचयति - ** यदायमात्मा मनागपि धर्मपरिणतिमनासादयन्त्रशुभोपयोगपरिणतिमालम्बते तदा कुमनुष्यतिर्यङ्नारकभ्रमणरूपं दुःखसहस्रबन्धमवाप्नोति । ततश्चारित्रलवस्योप्यभावादत्यन्तहेय एवायमशुभोपयोग इति ।।" ।
- પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર ટીકા
૧૯