________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્તનો તત્ત્વ નિષ્કર્ષ આ સમયસાર કળશમાં (૨૩) અમૃતચંદ્રજી પ્રકાશે છે शार्दूलविक्रीडित
शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो,
नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यांतरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः, किं द्रव्यांतरचुंबनाकुलधियस्तत्त्वाच्यवंते जनाः ર૧૧॥
શુદ્ધ દ્રવ્યનિરૂપણે મતિધરાને તત્ત્વ દેખંતને,
એક દ્રવ્યગત કંઈ પણ કદી ભાસે ન દ્રવ્યાંતર;
જાણે જે અહિં જ્ઞાન જ્ઞેય નકી તે શુદ્ધ સ્વભાવોદયો,
કાં દ્રવ્યાંતર ચુંબનાકુલ મતિ લોકો ચ્યવે તત્ત્વથી ? ૨૧૫
અમૃત પદ
૨૧૫
શુદ્ધ દ્રવ્યમાં મતિ અર્પીને, તત્ત્વ શુદ્ધ અવધારો !
દ્રવ્યાંતરને ચુંબન કરવા, આકુલ મતિ કાં ધારો ?... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૧
શુદ્ઘ દ્રવ્યના નિરૂપણ માંહી, મતિ અર્પિત છે જેની,
શુદ્ધાતમ અનુભવ અનુભવતાં, ભ્રાંતિ ૨હે તસ શેની ?... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૨ તે સુમતિને અનુભવ-નેત્રે, તત્ત્વ સમ્યક્ દેખતાં,
એકદ્રવ્યગત દ્રવ્યાંતર કંઈ, કદી ન ભાસે સંતા 1... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૩ અને જ્ઞાન જે શેય જાણતું, તે તો નિશ્ચય એનો,
-
શુદ્ધ સ્વભાવ ઉદય છે સહજો, સંશય એમાં શેનો ?... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૪ દ્રવ્યાંતરને ચુંબન કરવા, આકુલ મતિને ધારી,
તત્ત્વથી જનો ચ્યવે છે શાને ? તત્ત્વ ન આ અવધારી... શુદ્ઘ દ્રવ્યમાં મતિ. ૫ ભગવાન અમૃતચંદ્રે ભાખ્યું, તત્ત્વનું તત્ત્વ પુકારી,
અમૃત કળશે વિશ્વપાવની, જ્ઞાનગંગ અવતારી... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૬
અર્થ
-
શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં જેની મતિ અર્પિત છે એવાને તત્ત્વ સમ્યક્ દેખતાને એકદ્રવ્યગત
કંઈ પણ દ્રવ્યાંતર . - અન્ય દ્રવ્ય કદી પણ ચકાસતું - ભાસતું નથી અને જ્ઞાન જે શેયને જાણે છે, તે તો આ શુદ્ધ સ્વભાવનો ઉદય છે, તો પછી દ્રવ્યાંતર ચુંબનથી આકુલ બુદ્ધિવાળા જનો તત્ત્વથી કેમ ચ્યવે છે ? ૨૧૫
‘અમૃત જ્યોતિ’· મહાભાષ્ય
“આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા - જાણવાનો હોવાથી તે જ્ઞેય પદાર્થને શેયાકારે દેખે, જાણે, પણ જે આત્માને સમદર્શિપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વ બુદ્ધિ, તાદાત્મ્યપણું ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩ (૩) વ્યાખ્યાન સાર
ઉપરમાં આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે આટલું બધું સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેવો તત્ત્વ નિષ્કર્ષ પ્રકાશતા આ સુવર્ણ કળશ કાવ્યમાં અમૃતચંદ્રજી મુમુક્ષુઓને ભાવવાહી ઉદ્બોધન કરે છે શુદ્ધद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो જ્યાં કંઈ પણ પરભાવ - વિભાવનો સ્પર્શ લેશ નથી એવા
૬૭૦
–