________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉપરમાં “આત્મખ્યાતિ' ગદ્ય ભાગમાં વિવરી દેખાડ્યું તેના સારસમુચ્ચય આ સમયસાર કળશમાં (૧૩) કથન કરે છે કે સાંખ્યો જેમ આહતો એકાંતથી પુરુષને અકર્તા મ સ્પર્શે !
શાર્દૂવીડિત माऽकर्तारममी स्पृशंतु पुरुषं सांख्या इवाप्यार्हताः, कर्तारं कलयंतु तं किल सदा भेदावबोधादधः । ...... ऊर्दू तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं, पश्यतु च्युतकर्तृभावमचलं ज्ञातारमेकं परं ॥२०५॥ સાંખ્યો જેમ જ આહતો અકરતા પુરૂષ મા સ્પર્શ ! ભેદજ્ઞાન અધઃ દશામહિ સદા કર્તા જ વિમર્શજો ! ઊર્ધ્વ ઉદ્ધત બોધધામ નિયતો પ્રત્યક્ષ આ દેખો ! કર્તા ભાવ જ અત એક અચલો જ્ઞાતા જ આ લેખો ! ૨૦૫
અમૃત પદ - ૨૦૫ સાંખ્યો જેમ પુરુષ આહતો, અકર્તા જ મ સ્પર્શે ! અનેકાંત સિદ્ધાંત આહંતો, સમ્યફ આમ વિમર્શી... અનેકાંત. ૧ ભેદજ્ઞાનથી અધઃ દશામાં, કર્તા પુરુષ આ લેખો, ભેદજ્ઞાનથી ઊર્ધ્વ દશામાં, પુરુષ અકર્તા દેખો !... અનેકાંત. ૨ ભેદજ્ઞાનને પામી નિયતો, ઉદ્ધત બોધ સુધામે, અકર્તા જ પ્રત્યક્ષ પેખજો, આત્મા આતમરામે... અનેકાંત. ૩ કર્તા ભાવ જ મૃત જ્યાં અચલો, આત્મા એક જ જ્ઞાતા, ભગવાન અમૃત સ્વયં દેખજો, અનુભવ અમૃત પાતા... અનેકાંત. ૪
અર્થ - આ આહતો પણ, સાંખ્યોની જેમ, પુરુષને અકર્તા મ સ્પર્શી ! ભેદાવબોધથી (ભેદજ્ઞાનથી) અધઃ - નીચેમાં સદા ફુટપણે કર્તા કળો ! (સમજી લ્યો !) ઊર્ધ્વ (આગળ ઉપર) તો ઉદ્ધત બોધ ધામમાં નિયત પ્રત્યક્ષ એવા આને કર્તૃભાવ ચુત થયેલ અચલ એવો એક માત્ર જ્ઞાતા જ સ્વયં દેખો ! ૨૦૫
અમૃત જ્યોતિ મહાભાષ્ય | “કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૨૧ ઉપરમાં આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે સંકલનાબદ્ધ યુક્તિથી આટલા બધા વિસ્તારથી વિવરી દેખાડ્યું, તેનો સારસમુચ્ચય સંકલિત કરતા આ કળશ કાવ્યમાં શુદ્ધોપયોગી મહાપ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રાચાર્યજી આહત દર્શનાનુયાયી ઈતર શ્રમણાદિને આર્જવ ભરી સદ્ગોધ પ્રેરણા કરે છે - માંડવર્તારમની સ્મૃગંતુ પુરુષે સાંધ્યા ટુવચઈતા. - આ આહતો - અત્ દર્શનાનુયાયીઓ પણ સાંખ્યોની જેમ પુરુષને - આત્માને અકર્તા મ સ્પર્શે ! સાંખ્યો જેમ આત્માને એકાંતે અકર્તા જ માને અકર્તા મ સ્પર્શે ! સાંખ્યો જેમ આત્માને એકાંતે અકર્તા જ માને છે, તેમ જિનમતાનુસારીઓ પણ આત્મા એકાંતે
૬૩૨