________________
સમયસાર : આત્મખ્યાતિ
ય અકર્તા નથી – સ્વભાવથી જ પુદ્ગલ દ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો અનુષંગ હોય માટે; તેથી જીવ કર્તા છે, સ્વનું કર્મ કાર્ય છે, એમ સિદ્ધ થયું. ૩૨૮, ૩૨૯, ૩૩૦, ૩૩૧
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “ભાવકર્મ નિજ કલ્પના છે, માટે ચેતન રૂપ; જીવ વીર્યની ફુરણા, ગ્રહણ કરે જડ ધૂપ.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૮૨
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે જીવ ભાવકર્મનો કર્તા છે એ આ ગાથાઓમાં શાસ્ત્રકર્તા પરમર્ષિએ ચાર વિકલ્પ રજૂ કરી એમની લાક્ષણિક શૈલીમાં સુંદર યુક્તિથી પ્રતિપાદન કર્યું છે અને આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિએ તેનું અપૂર્વ મીમાંસન કર્યું છે.
(૧) જીવ જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે – નીવ ઇવ મિથ્યાત્વાદ્રિ માવજર્મળ: જર્તા, કારણકે જો તે અચેતન પ્રકૃતિનું કાર્ય હોય, તો તેને અચેતનપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
(૨) નીવઃ વચૈવ નીવઃ મિથ્યાત્વાદ્રિ ભાવ : - જીવ “સ્વના જ' - પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે, કારણકે પુદ્ગલ દ્રવ્યનું મિથ્યાત્વાદિ ભાવકર્મ જે જીવથી કરવામાં આવે, તો પુદ્ગલ દ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
(૩) અને જીવ અને પ્રકૃતિ એ બે મિથ્યાત્વાદિ ભાવકર્મના બે કર્તા નથી, કારણકે જો એમ હોય . તો જીવ જેમ સ્વકૃત ફલભોગ ભોગવે છે તેમ અચેતન પ્રકૃતિને પણ તેના ફલભોગનો પ્રસંગ પ્રાપ્ત થાય.
(૪) અને જીવ અને પ્રકૃતિ એ મિથ્યાત્વાદિ ભાવકર્મના બે ય અકર્તા નથી, કારણકે જો એમ હોય તો સ્વભાવથી જ પુદ્ગલ દ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય.
આમ જીવના ભાવકર્મનો નથી પુદ્ગલ કર્તા, પુદ્ગલના ભાવકર્મનો નથી જીવ કર્તા, ભાવકર્મના નથી જીવ – પુદ્ગલ બે કર્તા અને ભાવકર્મના નથી જીવ પુદ્ગલ બે અકર્તા, એટલે આ પરથી સ્વયં સિદ્ધ થાય છે કે જીવ કર્તા છે અને સ્વનું – પોતાનું - આત્માનું કર્મ કાર્ય છે - તત: નીવઃ કર્તા સ્વસ્થ कर्म कार्यमिति सिद्धं । ' અર્થાતુ ઉસ્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અજ્ઞાનને લીધે જીવ ભાવકર્મનો કર્તા છે. એ આ ગાથાઓમાં શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સામા માણસને નિરુત્તર મૂકે એવા ચાર વિકલ્પ પ્રશ્નાત્મક સંભવ પ્રકાર (Poser) રજુ કરી પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી સ્વભાવોક્તિથી રજૂ કર્યા છે - (૧) મિથ્યાત્વ પ્રકતિ આત્માને મિથ્યાદિને કરે છે. એમ જે તું કહેતો હો તો અચેતના એવી પ્રકૃતિ હારા મતે ખરેખર ! કારક પ્રાપ્ત થઈ ! - કર્તા થઈ પડી ! એટલે આ ઉપહાસાત્મક વચનથી ખસીયાણો પડી જઈ, અચેતના પ્રકૃતિ તો કર્તા કેમ હોઈ શકે ? એમ પોતાની ભૂલ તુરત સમજાઈ જતાં, તે (પ્રશ્નકાર) બીજો વિકલ્પ કરે છે. (૨) હવે આ જીવ પુદ્ગલ દ્રવ્યનું મિથ્યાત્વ કરે છે એમ કહેતો હો, તો પુદ્ગલ દ્રવ્ય મિથ્યાષ્ટિ થઈ પડ્યું ! નહિ કે જીવ ! એટલે આ વચનથી પોતાની પુન: ભૂલ શીધ્ર સમાતા - પુગલ દ્રવ્ય તે મિથ્યાદેષ્ટિ કેમ હોય શકે - જીવ મિબાદષ્ટિ હોઈ શકે, એમ સમજી જાય છે. એટલે જીવ મિથ્યાદેષ્ટિ હોઈ શકે, એમ સમજી જાય છે, એટલે જીવ પુદ્ગલ દ્રવ્યને મિથ્યાદેષ્ટિ કરે છે એ વિકલ્પને તે છોડી છે. એટલે ત્રીજો વિકલ્પ રજૂ કરે છે - (૩) હવે જો એમ કહે કે જીવ તેમજ પુદ્ગલ દ્રવ્ય (બન્ને) મિથ્યાત્વ કરે છે, તો પછી બન્નેએ કરેલું છે તેનું ફલ તે બન્નેય ભોગવે છે, એમ કહે છે, એટલે તેજ પ્રશ્નકારને પોતાની ભૂલ સમજાય છે કે પુદ્ગલ દ્રવ્ય અચેતન છે. તે ભોક્તા કેમ હોઈ શકે ? એટલે બન્નેએ કરેલ છે એ વાત પણ તે મૂકી દે છે. એટલે ચોથો વિકલ્પ રજૂ કરે છે - (૪) હવે જો એમ કહે કે નથી પ્રકૃતિ - નથી જીવ પુદ્ગલ દ્રવ્યને મિથ્યાત્વ કરતું, તો પછી તે પ્રથમ જે કહ્યું હતું કે પુદ્ગલ દ્રવ્ય મિથ્યાત્વ છે, તે શું મિથ્યા નથી ? એમ કહે છે એટલે નિરુત્તર
૬૧૬