________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ - ૨૦૦ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકારૂપ સમયસાર કળશ (૭) પ્રકાશે છે –
अनुष्टुप् नास्ति सर्वोऽपि संबंधः, परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसंबंधाभावे तत्कर्तृता कुतः ॥२००॥ છે ન સર્વ જ સંબંધ, પરદ્રવ્ય - સ્વતત્ત્વનો; કર્ણ કર્યત્વ સંબંધાભાવે ક્યાંથી તત્ કર્તુતા ? ૨૦૦
અમૃત પદ - ૨૦૦ પદ્રવ્ય ને આત્મતત્ત્વનો, સર્વ જ છે ન સંબંધ, કર્તા-કર્મપણાનો ત્યાં તો, ક્યાંથી હોય સંબંધ... પરદ્રવ્ય ને આત્મતત્ત્વનો. ૧ કર્તા - કર્મપણાનો જ્યાં જો, હોય સંબંધ અભાવ, ત્યાં તો તત્ કર્ણતા કેરો, ક્યાંથી હોય જ ભાવ ?... પરદ્રવ્ય. ૨ આત્મદ્રવ્યને પરની સાથે, લેવા દેવા ના જ,
ભગવાન અમૃત ભાખે તોયે, મૂઢ માને કર્તુતા જ !... પરદ્રવ્ય. ૩ અર્થ - પરદ્રવ્યો અને આત્મતત્ત્વનો સર્વ જ સંબંધ છે નહિ, (તો પણ) કર્તા-કર્મપણા સંબંધના અભાવે તેની કર્તુતા ક્યાંથી ? ૨૦૦
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “નિશ્ચયને વિષે અકર્તા, વ્યવહારને વિષે કર્તા ઈત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૦૮), ૩૭૮
પરદ્રવ્યનો અને આત્મતત્ત્વનો “સર્વ જ સંબંધ છે નહિ,' કોઈ પણ પ્રકારનો કંઈ પણ સંબંધ છે હિ, એટલે એ બન્ને વચ્ચે કર્તા - કર્મપણા સંબંધનું પણ હોવાપણું નથી - અભાવ છે, તો પછી વર્તુર્નવસંવંથામાવે - કર્તા-કર્મપણા સંબંધના અભાવે તેનું – પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય ? આ અંગે બનારસીદાસજી વદે છે તેમ - જીવ ચેતન લક્ષણ છે અને પુદ્ગલ કર્મ અચેતન લક્ષણ છે, યદ્યપિ આ બન્ને એક ક્ષેત્રના વાસી - વસનારા છે તથાપિ એકબીજા સાથે કોઈ મળતા નથી - “વાસી એક ખેત દોઊ, જદપિ તથાપિ મિલૈ નહિ કો?' - નિજ નિજ - પોતપોતાની ભાવક્રિયા - પરિણામ ક્રિયા સહિત એવા તે કોઈ એકબીજા સાથે વ્યાપ્ય - વ્યાપક નથી - “નિજ નિજ ભાવ ક્રિયા સહિત, વ્યાપક વ્યાપિ ન હોઈ', તો પછી જીવ પુદ્ગલનો કર્તા ક્યાંથી હોય ?
“ચેતન અંક જીવ લખિ બીન્હા, પુદગલ કર્મ અચેતન ચીન્હા, બાસી એક ખેતકે દોઊ, જદપિ તથાપિ મિલૈ નહિ કોઊ. નિજ નિજ ભાવ ક્રિયા સહિત, વ્યાપક વ્યાપિ ન કોઈ, કર્તા પુદગલ કરમકૌ, જીવ કહાંસૌ હોઈ ?” - શ્રી બનારસીદાસજી કૃત, સં.સા.સર્વવિ.અ. ૧૧-૧૨
આમ પદ્રવ્યરૂપ પુદ્ગલ કર્મનું કર્તાપણું આત્માને નથી, એમ આ ઉત્થાનિકારૂપ કળશ શ્લોકથી નીચેની ગાથાના વક્તવ્યની સૂચના કરી છે. -
૬૦૭