________________
સમયસાર : આત્મખ્યાતિ
જ છે, પણ જે તુ રમાત્માનું પુણ્યતિ તમસા તતા: - “તમથી” મિથ્યાત્વરૂપ તિમિરથી - એકાંતવાદરૂપ ગાઢ અજ્ઞાન અંધકારથી “તત' - વ્યાપ્ત થયેલા - ઘેરાઈ ગયેલા જેઓ આત્માને એકાંતે કર્તા જ દેખે છે, તે મોક્ષને ઈચ્છતા મુમુક્ષુઓનો પણ, સામાન્ય - પ્રાકૃત જનની જેમ, મોક્ષ નથી - સામાન્યજ્ઞાનવત્ तेनां न मोक्षोऽपि मुमुक्षतां ।
આમ આ માર્મિક શ્લોકના ઉપદેશનો ધ્વનિ એ છે કે - અહો મુમુક્ષુઓ ! તમે મોક્ષને ઈચ્છો છો, પણ પ્રાકૃતજનો જેમ કર્મમાં જ રચ્યાપચ્યા રહે છે, તેમ તમે પણ આત્માને કર્તા જ માની કર્મમાં જ રચ્યાપચ્યા રહો, તો તમારો મોક્ષ ક્યાંથી થાય ? કારણકે વૃત્ન®ર્મક્ષયો મોક્ષ: - કૃત્ન - સર્વ કર્મનો ક્ષય એ મોક્ષ એમ “મોક્ષ'ની વ્યાખ્યા છે અને તમે તો જેનાથી કર્મજન્મ છે એવા કાય-વા-મનારૂપ શુભાશુભ કર્મને મૂકતા નથી તો તમે કેમ મુક્ત થશો ? માટે આત્માને એકાંત કૉં માન શુભાશુભ સર્વ કર્મ મૂકશો ત્યારે જ મૂકાશો. આમ મુમુક્ષુઓને આવા ભાવની આ કરુણામયી ચેતવણી આપતો આ ઉત્થાનિકા કળશ કારુણ્યમૂર્તિ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે.
so૪