________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ - ૧૯૭ અક્ષાની પ્રકૃતિ સ્વભાવ - નિરત અને જ્ઞાની પ્રકૃતિ સ્વભાવ વિરત એવા ભાવનો સમયસાર - કળશ (૪) સંગીત કરે છે -
___ शार्दूलविक्रीडित अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेढेदको, ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिबेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां, शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता ॥१९७॥ અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવ નિરતો, હોયે સદા વેદકો, શાની તો પ્રકૃતિ સ્વભાવવિરતો, નો'ય કદા વેદકો; એવો નિયમ આ નિરૂપી નિપુણો ત્યાગો જ અજ્ઞાનતા, શુદ્ધેકાત્મમયે મહમ્ અચલ હૈ આસેવો શાનિતા. ૧૯૭
અમૃત પદ - ૧૯૭ ત્યજો અજ્ઞાનિપણું હે સજના ! ભજો જ્ઞાનિપણું હે સજના !... ધ્રુવપદ અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવે નિરતો, જ્ઞાની પ્રકૃતિ સ્વભાવે વિરતો... ત્યજો. ૧ અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવે નિરતો, તેથી વેદક નિત્ય ઠરતો, જ્ઞાની પ્રકૃતિ સ્વભાવે વિરતો, તેથી વેદક કદી ન કરતો... ત્યજો. ૨ એવો નિયમ નિરૂપી નિપુણા, ત્યજો અજ્ઞાનિપણું સુજના ! ભજો જ્ઞાનિપણું નિજ અમલા, શુદ્ધાત્મમય માહમાં અચલા... ત્યજો. ૩ વિજ્ઞાનઘન ઈતિ અમૃતવર્ષી, ભગવાન્ અમૃતધારા વર્ષો, ત્યો અજ્ઞાનપણું હે સજના ! ભજો જ્ઞાનિપણું હે સજના !.. ત્યજો. ૪
‘અમૃત જ્યોતિ મહાભાષ્ય સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૮૪), ૫૭૨
ઉપરમાં આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે કહ્યું તેના સારસમુચ્ચયરૂપ - પુષ્ટિરૂપ આ કળશ કાવ્યનું સર્જન કરી આ પરથી ફલિત થતો સારભૂત પરમાર્થ જ્ઞાનમૂર્તિ અમૃતચંદ્રજીએ અત્રે હૃદયંગમ સચોટ શૈલીમાં ઉપદેશ્યો છે - જ્ઞાની પ્રકૃતિમાવનિરતો નિત્ય ભવેત્ વેઢ: - અજ્ઞાની છે તે પ્રકૃતિ સ્વભાવ નિરત છે, પ્રકૃતિ સ્વભાવમાં નિરત - નિતાંતપણે રત – રમણ કરી રહેલો છે, નિતાંત રતિયુક્ત - અત્યંત આસક્ત છે, તેથી તે નિત્ય વેદક છે - સદાય કર્મફલ ભોક્તા છે. પણ જ્ઞાની તો આથી ઉલટું પ્રકૃતિ સ્વભાવવિરત છે - જ્ઞાની તુ પ્રશ્થતિમાવિરત: નો નાતુવિદ્ વેપ, પ્રકૃતિ સ્વભાવથી વિરત - વિરમણ પામેલ - વિગતરતિ - વિરતિ પામેલ - વિરક્ત છે, તેથી તે કદી પણ વેદક નથી, કર્મકલ ભોક્તા નથી. રૂચેવે નિયમ નિરૂપ્ય નિપુઃ - એમ એવા પ્રકારે ત્રણે કાળમાં ન ચળે એવો નિશ્ચળ નિશ્ચયરૂપ નિયમ (Rule) નિરૂપીને - સમ્યપણે અવલોકીને - લક્ષમાં રાખીને નિપુણોથી - વિવેકપટુ બુધજનોથી અજ્ઞાનિતા ત્યજાઓ ! અજ્ઞાનતા ત્યજેતાં અને શુદ્ધેત્મિમ મહાનિતૈઃ - શુદ્ધ એક આત્મમય મહસૂમાં - અચલિતોથી શાનિતા આસેવાઓ ! કાલેવ્યતા જ્ઞાનતા, પરભાવમાં આત્મબુદ્ધિરૂપ અજ્ઞાનિપણું છોડી દેવાઓ ! અને શુદ્ધ - સમસ્ત પરભાવ વિભાવથી રહિત એવા એક - અદ્વૈત
૫૮૭