________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર કળશ ૧૮૮ આ મોક્ષ અધિકારને ઉપસંહારતા પંચરત્ન તેમાં સમયસાર કળશ (૯) અમૃતચંદ્રજી સંગીત કરે છે -
अतो हताः प्रमादिनो गताः सुखासीनतां, प्रलीनं चापलमुन्मीलितमालंबनं । आत्मन्येवालानितं चित्त - मासंपूर्णविज्ञानघनोपलब्धेः ॥१८८॥ આથી હતા પ્રમાદિઓ સુખાસીનતા ગતા, અલીન ચાપલ આલંબન ઉન્મલિત, આત્મામાં આલાનિત ચિત્ત, આસંપૂર્ણ વિજ્ઞાનઘનોપલબ્ધિ. ૧૮૮
અમૃત પદ - ૧૮૮ વીર સુતો કાં સુતા રહ્યા છો ?' - એ રાગ સુખાસીનતાને પામેલા, પ્રમાદમાં જે પડી રહ્યા, ક્રિયા પ્રતિક્રમણાદિ ત્યજી જે, આલસ ગર્લે સડી રહ્યા... સુખાસીનતાને. ૧ સુખાસીનતામાં બિરાજતા તે, આથી સર્વ હણાઈ ગયા, ચાપલ તેનું થયું મલીન તે, શુષ્કજ્ઞાની ડૂલાઈ ગયા... સુખાસીનતાને. ૨ વાચા જ્ઞાનીનું આલંબન, ખોટું ઉન્મલિત થયું, સાચા જ્ઞાનીનું આલંબન, સાચું ઉન્મીલિત થયું... સુખાસીનતાને. ૩ આલાન સ્થંભ શું આત્મસ્થંભમાં, મન-ગજ આલાનિત થયો, આસંપૂર્ણ વિજ્ઞાનઘનાનો, અનુભવ જ્યાં લગ પ્રગટ થયો... સુખાસીનતાને. ૪ વિજ્ઞાનઘન આ અમૃતચંદ્ર, ટંકોત્કીર્ણ નિનાદ ધર્યો,
ભગવાન અમૃત સંસ્કૃત કળશે, તત્ત્વતણો ટંકાર કર્યો... સુખાસીનતાને. ૫ અર્થ - આ પરથી સુખાસીનતા ગત પ્રમાદીઓ હત થયા (હણાયા), ચાપલ - ચપલપણું પ્રલીન થયું, આલંબન ઉન્મલિત (ઉન્મીલિત) થયું, સંપૂર્ણ વિજ્ઞાનઘનની ઉપલબ્ધિ સુધી ચિત્ત આત્મામાં જ આલાનિત થયું (દઢ બંધાયેલું). ૧૮૮
અમૃત જ્યોતિ” મહાભાષ્ય જે જીવો મોહનિદ્રામાં સુતા છે તે અમુનિ છે, નિરંતર આત્મવિચાર કરી મુનિ તો જાગૃત રહે, પ્રમાદીને ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી એમ શ્રી જિને કહ્યું છે.'
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. પદ૯ આ ઉપરમાં ભગવતી “આત્મખ્યાતિ' ના ગદ્ય વિભાગમાં આટલું બધું સુસ્પષ્ટ વિવરી દેખાડ્યું તેના પરથી શું સાર બોધ ફલિત થયો ? તે નિબદ્ધ કરતા આ સારસમુચ્ચય રૂપ ઉપસંહાર કળશમાં વીરપુત્ર અમૃતચંદ્રજી સ્વચ્છંદી - પ્રમાદીઓને ઉદ્ધોધન કરતાં વીર ગર્જના કરે છે - તો હતા: પ્રમારિનો તા: સુવાલીનતાં - આ પરથી સુખાસીનતા પામી ગયેલા પ્રમાદીઓ “હત થયા' - હણવામાં આવ્યા, અર્થાત્ “સુખાસીનતા” પામી ગયેલા - સુખેથી આરામથી બેસી રહેવાપણાને ભજનારા એકાંત નિશ્ચયાગ્રહી ને એકાંત વ્યવહારાગ્રહી પ્રમાદીઓનું નિરસન કરવામાં આવ્યું. તેમજ “પ્રતીને વાર્તા -
પપ૩