________________
સમયસાર : આત્મખ્યાતિ
કહ્યું છે તેમ * નિરાચાર પદવાળો અતિચાર વિવર્જિત એવો હોય છે, આરૂઢના આરોહણની અભાવગતિ જેમ એનું ચેષ્ટિત હોય છે.” અર્થાત્ જ્યારે યોગી આ આઠમી પરાષ્ટિ જેવી પરમ જ્ઞાનયોગ દશાને પ્રાપ્ત થાય છે, ત્યારે તેને કોઈ આચાર પાળવાપણું રહેતું નથી. તે આચારથી પર એવો “કલ્પાતીત” થાય છે. અત્યાર સુધી યોગસાધના માટે જે જે આચાર આવશ્યક હતા, અવશ્ય કરવા યોગ્ય હતા, તે હવે અત્રે શુદ્ધ આત્મસિદ્ધિ રૂ૫ સંપૂર્ણ યોગસિદ્ધિ સાંપડતાં નિરુપયોગી બની જાય છે, નિસ્પ્રયોજન થાય છે. પૂર્વે પ્રારંભક સાધકને જે પ્રતિક્રમણાદિ સાધન યોગભૂમિકા પર ચઢવા માટે ઉપકારી હતા, તે હવે યોગારૂઢ એવી આત્મસમાધિ દશા પામ્યા પછી યોગસિદ્ધ પુરુષને અકિંચિકર - કંઈ પણ નહિ કરનારા - નકામા થઈ પડે છે. યોગારંભ દશામાં જે પ્રતિક્રમણાદિ આવશ્યક આચાર યથાયોગ્ય અધિકારીને અમૃતકુંભ રૂપ હોય છે, તે જ સાધનને જો નિષ્પન્ન - સિદ્ધ યોગદશામાં પણ વળગી રહેવામાં આવે તો તે વિષકુંભ રૂ૫ થઈ પડે છે, કારણકે અખંડ આત્મસમાધિ રૂપ આત્મસ્થિતિમાં તે તે ક્રિયા ઉલટો વિક્ષેપ પાડે છે. પ્રતિક્રમણાદિ ક્રિયા કરવાનો હેતુ અનુક્રમે આત્મસમાધિ દશા પામવાનો છે, તે હેતુ સિદ્ધ થઈ ગયા પછી તે તે સાધનનું કોઈ પ્રયોજન રહેતું નથી.
અત્રે આ દાંત ઘટે છે - પર્વત પર ચઢવા માટે આરોહણ ક્રિયા - ચઢવાની ક્રિયા કરવી પડે છે, પણ પર્વતની ટોચે ચઢી ગયા પછી કાંઈ ચઢવાની ક્રિયા કરવી પડતી નથી. તેમ યોગગિરિ પર ચઢવા માટે ઉત્તરોત્તર યોગભૂમિકા વટાવવા રૂપ આરોહણ ક્રિયા કરવી પડે છે, પણ યોગગિરિના શદ્ધ આત્મસિદ્ધિ રૂપ શૃંગ પર આરૂઢ થયા પછી કંઈ પણ યોગસાધન રૂપ આરોહણ ક્રિયા કરવી પડતી નથી. સાધક દશામાં વર્તતા યોગારોહકને જે અવલંબન - સાધન અનિવાર્યપણે આવશ્યક છે, અવશ્ય જરૂરના છે, તે નિષ્પન્ન યોગદશાને પામેલા યોગારૂઢ જ્ઞાની પુરુષને કંઈ પણ કામના નથી. કારણકે ચઢેલાને ચઢવાનું શું ? પામેલાને પામવાનું શું ? ધરાયેલાને જમવાનું શું ? આમ પરમ અદભુત આત્મસમાધિમય પરમ જ્ઞાનદશા પામેલા જ્ઞાનયોગીની વાત ઓર છે, જારી છે. ત્યાં પ્રાકૃતજનને કાયદો કેમ લાગુ પડે ? સામાન્ય જનના અનુમાનના કાટલે જોખવાનું કેમ પાલવે ? અને સામાન્ય પ્રાકૃત જન તેવા જ્ઞાનીજનનું આંધળું અનુકરણ કરવાની ધૃષ્ટતા કરે તે પણ કેમ કામ આવે ? ભૂખ્યાને ભોજન કરવાની જરૂર પડે છે, પણ ધરાયેલાને - તૃપ્ત થયેલાને તેની કાંઈ જરૂર રહેતી નથી. તેમ પરમ જ્ઞાનામૃતના પાનથી જે આકંઠ પરિતૃપ્ત થયા છે, તેને હવે કોઈ આલંબન - સાધનની અપેક્ષા રહેતી નથી. કારણકે આલંબન - સાધનને ત્યાગી જેણે પરપરિણતિને ભગાડી છે, એવા સહજત્મસ્વરૂપી આનંદઘન પ્રભુ અક્ષય એવા દર્શન - જ્ઞાન - વૈરાગ્યમાં જગ્યા છે, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અખંડ સ્થિતિ રૂપે સદોદિત જાગ્રત એવી ઉજાગર દશામાં બિરાજમાન થયા છે. આમ સાધ્ય સિદ્ધ થયું હોવાથી સાધનની કંઈ અપેક્ષા રહેતી નથી, કૃતકૃત્ય થયા હોવાથી એને હવે કંઈ કરવાનું રહ્યું નથી.
“આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જગે રે.. વીરજીને ચરણે લાગું.” - શ્રી આનંદઘનજી નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહિ અતિચારીજી, આરોહે આરૂઢ ગિરિને, ત્યમ એહની ગતિ ન્યારીજી.' - શ્રી યશોવિજયજી કૃત યો.દ. સજઝા. ૯૧
ચૈતન્ય જ્યોતિ
१"निराचारपदो ग्रस्यामतिचारविवर्जितः ।। ગાકારોબાપાવસિવાય રિત છે” - યોગદૃષ્ટિ સમુચ્ચય, ગ્લો. ૧૭૯
પપર