________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૨૮૮-૨૯૦
બે ભાગમાં વહેંચણી રૂપ વિભાજન કરવું, આત્મા અને બંધને અલગ અલગ - પૃથક પૃથક જૂદા પાડવા તે મોક્ષ.
કરવતથી હેરીને કાષ્ઠના જેમ બે ભાગ સ્પષ્ટ જૂદા પડાય છે, બે ફાડ કરાય છે, તેમ ભેદજ્ઞાનની કરવતથી આત્મા અને બંધને સ્પષ્ટ બે ભાગમાં જૂદા પાડવા તે મોક્ષ.
બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર' - કેવલ જ્ઞાન જ તેનો - મોક્ષનો હેતુ છે એમ કોઈ એક કહે છે તે અસત્ છે - “તરસતું', બંધનું સ્વરૂપ શું છે એ જાણ્યું એટલે બસ, એટલું જ માત્ર મોક્ષનું કારણ છે એમ કેટલાકો કહે છે, તે “અસતુ - અસત્ય - અયથાર્થ છે. કારણકે કર્મબદ્ધને બંધ સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષહેતુ નથી', કર્મથી જે બંધાયેલ છે તેને તે બંધના સ્વરૂપનું જાણપણું જ કેવલ મોક્ષનું કારણ થતું નથી. શા માટે ? “ હેતુ ’ - અહેતુપણું છે માટે, તે “જ્ઞાન માત્ર”નું મોક્ષનું અહેતુપણું - અકારણપણું છે માટે, બંધનું સ્વરૂપ જાણ્યા માત્રથી કાંઈ મોક્ષ થતો નથી. કોની જેમ ? નિગડાદિથી બદ્ધના બંધ સ્વરૂપના જ્ઞાનમાત્રની જેમ” – નિહાવિદ્ધચ વંથસ્વરૂપજ્ઞાનમાત્રવત, અત્રે આ બેડી આદિથી બંધાયેલા પુરુષનું દષ્ટાંત આપ્યું છે - જેમ કોઈ બેડથી કે રાંઢવાથી (
રજુથી) બંધાયેલ હોય, તેને બેડીના કે રાંઢવાના સ્વરૂપના જ્ઞાનમાત્રથી કાંઈ “મોક્ષ” - બંધનથી છૂટકારો થતો નથી. આ બેડી આવી મજબૂત છે કે નબળી છે, આ રાંઢવું આવું મજબૂત છે કે નબળું છે, આ બેડી લાંબા વખતથી બંધાયેલી છે કે થોડા વખતથી બંધાયેલી છે ઈત્યાદિ પ્રકારે તે બંધનનું સ્વરૂપ જાણ્યા માત્રથી કાંઈ તે બંધનથી મુક્ત થવાતું નથી, પણ બંધનને બંધનહેતુ છોડ્યાથી કે ત્રોડ્યાથી જ મુક્ત થવાય છે, જાણ્યા પ્રમાણે છૂટવાની તથારૂપ “ક્રિયા' - આચરણ કરવાથી - શુદ્ધ થવાથી જ મુક્ત થવાય છે.
આ પરથી “કર્મબંધપ્રપંચ રચનાના પરિજ્ઞાન માત્રથી સંતુષ્ટો ઉત્થાપવામાં આવે છે.' અર્થાતુ બંધ ચાર પ્રકારનો છે - પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, પ્રદેશ બંધ, અનુભાગ બંધ. જ્ઞાનાવરણીયાદિ કર્મની મૂળ આઠ પ્રકૃતિ છે અને તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે; આ કર્મ પ્રકૃતિની સ્થિતિ આટલી દીર્ઘ છે, આ કર્મપ્રકૃતિની સ્થિતિ આટલી ટૂંકી છે; આ કર્મના પ્રદેશ આટલા બહુત્વવાળા છે, આ કર્મના પ્રદેશ આટલા અલ્પત્વવાળા છે; આ કર્મ પ્રકૃતિનો “અનુભાગ” - અનુભવ રસ આવો તીવ્ર છે, આ કર્મ પ્રકૃતિનો અનુભાગ - અનુભવ રસ આવો મંદ છે. આ આઠ પ્રકૃતિમાં ચાર ઘાતિ છે. ચાર અઘાતિ છે, તેના ઉદય, ઉદીરણા, સત્તા અને બંધવિચ્છેદ આ આ પ્રકારે છે ઈત્યાદિ વિવિધ પ્રકારે કર્મગ્રંથ – ગોમસાર - ષટ્રખંડાગમાદિ કર્મબંધ - પ્રપંચ પ્રપંચનારા શાસ્ત્રોમાં કથેલ ભાવાનુસાર કર્મબંધપ્રપંચની રચનાના પરિજ્ઞાન' - સર્વ પ્રકારે જ્ઞાન માત્રથી જે સંતુષ્ટ થયેલા છે, પોતાને જ્ઞાની માનવાનો મિથ્યા આત્મસંતોષ અનુભવે છે, તેવાઓનું અત્રે ઉક્ત પ્રકારથી ઉત્થાપન થાય છે. કર્મબંધ પ્રપંચ રચનાના પરિણાનમાં નિપુણ તે મહાશયોને ઉદ્ધોધવામાં આવે છે કે અહો કર્મબંધ પ્રપંચ રચનાના પરિજ્ઞાનમાં નિપુણ મહાનુભાવો ! તમારી આ કર્મબંધ પ્રપંચના જ્ઞાનની ચતુરાઈ તો બરાબર છે, પણ તે કર્મબંધથી છૂટવા માટે - મોક્ષ માટે તે કર્મબંધના જાણપણાની ચતુરાઈ માત્ર કામ આવે એમ નથી.
વી તમે તે કર્મબંધ જાણવાની ચતરાઈ દાખવો છો. તેટલી જ બલકે તેથી વિશેષ જે તે કર્મબંધને અને કર્મબંધ યથોક્ત હેતુઓને છોડવાની ને ત્રોડવાની ચતુરાઈ દાખવશો તો તમારું કામ થઈ જશે અને એ જ કર્મબંધના પ્રપંચ વિસ્તારનારા કર્મગ્રંથ, ગોમટ્ટસાર, ષટ્રખંડાગમ વગેરે તે તે મહાશાસ્ત્રોનો પરમાર્થ – રહસ્ય છે કે - આત્માની અશુદ્ધતાથી ઉદ્ભવેલા આ કર્મબંધને જાણી - પરભાવ પ્રપંચરૂપ તેની આંટીઘૂંટીને જાણી તેને છેદવાનો આત્મશુદ્ધતારૂપ સદુપાય કરો ! પરને - દુમનને જેમ વણી વીણીને મારી નાંખવામાં આવે તેમ આ પરભાવ પરને કર્મશત્રને વીણી વીણીને મારી નાંખી સકલ કર્મબંધથી અને કર્મબંધ હેતુઓથી વિરહિત એવા શુદ્ધ સ્વભાવ ધર્મરૂપ શુદ્ધ આત્માને પ્રગટ કરવાનો શુદ્ધોપયોગરૂપ પુરુષાર્થ કરો ! પુરુષાર્થ કરો ! એ જ જ્ઞાની ભગવંતોના બોધનો ડિડિમ નાદ પોકારી પોકારીને કહે છે.
૪૯૯