________________
સમયસાર : આત્મખ્યાતિ
આ બંધ અધિકારનો સર્વોપસંહાર કરતો અને પરમ પ્રિયતમ જ્ઞાનજ્યોતિ પરમ મહિમાતિશય ઉત્કીર્તતો સમયસાર કળશ (૧૭) અમૃતચંદ્રજી સમયસાર તત્ત્વમંદિર પર ચઢાવે છે -
मंदाक्रांता रागादीनामुदयमदयं दारयत्कारणानां, कार्य बंधं विविधमधुना सय एव प्रणुय । ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सत्रद्धमेत - तद्वद्यत्प्रेसरमपरः कोऽपि नास्यावृणोति ॥१७९॥ રાગાદિનો ઉદય અદયે કારણોનો વિદારી, કાર્ય બંધ વિવિધ અધુના શીઘ ધક્કે જ મારી; જ્ઞાનજ્યોતિ તિમિર ખપવી એવી આ સાધુ સજ્જ, જેથી એનો પ્રસર અપરો આવરે કોઈ ના જ. ૧૭૯
અમૃત પદ - ૧૭૯
ધન ધન શાસન શ્રી જિનવર તણું' - એ રાગ જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, સાધુ આ એવી સદ્ધ, પ્રસર એનો જેમ અન્ય ન આવરે, કો પણ – નિત્ય અબદ્ધ... જ્ઞાનજ્યોતિ અમૃત. ૧ કારણો પ્રગટ રાગાદિક આ, બંધતણા જ નિદાન, તેનો ઉદય જે અદય વિદારતી, તમ વિદારે ક્યું ભાણ... શાન જ્યોતિ અમૃત. ૨ કાર્ય વિવિધ બંધરૂપ આ, આત્માને બંધન કાર, તેને હમણાં ધક્કા મારી સઘ રે, આત્મધરથી કાઢી બહાર... જ્ઞાનજ્યોતિ અમૃત. ૩ શાન જ્યોતિ અમૃત આ એહલી, તિમિર ખપાવી તમામ, શુદ્ધ ચિદાકાશ મળે ઝળહળે, શાશ્વત અમૃત ધામ... જ્ઞાનજ્યોતિ અમૃત. ૪ જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, સાધુ આ એવી સત્રદ્ધ, પ્રસર એનો જેમ અન્ય ન આવરે, કો પણ - નિત્ય અબદ્ધ... જ્ઞાનજ્યોતિ અમૃત. ૫ જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, વિજ્ઞાનઘન ભગવાન, કર્મઘનોથી કદી અવરાય ના, વર્ષે અમૃત ઘન જ્ઞાન... જ્ઞાનજ્યોતિ અમૃત. ૬
અર્થ - કારણ એવા રાગાદિના ઉદયને અદયપણે દારતી (ચીરી નાંખતી), કાર્ય એવા બંધને હમણાં સઘ જ ધકેલી દઈને,
તિમિર (અજ્ઞાનાંધકાર) પ્રિત કર્યું છે (ખપાવ્યું છે, જેણે એવી આ જ્ઞાનજ્યોતિ એવી તો સાધુ-સમ્યફ સન્ન છે (સજ્જ થઈને બેઠી છે), કે જેમ અપર કોઈપણ એના પ્રસરને (ફેલાવને) આવરતો નથી. ૧૭૯
અમૃત જ્યોતિ મહાભાષ્ય તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે બાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી કે કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૨), ૪૦૦ આ બંધ અધિકારનો સર્વોપસંહાર કરતો અને પોતાની પરમ પ્રિયતમ જ્ઞાનજ્યોતિનો પરમ
૪૯૨