________________
–
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૭૬-૨૭૭
આત્મખ્યાતિ ટીકાર્થ
આચારાદિ શબ્દશ્રુત
જ્ઞાનના આશ્રયભૂતપણાને લીધે જ્ઞાન,
જીવાદિ નવ પદાર્થો
દર્શનના આશ્રયપણાને લીધે - દર્શન, ષટ્ઝવ નિકાય
ચારિત્રના આશ્રયપણાને લીધે - ચારિત્ર
એવો વ્યવહાર છે
તેમાં -
આચારાદિના જ્ઞાનાદિ આશ્રયપણાના
અનૈકાંતિપણાને લીધે વ્યવહારનય પ્રતિષેધ્ય છે
તે આ પ્રકારે
-
-
-
આચારાદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, તેવા સદ્ભાવે પણ અભવ્યોને
શુદ્ધાત્મ અભાવથી જ્ઞાનનો અભાવ છે માટે, જીવાદિ પદાર્થો દર્શનના આશ્રયો નથી - તેના સદ્ભાવે પણ અભવ્યોને
શુદ્ધાત્મ અભાવથી દર્શનનો અભાવ છે માટે, ષટ્ઝવ નિકાય ચારિત્રનો આશ્રય નથી - તેના સદ્ભાવે પણ અભવ્યોને
શુદ્ધાત્મ અભાવથી ચારિત્રનો અભાવ છે માટેઃ
-
શુદ્ધ આત્મા -
જ્ઞાન આશ્રયપણાને લીધે
જ્ઞાન,
શુદ્ધ આત્મા -
દર્શન આશ્રયપણાને લીધે - દર્શન,
શુદ્ધ આત્મા -
ચારિત્ર આશ્રયપણાને લીધે - ચારિત્ર
એવો નિશ્ચય છે.
પણ નિશ્ચયનય તો શુદ્ધ આત્માના જ્ઞાનાદિ
આશ્રયપણાના
એકાંતિકપણાને લીધે
તેનો (વ્યવહા૨ નયનો) પ્રતિષેધક છે.
શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે આચારાદિ શબ્દ - શ્રુતના સદ્ભાવે વા અસદ્ભાવે તત્ સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે માટે, શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે જીવાદિ પદાર્થના સદ્ભાવે વા અસદ્ભાવે તત્ સદ્ભાવથી જ દર્શનનો સદ્ભાવ છે માટે, શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે ષટ્ઝવ નિકાયના સદ્ભાવે વા અસદ્ભાવે તત્ સદ્ભાવથી જ ચારિત્રનો સદ્ભાવ છે માટે.
૨૭૬-૨૭૭
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘વ્યવહાર પ્રતિબંધથી વિક્ષેપ ન પામતાં ધૈર્ય રાખી ઉત્સાહમાન વીર્યથી સ્વરૂપ નિષ્ઠ વૃત્તિ કરવી યોગ્ય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૭૮
પ્રતિષેધ્ય - પ્રતિષેધવા યોગ્ય અને પ્રતિષેધક - પ્રતિષેધ કરનાર એવા વ્યવહારનય - નિશ્ચય નય કેવા છે ? તેનું અત્ર વ્યવહાર રત્નત્રયી અને નિશ્ચય - રત્નત્રયીના ઉદાહરણથી નિરૂપણ કર્યું છે આચારાદિ તે જ્ઞાન છે ઈ. વ્યવહાર કહે છે, આત્મા તે હારૂં જ્ઞાન ઈ. નિશ્ચય કહે છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આનું અત્યંત વિશદતમ તત્ત્વદર્શન કરાવ્યું છે. તે આ પ્રકારે - આચારાદિ શબ્દશ્રુત
દ્રવ્યશ્રુત જ્ઞાનના આશ્રયપણાને લીધે શાન છે, જીવાદિ નવ પદાર્થો દર્શનના આશ્રયપણાને લીધે દર્શન છે, ષટ્જીવ નિકાય ચારિત્રના આશ્રયપણાને લીધે ચારિત્ર છે, એમ વ્યવહાર છે : શુદ્ધ આત્મા જ્ઞાનાશ્રયપણાને લીધે જ્ઞાન છે, શુદ્ધ આત્મા દર્શનાશ્રયપણાને લીધે દર્શન છે, શુદ્ધ આત્મા
૪૬૭