________________
સમયસાર : આત્મખ્યાતિ
ક્રિયાકારિપણાના અભાવથી મિથ્યાપણું અત્ર દર્શાવ્યું છે - આત્માથી - પોતાથી પર એવા પર જીવોને - બીજા જીવોને હું દુઃખ પમાડું છું, સુખ પમાડું છું, અથવા હું બંધાવું છું હું વિમોચાવું છોડાવું) છું, એવું જે આ અધ્યવસાન તે સર્વ પણ મિથ્યારૂપ છે. શા માટે ? પરભાવના પરમાં અવ્યાપ્રિયમાણ પણાએ કરીને સ્વાર્થ ક્રિયાકારિપણાનો અભાવ છે માટે - “પરમાવી પસ્મિત્રવ્યાધિમાખવેન સ્વાર્થષિયારિત્વમાવત્', અર્થાત્ પરભાવનું પરમાં વ્યાપ્રિયમાણપણું - પ્રવર્ચનાનપણું નથી, પરભાવનું પરમાં કંઈ પણ ચાલતું નથી, એટલે પરને હું આ કરૂં હું તે કરૂં એવી પોતાની - સ્વ અભીષ્ટ અર્થ રૂપ - પ્રયોજનભૂત ક્રિયા કરવાપણાનો અભાવ હોય છે માટે. આમ આ મિથ્યારૂપ હોય છે, કોની જેમ ? “વસુમ સુનાખ્યમિત્યષ્યવસાનવત' - આકાશ કુસુમને હું લખું છું એવા આ અધ્યવસાનની જેમ. આવું આ મિથ્યારૂપ અધ્યવસાન છે, તે કેવલ આત્માના - પોતાના અનર્ણાર્થે જ થાય છે -
વતનાત્મનોનર્થિવ', માત્ર આત્માને - પોતાને જ અનર્થનું જ કારણ થાય છે. ' અર્થાતુ - એવા પ્રકારના બંધહેતુપણે જે નિર્ધારિત થયું - જેનો નિર્ધારરૂપ - નિશ્ચયરૂપ નિર્ણય કરવામાં આવ્યો તે અધ્યવસાન કાંઈ - પોતાની ઈષ્ટ પ્રયોજનભૂત વા વસ્તુગતે વસ્તુરૂપે ખરેખરી અર્થક્રિયા કરનારું (substantial, effective, essential) થતું નથી, એ અત્ર દર્શાવ્યું છે. આત્માથી - પોતાથી પર - અન્ય એવા પર જીવોને - બીજ જીવોને હું દુઃખ પમાડે ઈ. એવું જે આ અધ્યવસાન - અધ્યારોપિત ભાવ તે સર્વ પણ મિથ્થારૂપ છે - ફોગટ છે. શા માટે ? પરભાવનું પરમાં પ્રવર્ધમાનપણું નથી - પરભાવનું પરમાં કંઈ પણ ચાલતું નથી, એટલે પરને હું આ કરૂં હું તે કરું, એવી સ્વ – પોતાની અભીષ્ટ અર્થરૂપ - પ્રયોજનભૂત ક્રિયાના કરવાપણાનો અભાવ છે માટે. આમ આ આકાશ પુષ્પને હું લખું છું એવા અધ્યવસાનની જેમ મિથ્યા છે. આકાશ પુષ્પનું હોવાપણું જ - અસ્તિત્વ જ છે નહિ, એટલે આકાશ પુષ્પ હું લખું છું - કાણું એવું અધ્યવસાન - અધ્યારોપિત ભાવરૂપ માની બેસવાપણું જેમ મિથ્યા - ફોગટ છે, તેમ પરને હું આ કરૂં હું તે કરું એ અધ્યવસાન પણ મિથ્યા જ - ફોગટ જ - નિરર્થક જ છે. આવું આ મિથ્યારૂપ અધ્યવસાન છે, તે કેવલ - માત્ર આત્માના - પોતાના અનર્થાર્થે જ થાય છે, એનાથી કંઈ પણ અર્થ સરતો નથી, કેવલ થાય છે પોતાનો આત્માનો અનર્થ જ. આમ પરને હું આ કરી દઉં હું તેમ કરી દઉં એમ આ જીવ ભલે અહંકારથી - મિથ્યાભિમાનથી ગમે તેટલાં ઝાંવાં નાંખે - ગમે
1 ફાંફાં મારે, પણ તેનું કાંઈ કામ આવતું નથી. એટલું જ નહિ પણ તે તેવા તેવા શુભાશુભ સંકલ્પ વિકલ્પરૂપ મિથ્યા અધ્યવસાનો વડે કરીને શુભાશુભ કર્મથી પોતે પોતાને બાંધે છે, ચઢાવે છે.
વળી એ પણ સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે કે – પ્રત્યેક દ્રવ્ય અને તેના ગુણપર્યાય બીજા બધા દ્રવ્યોથી અને તેઓના ગુણપર્યાયોથી “પ્રત્યક - ભિન્ન - જૂદા - પૃથક છે. પ્રત્યેક દ્રવ્યને પોતપોતાના “સ્વ” ભાવ સાથે જ સંબંધ છે, પર દ્રવ્યોના ભાવો સાથે એને કાંઈ સંબંધ નથી. આમ પ્રત્યેક દ્રવ્યની સૃષ્ટિ - દુનિઆ (universe) પોતાની આવગી છે, તેની દુનિઆમાં બીજાનો પ્રવેશ (Entry) નથી, બીજાની દુનિયામાં તેનો પ્રવેશ નથી. એટલે પરભાવ પરભાવની બાબતમાં કંઈ પણ પ્રવૃત્તિ કરવાને સર્વથા અસમર્થ છે, એટલે પરભાવ પરભાવ પરત્વે કંઈ પણ પ્રયોજનભૂત કે કાર્યસાધક અર્થક્રિયા સાધવાને શક્તિમાનું નથી, અકિંચિકર જ છે. એટલે પણ તેવો મિથ્યા પ્રયાસ કરવાની અજ્ઞાન ચેષ્ટ કરનાર “મિથ્યાદેષ્ટિ' પોતાના નામને સફળ કરતો નિષ્ફળ ખેદ જ માત્ર પામી પોતાના મિથ્યા અધ્યવસાનના ફળરૂપ સંસાર ખેદ જ પામતો રખડે છે.
સમ્યગૃદૃષ્ટિ
જ્ઞાની વીતરા
૪૩૬