________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૪૩-૨૬૪
આત્મખ્યાતિ ટીકાર્ય એમ આ અજ્ઞાનને લીધે જે જેમ હિંસામાં અધ્યવસાય કરાય છે, અને જે જેમ અહિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ અસત્ય અદત્ત-અબ્રહ્મ-પરિગ્રહમાં જે કરાય છે, તેમજ જે સત્ય-દત્ત-બ્રહ્મ-અપરિગ્રહમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પાપબંધહેતુ છે;
તે સર્વ પણ કેવલ જ પુણ્યબંધ હેતુ છે. ૨૬૩, ૨૬૪
અમૃત જ્યોતિ' મહાભાષ્ય અયત્નાથી બોલતાં પ્રાણભૂતની હિંસા થાય. (તેથી) પાપકર્મ બાંધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦.
આ અધ્યવસાયનું જ પાપપુણ્યનું બંધહેતુપણું અત્ર વિવરી દેખાડ્યું છે - એમ એવા પ્રકારે અજ્ઞાનને લીધે – “અજ્ઞાનાતું' - આ જે જેમ હિંસામાં અધ્યવસાય કરાય છે, તેમ જ જે અસત્યમાં – અદત્તમાં - અબ્રહ્મમાં - પરિગ્રહમાં કરાય છે, તે સર્વ પણ “કેવલ જ’ - માત્ર જ - એકલો જ -
વન વિ' - પાપ બંધનો હેતુ છે અને જે જેમ અહિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ જે સત્યમાં - દત્તમાં - બ્રહ્મમાં - અપરિગ્રહમાં અધ્યવસાય કરાય છે, તે સર્વ પણ “કેવલ જ’ - જેવા - માત્ર જ - એકલો જ પુણ્યબંધનો હેતુ છે.
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરામ
૪૨૯