________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૫૧-૨૫૨
આત્મખ્યાતિ ટીકાર્ય જીવિત તો નિશ્ચય કરીને જીવોના સ્વ આયુઃ કર્મના ઉદયથી જ છે, તેના અભાવે તેના હોવાવાનું અશક્યપણું છે માટે અને આયુકર્મ અન્યથી અન્યનું દેવું શક્ય નથી, તેનું સ્વ પરિણામથી જ ઉપાર્ધમાનપણું છે માટે, તેથી કોઈ પણ પ્રકારે અન્ય અન્યનું જીવિત કરે નહિ, એથી હું જીવાડું છું અને હું જીવાડાઉ – એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે. ૨૫૧, ૨૫૨
- “અમૃત જ્યોતિ મહાભાષ્ય “અશાન મટ્ય બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતિમાનું થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા
આ જીવન સંબંધી અધ્યવસાય અજ્ઞાન કેમ ? તેનો અહીં ખુલાસો કર્યો છે - જીવિત છે તે તો. જીવોના પોતાના - “સ્વ” આયુઃ કર્મના ઉદયથી જ છે - “ચાપુ: નૈવ', તેના - સ્વ આયુકર્મ ઉદયના અભાવે તેનું – જીવિતનું હોવાવાનું અશક્યપણું છે માટે અને આયુકર્મ બીજાથી બીજાનું દેવું શક્ય નથી - તેનું પોતાના આત્માના “સ્વ” પરિણામથી જ ઉપાજ્યમાનપણું - કમાઈ રહ્યાપણું છે માટે - તી પરિણામેનૈવોપાર્જમાવાતુ, આયુકર્મની કમાણી જીવના પોતાના સ્વ પરિણામથી જ હોય છે, તથી કોઈ પણ પ્રકારે બીજે બીજાનું જીવિત કરે નહિ, એથી હું બીજાને જીવાડું છું અને હું બીજાથી જીવાડાઉં છું એવો માની બેસવાપણા રૂપ અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે – રૂત્યથ્યવસાયો ધ્રુવજ્ઞાનું |
સમ્યગુદૃષ્ટિ
જ્ઞાની વીતરા,
૪૧૧