________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૫૦
જીવન અધ્યવસાયની શી વાર્તા છે - શી કહાણી છે ? તેની વિવક્ષા અહીં કરી છે - પોતાથી - આત્માથી “પર” - અન્ય એવા પર જીવોને હું જીવાડું છું અને પર જીવોથી હું જીવાડાઉ છું. એવો “અધ્યવસાય' - માની બેસવાપણા રૂપ અધ્યારોપિત ભાવ ધ્રુવ” - ચોકકસ - નિશ્ચિત અજ્ઞાન છે - ‘ત્યષ્યવસાયો ઘૂમજ્ઞાનં !' તે અજ્ઞાન અધ્યવસાય તો જેને છે તે - અજ્ઞાનિપણાને લીધે - મિથ્યાદૃષ્ટિ છે, પણ જેને તે અજ્ઞાન અધ્યવસાય છે નહિ તે - જ્ઞાનિકપણાને લીધે - સમ્યગુદૃષ્ટિ છે.
સમ્યગૃષ્ટિ
જ્ઞાની વીતરા,
૪૦૯