________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર કળશ ૧૫
પરિસ્પન્દાત્મક કર્મ છે તો તે ભલે હો ! અને - આમાં તે તે કરણો - મન-વચન-કાયાના વ્યાપારના સાધનો પણ છે, તો તે પણ ભલે હો ! તાસ્મિન્ હરપાન સંતું અને મન-વચન-કાયના યોગ વ્યાપારથી તે તે કરણો વડે સચિત્તાચિત્ત વસ્તુનો ઉપઘાત પણ થવાનો જ, એટલે તે ચિ-અચિત્ સજીવ નિર્જીવ વસ્તુનું વ્યાપાદન – હિસન (હણાવું) તે પણ ભલે હો ! “વિવિદ્ વ્યાપારનું વાસ્તુ તત્'. આમ તે કર્મતત લોક, તે પરિસ્પન્દાત્મક કર્મ, તે કરણો અને તે ચિ-અચિત્ વ્યાપાદન - આ બધાય અનિવાર્ય - દુર્નિવાર્ય રીતે હાજર હો તો તો ભલે હો ! પણ રાગાદિને રાગ - દ્વેષ - મોહ - વિષય - કષાયાદિને ઉપયોગ ભૂમિએ નહિ લઈ જતો - TITીનુપયોmભૂમિનયન, અર્થાત્ ઉપયોગને રાગાદિ રૂપ નહિ કરતો અથવા રાગાદિને ઉપયોગ રૂપ નહિ કરતો, કેવલ જ્ઞાન થતો – જ્ઞાન ભવનું વર્ત’ - કેવલ માત્ર જ્ઞાન જ થતો - પરિણમતો એવો આ સમ્યગુદૃષ્ટિ આત્મા ધ્રુવપણે - ચોક્કસપણે ક્યાંયથી પણ અહો ! બંધને નથી પામતો ! “વંઘ નૈવ સુતોષપુત્યમો સ ત્ય ઘુવં | સમ્યગુદૃષ્ટિ આત્માની આ પરમ અદ્ભુત કળા પરમ આશ્ચર્યકારક છે ! અર્થાત્ બંધની બીજી બધી સામગ્રી ભલે મોજુદ હો, તો પણ બંધના મૂળ અંતરંગ ઉપાદાન કારણભૂત રાગાદિ સ્નિગ્ધ ભાવને જ્ઞાની કરતો નથી અને “કેવલ” શુદ્ધ જ્ઞાનભાવે જ પરિણમે છે, તેથી કરીને જ જગતુ જ્યાં બંધાય છે ત્યાં જગદ્ગુરુ આત્મ - અમૃતચંદ્રની પૂર્ણ તત્ત્વકળા દાખવતો સમ્યગૃષ્ટિ જ્ઞાની બંધના સકંજામાંથી આબાદ છટકી જાય છે, એ જ પરમ આશ્ચર્ય છે !!!
અર્થાતુ રાગાદિને ઉપયોગભૂમિએ લઈ જાય તો જ રાગાદિ થાય અને ઉપયોગ ભૂમિએ લઈ જનારો તો ઉપયોગ ભૂમિ આત્મા જ છે, એટલે કે આત્મા જો પોતે જ રાગાદિને ઉપયોગ ભૂમિએ લઈ જાય - પોતે જ રાગાદિરૂપે પરિણમે તો જ રાગાદિ થાય, નહિ તો નહિ; અને આમ રાગાદિ ભૂમિએ ન લઈ જાય તો ઉપયોગમાં બીજો કોઈ આગંતુક ભાવ નહિ હોવાથી ઉપયોગ શુદ્ધ જ રહેવા પામે, કેવલ શુદ્ધ ઉપયોગ જ હોય અને શુદ્ધ ઉપયોગ તે તો કેવલ જ્ઞાન જ છે, એટલે “કેવલ” - માત્ર જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ જ્યાં છે નહિ એવો “કેવલ જ્ઞાન' થતો - પરિણમતો સમ્યગુદૃષ્ટિ આત્મા ક્યાંયથી પણ બંધ નથી પામતો ! એ અહો ! મહા આશ્ચર્ય છે ! એમ આશ્ચર્ય વ્યક્ત કરતાં અમૃતચંદ્રજીએ કેવલ જ્ઞાનીની પોતાની અનન્ય લાક્ષણિક શૈલી રજૂ કરી છે. કારણકે રાગાદિ તો જીવના કર્યા થાય, એમને એમ “આહુડા આફુડા” ન થાય, જીવ પોતે રાગાદિને ઉપયોગ ભૂમિએ લઈ જઈ પોતે જ રાગાદિ ભાવે પરિણમે તો જ રાગાદિ થાય; અને જ્ઞાની તો તેમ કરતો નથી - રાગાદિ પરિણામે પરિણમતો નથી, એટલે “કેવલ જ્ઞાનમય' તે શુદ્ધ જ રહે છે, શુદ્ધોપયોગમાં જ સ્થિતિ કરે છે, એમ તાત્પર્ય છે.
૩૯૯