________________
સમયસાર ઃ આત્મખ્યાતિ ઉક્તનો સાર સંદોહ દર્શાવતો સમયસાર કળશ (૩) કહે છે -
शार्दूलविक्रीडित लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत्, तान्यस्मिन् करणानि संतु चिदचिद् व्यापादनं चास्तु तत् । रागादीनुपयोगभूमिनयन् ज्ञानं भवन् केवलं बंधं नैव कुतोप्युपेत्ययमहो सम्यग्दगात्मा ध्रुवं ॥१६५॥ હો તે લોક જ કર્મ વ્યાપ્ત જ ! પરિસ્પન્દાત્મક તે કર્મ હો ! હો આમાં કરણો ય તે જ ! ચિદચિત્ હિંસા ભલે તે જ હો ! ના રાગાદિ ઉપયોગભૂ લઈ જતો થાતો જ જ્ઞાન અહો ! પામે બંધ ન ક્યાંયથી ધ્રુવપણે સમ્યગુ દગાત્મા અહો ! ૧૬૫
અમૃત પદ-૧૬૫
ભૈયા ! વિષમ આ સંસાર” - એ રાગ અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ - અહો આ સમ્યગ્ર દૃષ્ટિ અબંધ, જેને પરનો કંઈ ન સંબંધ, અહો ! આ સમ્યગૃષ્ટિ અબંધ... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૧ કર્મ વર્ગણાવ્યાત થયેલો, ભલે જ તો તે લોક, પરિસ્પન્દાત્મક કર્મ ભલે હો, મન વચ કાયા યોગ... અહો ! આ સમ્યગ્ર દૃષ્ટિ અબંધ. ૨ કરણો હો તે ભલે અહીં તે, ભલે ચિદચિત્ ધ્વસ, તોય અહો ! આ સમ્યગુષ્ટિ, ક્યાંયથી ન પામે બંધ... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૩ રાગાદિક ઉપયોગ ભૂમિએ, લઈ જાતો ન સુજાણ, કેવલ જ્ઞાનપણે પરિણમતો, થાતો કેવલ જ્ઞાન... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૪ એવું અદ્ભુત સમ્યગુષ્ટિ, કેરૂં ચિત્ર ચરિત્ર, ભગવાન અમૃતચંદ્ર ગાયું, દોરી તત્ સત્ ચિત્ર... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૫
અર્થ - તે કર્મતત (કર્મ વ્યાપ્ત) લોક ભલે હો ! અને તે પરિસ્પન્દાત્મક કર્મ ભલે હો ! આમાં તે કરણો ભલે હો ! અને ચિ-અચિનું વ્યાપાદન (હિંસન-ઉપઘાત) ભલે હો! પણ રાગાદિને ઉપયોગ ભૂમિએ નહિ લઈ જતો. કેવલ જ્ઞાન થતો એવો આ સમ્યગુદૃષ્ટિ આત્મા અહો ! ક્યાંયથી પણ ધ્રુવપણે (ચોક્કસ) બંધ નથી જ પામતો !
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી " આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ જોગ દવાને યોગ્ય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૨૪) ૩૯૮
ઉપરમાં જે ભગવતી “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં વિવરીને કહ્યું તેનું ઉપસંહાર રૂપ સમર્થન કરતા આ કળશ કાવ્યમાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી દે છે કે - તીવ: વર્મતતોડતું સોડતું રિઅન્ટાત્મ કર્મ તત્ - આ લોક કર્મયોગ્ય પુદ્ગલથી - કામણ વર્ગણાથી ભરેલો છે, એટલે કર્મયોગ્ય પુદ્ગલથી આ લોક ભલે તત હો – વિસ્તૃતપણે વ્યાપ્ત હો ! તેમજ - જ્યાં લગી મન-વચન-કાય યોગ છે, ત્યાં લગી તેનો પરિસ્પન્દાત્મક - હલન ચલન રૂપ વ્યાપાર પણ છે જ, એટલે મન-વચન-કાયાનું
૩૯૮